છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુમાં અચાનક નિરીક્ષણ માટે નીકળ્યા અને એક બસમાં ચઢ્યા. ત્યારપછી જે બન્યું તે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. બસ કંડક્ટરે મંત્રીને બસમાંથી નીચે ઉતારી જવાની સૂચના આપી.

મંત્રીએ માસ્ક પહેરીને બે કલાક સુધી બેંગલુરુમાં 10થી વધુ BMTC બસોમાં મુસાફરી કરી જેથી કરીને તેઓ ખુદ આપનારી સેવાઓનું નિરીક્ષણ કરી શકે. આ સમય દરમિયાન, તેમણે મુસાફરો માટે બસને રોકવામાં ન આવતા એક બસના ડ્રાઇવર અને કંડક્ટરને સસ્પેન્ડ કર્યા. ત્યાર પછી બીજી બસમાં, કંડક્ટરે તેમની પાસે છુટ્ટા પૈસા ન હોવાને કારણે તેમને બસમાંથી ઉતારી દીધા.

06

કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ, શહેરની સેવાઓની વાસ્તવિકતાનું મૂલ્યાંકન કરવા માંગતા, તેઓ હેબ્બલથી નાગાશેટ્ટીહલ્લી જતી BMTC બસમાં ચઢ્યા. તેમણે કંડક્ટર પાસે બે ટિકિટ માંગી અને તેમને 100 રૂપિયાની નોટ આપી.

100 રૂપિયાની નોટ જોઈને, કંડક્ટરે તેમને છુટ્ટા પૈસા આપવાનું કહ્યું. જ્યારે મંત્રીએ કહ્યું કે, તેમની પાસે છુટ્ટા પૈસા નથી, ત્યારે કંડક્ટરે તેમને તેમની રોકડ બેગ બતાવી અને કહ્યું કે તેની પાસે પણ કોઈ છુટ્ટા પૈસા નથી. પછી તેણે તેમને કહ્યું કે જો તેની પાસે ભાડા માટે છુટ્ટા પૈસા ન હોય તો બસમાંથી નીચે ઉતરી જાઓ.

જોકે, તે વખતે બસ કંડક્ટરને જરા પણ ખબર નહોતી કે તે રાજ્યના પરિવહન મંત્રી છે. એટલા માટે કે, બાયરાથી સુરેશે માસ્ક પહેર્યો હતો. ત્યાર પછી મંત્રી કંડક્ટરને જવાબ આપ્યા વિના શાંતિથી બસમાંથી નીચે ઉતરી ગયા.

07

સાંજે 7:10થી 9:10 વાગ્યાની વચ્ચે, મંત્રીએ જયમહલ, TV ટાવર, RT નગર, CBI રોડ, હેબ્બલ, માન્યતા ટેક પાર્ક, નાગવારા, હેન્નુર, હેન્નુર બાંદે, બાયરાથી બાંદે અને ગેદ્દલહલ્લીને આવરી લેતા રૂટ પર મુસાફરી કરી. ત્યારપછી તેમણે નાગશેટ્ટીહલ્લીથી ઓટો-રિક્ષામાં મુસાફરી કરી હતી.

જો કે, ભાડા મીટરમાં 30 રૂપિયા બતાવતા હોવા છતાં, ડ્રાઇવરે 36 રૂપિયા માંગ્યા. પૂછપરછ કરતાં, ડ્રાઇવરે જણાવ્યું હતું કે મીટરનું પુનઃકેલિબ્રેશન કરવામાં આવશે. ત્યારપછી મંત્રીએ તેમને રૂ. 40 ચૂકવ્યા હતા.

About The Author

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.