ભારતીય બેટ્સમેનો વિદેશમાં કેમ નબળા પડી જાય છે? ગાવસ્કરે બતાવી ખરી હકીકત!

ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે T20 શ્રેણી 3-0 થી જીતી લીધી છે, પરંતુ હારનો મુદ્દો હજુ પણ વણઉકેલાયેલો છે. વિદેશમાં ભારતીય બેટ્સમેનોની સતત નિષ્ફળતા અંગે ચર્ચા ચાલુ છે. ઘણા ક્રિકેટ પંડિતોએ IPLને તેના માટે દોષી ઠેરવ્યું, જ્યારે અન્ય લોકોએ ભારતીય બેટ્સમેનોની ફ્લેટ પિચની આદતને જવાબદાર ગણાવી. જોકે, ગાવસ્કરે તેનાથી એક અલગ જ કારણ આપ્યું. હવે, ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે આ પાછળનું કારણ પણ જણાવ્યું છે, અને તે સમસ્યાનો ઉકેલ પણ બતાવ્યો છે.

Sunil-Gavaskar
crictoday.com

ટીમ ઇન્ડિયા આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસોમાં એક પણ T20 શ્રેણી જીતી શકી નહીં. ટીમ ઇન્ડિયાના IPL સિંહો વિદેશી પિચો પર પુરી રીતે નબળા સાબિત થયા હતા. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ટીમ ઇન્ડિયાને આયર્લેન્ડ સામે પણ કારમી હારનો સામનો કરવો પડ્યો. ગાવસ્કરે BCCIને વિદેશી પીચો પર બેટિંગ સુધારવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી હતી, જે ODI વર્લ્ડ કપ 2027માં ટીમ ઈન્ડિયા માટે ઉપયોગી થઈ શકે છે.

ગાવસ્કરે એક અંગ્રેજી અખબારમાં છપાતા પોતાના લેખમાં લખ્યું હતું કે, 'લોકો વાત કરી રહ્યા છે કે, કેવી રીતે ભારતીય બેટ્સમેન IPLમાં ફ્લેટ પીચો અને ટૂંકી બાઉન્ડ્રી પર કોઈની પણ બોલિંગ પર જોરદાર રમતા હોય છે, અને પછી તેઓની પોલ ઈંગ્લેન્ડમાં અજાણી પરિસ્થિતિઓમાં ખુલ્લી પડી જાય છે. સત્ય એ છે કે ભારતમાં પીચો સપાટ હતી, તે ઠીક છે, પરંતુ ખૂબ જ ટૂંકી બાઉન્ડ્રી બેટ્સમેનોને ફાયદો કરાવે છે, જેના ખરાબ રીતે રમેલા શોટ પણ સીમા પાર કરી શકે છે. મોટા અને લાંબા બાઉન્ડ્રીવાળા દેશોમાં, આ જ શોટ સીમા રેખાની અંદર પકડાય જાય છે.'

Sunil-Gavaskar2
instagram.com

તેમણે BCCIને સલાહ આપી હતી કે, 'જ્યારે નવી ભારતીય સીઝન શરૂ થાય છે, ત્યારે બાઉન્ડરીનો વિસ્તાર વધારવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી આવતા વર્ષના વર્લ્ડ કપ પહેલા આપણા બેટ્સમેનને તેની આદત પડી શકે. લગભગ દરેક મેદાનમાં LED જાહેરાત બોર્ડ પાછળ લોકોને ચાલવા માટે પુષ્કળ જગ્યા હોય છે, તેથી જો આ જગ્યાનો ઉપયોગ કરવામાં આવે તો, બાઉન્ડરીનો વિસ્તાર આપમેળે વધશે.'

બોલરો અંગે ગાવસ્કરે કહ્યું, 'આનાથી આપણા સ્પિન બોલરો થોડી ધીમી બોલિંગ કરી શકશે, જેનાથી તેઓ લૂપ કાઢી શકશે અને ધીમા બોલને ટર્ન કરી શકશે. હાલમાં તેઓ જે મધ્યમ ગતિની ઝડપી બોલિંગ કરે છે, તેનાથી બેટ્સમેન બોલની ઝડપી ગતિનો લાભ લઈ શકે છે, બોલને નીચે લઈ જઈને તેને સ્ટેન્ડ્સમાં જોરથી ફટકારી શકે છે. આદિલ રશીદ અને વિલ જેક્સે ભારતીય સ્પિનરો કરતાં લગભગ 8થી 10 Km/hની ઝડપે બોલિંગ કરી હતી અને તેથી તેઓ વધુ અસરકારક સાબિત થયા હતા.'

About The Author

Related Posts

Top News

19 વર્ષની ઉંમરે કોલેજ છોડીને બનાવી હતી Loopt એપ; સેમનો જૂનો વીડિયો વાયરલ!

લગભગ 20 વર્ષ જૂનો એક વીડિયો ફરી સમાચારમાં આવ્યો છે, જેમાં OpenAIના CEO સેમ ઓલ્ટમેન ખૂબ જ નાની...
Tech and Auto 
19 વર્ષની ઉંમરે કોલેજ છોડીને બનાવી હતી Loopt એપ; સેમનો જૂનો વીડિયો વાયરલ!

3 દિવસ પહેલા iPhone 18 Pro ખરીદ્યો, રિક્ષામાં બેઠેલી મહિલા પાસેથી બદમાશોએ ઝૂંટવી લીધો

નવો iPhone ખરીદવાની ખુશીના ફક્ત 3 દિવસમાં જ, એક યુવતીએ એક એવી ઘટનાનો સામનો કરવો પડ્યો જેણે તેના પરિવારને...
National 
3 દિવસ પહેલા iPhone 18 Pro ખરીદ્યો, રિક્ષામાં બેઠેલી મહિલા પાસેથી બદમાશોએ ઝૂંટવી લીધો

AIએ પોલીસ ફરિયાદ લખવામાં મદદ કરી, પછી બાઇકરે માફી માંગી, પણ પૈસા...

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે ફક્ત પ્રશ્નોના જવાબ આપવા કે કન્ટેન્ટ બનાવવા સુધી મર્યાદિત નથી. લોકો તેનો ઉપયોગ રોજિંદા જીવનના...
National 
AIએ પોલીસ ફરિયાદ લખવામાં મદદ કરી, પછી બાઇકરે માફી માંગી, પણ પૈસા...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 23-09-2026 દિવસ: બુધવાર મેષ: યોગ્ય દિશામાં પ્રયત્નો ચાલુ રાખવા, દરેક કામગીરીનું ફળ મળતું દેખાય, ધાર્મિકતા બાજુ વળશો. વૃષભ: આત્મવિશ્વાસ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.