AIએ પોલીસ ફરિયાદ લખવામાં મદદ કરી, પછી બાઇકરે માફી માંગી, પણ પૈસા...

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે ફક્ત પ્રશ્નોના જવાબ આપવા કે કન્ટેન્ટ બનાવવા સુધી મર્યાદિત નથી. લોકો તેનો ઉપયોગ રોજિંદા જીવનના ઘણા પડકારોને સરળ બનાવવા માટે પણ કરી રહ્યા છે. બેંગલુરુ સ્થિત એક સ્ટાર્ટઅપ સ્થાપકનો તાજેતરનો અનુભવ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

ભારતએગ્રીના સ્થાપક અને CEO સિદ્ધાર્થ ડાયલાનીને એક ઘટના પછી પોલીસ ફરિયાદ નોંધાવવાની જરૂર પડી. ફરિયાદ કેવી રીતે લખે, તેમાં શું જાણકારી આપે, અને તેને જમા કરાવ્યા પછી કઈ સાવચેતી રાખે તે માટેની સમગ્ર પ્રક્રિયાને જાતે શોધવાને બદલે, તેમણે AIની મદદ લીધી.

AIએ તેમને ફરિયાદનો મુસદ્દો તૈયાર કરવામાં મદદ કરી અને સબમિટ કર્યા પછી લેખિત રસીદ મેળવવાની સલાહ આપી.

AI-Police-Complaint
english.mathrubhumi.com

સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ શેર કર્યો, અને જણાવ્યું કે, તેમણે AIની મદદથી કોરમંગલા પોલીસ સ્ટેશન માટે ફરિયાદ તૈયાર કરી.

તેમના મતે, AIએ ફક્ત તેમને ફરિયાદનો મુસદ્દો તૈયાર કરવામાં જ મદદ નથી કરી, પરંતુ ફરિયાદ સબમિટ કર્યા પછી લેખિત રસીદ મેળવવી જરૂરી હોવાનું પણ સમજાવ્યું. આનાથી તેમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની ઔપચારિક પ્રક્રિયા સમજવામાં મદદ મળી.

આનો અર્થ એ થયો કે, આવું કરવા માટે તેમણે પહેલા ફરિયાદના ફોર્મેટ, ભાષા અને પ્રક્રિયા માટે શું કરવું પડે તે માટે અલગ અલગ જગ્યાએ શોધવું પડતે, પરંતુ AIએ તેનું આ કામ સરળ બનાવી દીધું.

સિદ્ધાર્થના મતે, તેણે જે ઘટનાની ફરિયાદ કરી હતી તે તેની કારના ડેશકેમ પર રેકોર્ડ થઇ ગઈ હતી.

તેણે પોલીસને ડેશકેમ રેકોર્ડિંગ અને અન્ય ઉપલબ્ધ પુરાવા પૂરા પાડ્યા. બાઇકનો રજિસ્ટ્રેશન નંબર વીડિયોમાં દેખાઈ રહ્યો હતો. તેમના મતે, પોલીસે બાઇક ચાલકને શોધી કાઢવા અને તેને પોલીસ સ્ટેશન બોલાવવા માટે આ નંબરનો ઉપયોગ કર્યો હતો.

AI-Police-Complaint3
news9live.com

સિદ્ધાર્થે જણાવ્યું કે બાઇક ચાલકે શરૂઆતમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જો કે, જ્યારે પોલીસને ઘટના સંબંધિત ફોટોગ્રાફ્સ અને અન્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા અને FIR દાખલ કરવાની શક્યતા બતાવી, ત્યારે તે મામલો ઉકેલવા માટે સંમત થયો. ત્યારપછી બાઇક ચાલકે લેખિતમાં માફી માંગી અને કારને થયેલા નુકસાન માટે ચૂકવણી કરી. પોતાનો અનુભવ શેર કરતા સિદ્ધાર્થે મજાકમાં કહ્યું કે AI હવે તેનો વકીલ છે.

જોકે, અહીં AIની ભૂમિકા સમજવી મહત્વપૂર્ણ છે. AIએ તેને ફરિયાદનો મુસદ્દો તૈયાર કરવામાં અને પ્રક્રિયા સમજવામાં મદદ કરી, જ્યારે વાસ્તવિક કાર્યવાહી પોલીસ અને સંબંધિત હિસ્સેદારો વચ્ચે થઈ.

સિદ્ધાર્થનો અનુભવ દર્શાવે છે કે, AIનો ઉપયોગ ફક્ત અભ્યાસ, લેખન અથવા ઓફિસના કામ માટે જ નહીં. તે ઘણા રોજિંદા કાર્યોમાં પણ પ્રારંભિક મદદગાર સાબિત થઈ શકે છે.

ઉદાહરણ તરીકે, સરકારી વિભાગને અરજી લખવાની હોય, ફરિયાદનો પ્રારંભિક ડ્રાફ્ટ તૈયાર કરવાનો હોય, સરળ ભાષામાં જટિલ દસ્તાવેજ સમજાવવાના હોય, અથવા કાર્ય પ્રક્રિયા વિશે સવાલો તૈયાર કરવાના હોય, AI આ બધા કામો માટે સમય બચાવી શકે છે.

AI-Police-Complaint2
facebook.com

એક ફાયદો એ છે કે, તે એવા કાર્યને શરૂ કરવાનું સરળ બનાવે છે જેના વિશે વ્યક્તિને વધુ ખબર નથી હોતી.

AI પ્રક્રિયાને સમજવામાં અને ડ્રાફ્ટ તૈયાર કરવામાં મદદ કરી શકે છે, પરંતુ તેની માહિતીને દરેક મામલે અંતિમ અથવા અધિકૃત સલાહ ગણવી જોઈએ નહીં.

ખાસ કરીને કાનૂની, તબીબી અથવા નાણાકીય બાબતોમાં, સંબંધિત વિભાગ, અધિકારી અથવા લાયક નિષ્ણાત સાથે માહિતીની ચકાસણી કરવી મહત્વપૂર્ણ છે.

આનો અર્થ એ છે કે AI તમારા માટે બધું કામ કરતું નથી, પરંતુ તે યોગ્ય પ્રશ્નો પૂછવામાં, માહિતી ગોઠવવામાં અને મુશ્કેલ કાર્ય શરૂ કરવામાં તમારો ઘણો સમય બચાવી શકે છે.

About The Author

Related Posts

Top News

AIએ પોલીસ ફરિયાદ લખવામાં મદદ કરી, પછી બાઇકરે માફી માંગી, પણ પૈસા...

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે ફક્ત પ્રશ્નોના જવાબ આપવા કે કન્ટેન્ટ બનાવવા સુધી મર્યાદિત નથી. લોકો તેનો ઉપયોગ રોજિંદા જીવનના...
National 
AIએ પોલીસ ફરિયાદ લખવામાં મદદ કરી, પછી બાઇકરે માફી માંગી, પણ પૈસા...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 23-09-2026 દિવસ: બુધવાર મેષ: યોગ્ય દિશામાં પ્રયત્નો ચાલુ રાખવા, દરેક કામગીરીનું ફળ મળતું દેખાય, ધાર્મિકતા બાજુ વળશો. વૃષભ: આત્મવિશ્વાસ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

જો તમે પણ આ તહેવારોની સિઝનમાં નવા સ્માર્ટફોન વિશે વિચારી રહ્યા છો અને હેરી પોટરના ચાહક છો, તો Realme...
Tech and Auto 
Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને SIM કાર્ડ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયા છે; જોકે, તેના ઉપયોગમાં...
Tech and Auto 
SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.