AIને પૂછ્યું- જીવ લીધા પછી પુરાવાનો નાશ કેવી રીતે કરવો? પછી 3 લોકોને પતાવી દીધા; પોલીસેકંપની પાસે ચેટ હિસ્ટ્રી માંગી

વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગથી થતા ગુનાઓ ઝડપથી વધી રહ્યા છે. બેંગલુરુમાં એક હાઇ-પ્રોફાઇલ ટ્રિપલ મર્ડર કેસમાં AIનો ઉપયોગ થયો છે જેણે પોલીસ અને ટેક ઉદ્યોગ બંનેને સ્તબ્ધ કરી દીધા છે. તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપીએ ઘણા મહિનાઓ સુધી AI ચેટબોટનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન, તેણે જીવ લેવાની યોજના બનાવવાથી લઈને પુરાવાનો નાશ કરવા સુધીની માહિતી લીધી હતી. પોલીસે હવે AI કંપની પાસેથી આરોપીની ચેટ હિસ્ટ્રી માંગી છે જેથી તેને ડિજિટલ પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય.

આ ઘટના 22 જૂનની છે. બેંગલુરુના સીગેહલ્લી વિસ્તારમાં સોમસુંદર, તેની પત્ની મુથુલક્ષ્મી અને તેમની પુત્રી સુપ્રિયાને છરીના ઘા મારીને પતાવી દેવામાં આવ્યા હતા. થોડા દિવસો પછી પોલીસે પુડુચેરીથી તેમની મોટી પુત્રી શ્વેતા અને તેના લિવ-ઇન પાર્ટનર કેનેથની ધરપકડ કરી. પોલીસનો દાવો છે કે બંનેએ સાથે મળીને ગુનો આચરવાનું કાવતરું ઘડ્યું હતું.

police
hindustantimes.com

તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે કેનેથે લગભગ છ મહિનાથી AI ચેટબોટ સાથે વાતચીત કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, તેણે કથિત રીતે જીવ કેવી રીતે લેવામાં આવે, લોહીના નિશાન દૂર કરવા, મૃતદેહોનો નિકાલ કરવા અને પુરાવાનો નાશ કેવી રીતે કરવો તે અંગે માહિતી લીધી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ એ પણ ખુલાસો કર્યો કે AI ચેટબોટ સાથે વાતચીત કર્યા પછી તેને મૃતદેહોને ભઠ્ઠીમાં બાળી નાખવાનો વિચાર આવ્યો હતો. આ બધા આરોપો પોલીસ તપાસનો ભાગ છે; આ મામલાની તપાસ અને કોર્ટમાં સુનાવણી હજુ બાકી છે.

બેંગલુરુ પોલીસે હવે AI કંપનીને પત્ર લખ્યો છે જેના ચેટબોટનો કથિત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ આરોપીની સંપૂર્ણ ચેટ હિસ્ટ્રી અને લોગ્સ મેળવવા માંગે છે. તપાસ એજન્સીઓ માને છે કે જો આ રેકોર્ડ સુરક્ષિત કરવામાં આવે, તો તે કેસમાં મહત્ત્વપૂર્ણ ડિજિટલ પુરા બની આપી શકે છે.

આ કેસ એટલે પણ અનોખો છે કારણ કે, ભારતમાં કોઇ મોટા જીવ લેવાના કેસમાં પહેલીવાર AI ચેટબોટની ચેટ હિસ્ટ્રીને મોટા તપાસનો મહત્ત્વપૂર્ણ ભાગ બનાવવામાં આવી રહ્યો છે. અગાઉ, અમેરિકામાં થયેલા શૂટઆઉટ બાદ OpenAI પર આરોપો લાગ્યા હતા, આરોપ એવો હતો કે ChatGPTનો ઉપયોગ કરીને શૂટઆઉટ કરવામાં આવ્યું હતું. કેનેડામાં પણ આવી જ એક ઘટના બની હતી, જ્યાં તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ AIથી પ્લાન કરીને લોકોનો જીવ લીધો હતો.

accused
instagram.com/thenewsminute

આ મામલે હવે જોવાનું રસપ્રદ રહેશે કે AI કંપનીઓ કેટલા સમય સુધી યુઝર ડેટા સુરક્ષિત રાખે છે અને કઈ કાનૂની પ્રક્રિયાઓ હેઠળ તેઓ આ માહિતી પોલીસ સાથે શેર કરી શકે છે. હાલમાં પોલીસે કંપની પાસેથી સહયોગ માંગ્યો છે, પરંતુ તે હજુ સ્પષ્ટ નથી કે તેમને સંપૂર્ણ ચેટ હિસ્ટ્રી મળશે કે નહીં.

AI નિષ્ણાતો માને છે કે ChatGPT, Gemini અને Claude જેવા AI ચેટબોટ્સ પોતે ગુના કરતા નથી; તેઓ ફક્ત યુઝરના પ્રશ્નોના જવાબ આપતા ટૂલ છે. મોટી AI કંપનીઓ આવા સવાલો પર ફિલ્ટર લગાવે છે અ હિંસા અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી વિનંતીઓને બ્લોક કરવાનો પ્રયાસ કરે છે. તેમ છતા જો કોઈ વ્યક્તિ ખોટા ઇરાદા સાથે AIનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે, તો તે કાયદા અને તપાસ એજન્સીઓ માટે એક નવો પડકાર ઉભો કરી શકે છે. ગુનેગારો AIને છેતરીને કોઇ પ્રકારે જવાબ હાંસલ કરી લે છે.

About The Author

Top News

ટીમ ઈન્ડિયામાં મોટો ખેલ ચાલી રહ્યો લાગે છે, શું હર્ષિત રાણા-સુંદર માટે નિયમો તોડાયા?

ભારતીય ક્રિકેટ ટીમમાં આ સમયે ઈજાઓનો મુદ્દો વધુને વધુ ગંભીર બની રહ્યો છે. અહેવાલો અનુસાર BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ...
Sports 
ટીમ ઈન્ડિયામાં મોટો ખેલ ચાલી રહ્યો લાગે છે, શું હર્ષિત રાણા-સુંદર માટે નિયમો તોડાયા?

ભારતના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર વર્લ્ડ મીડિયાએ શું કહ્યું, NYTએ લખ્યું- પ્રદર્શનકારીઓનું લોહી વહ્યું, પરંતુ...

'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના નેતૃત્વમાં, સોમવારે દિલ્હીમાં જંતર-મંતરથી સંસદ સુધી કૂચ કાઢવામાં આવી હતી. આ દરમિયાન...
World 
ભારતના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર વર્લ્ડ મીડિયાએ શું કહ્યું, NYTએ લખ્યું- પ્રદર્શનકારીઓનું લોહી વહ્યું, પરંતુ...

પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલો વધુ એક કેસ પાછો ખેંચ્યો, હાર્દિક પટેલ સહિત તમામને રાહત

પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ પર આખરે પૂર્ણવિરામ લાગી ગયું છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વર્ષ 2018ના નિકોલ પોલીસ...
Gujarat 
પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલો વધુ એક કેસ પાછો ખેંચ્યો, હાર્દિક પટેલ સહિત તમામને રાહત

AIને પૂછ્યું- જીવ લીધા પછી પુરાવાનો નાશ કેવી રીતે કરવો? પછી 3 લોકોને પતાવી દીધા; પોલીસેકંપની પાસે ચેટ હિસ્ટ્રી માંગી

વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગથી થતા ગુનાઓ ઝડપથી વધી રહ્યા છે. બેંગલુરુમાં એક હાઇ-પ્રોફાઇલ ટ્રિપલ મર્ડર કેસમાં AI...
National 
AIને પૂછ્યું- જીવ લીધા પછી પુરાવાનો નાશ કેવી રીતે કરવો? પછી 3 લોકોને પતાવી દીધા; પોલીસેકંપની પાસે ચેટ હિસ્ટ્રી માંગી
Copyright (c) Khabarchhe All Rights Reserved.