નંબર પ્લેટ છુપાવેલી કાર ચલાવતા ઈન્સ્પેક્ટરના પુત્રને ટ્રાફિક કોન્સ્ટેબલે 30 હજારનો દંડ ફટકાર્યો, બાદમાં કોન્સ્ટેબલની જ બદલી થઈ ગઈ

ગ્રેટર નોઈડામાં નંબર પ્લેટ ઢાંકેલી હ્યુન્ડાઈ ક્રેટા કારના ચાલક સાથે થયેલા વિવાદ બાદ એક ટ્રાફિક કોન્સ્ટેબલની પોલીસ લાઈનમાં બદલી (લાઈન હાજર) કરી દેવામાં આવી છે. 16 નવેમ્બરના રોજ બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

મળતી માહિતી મુજબ, આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે 16 નવેમ્બરની સાંજે ફરજ પર તૈનાત હેડ કોન્સ્ટેબલ નકુલે એક હ્યુન્ડાઈ ક્રેટા કારને અટકાવી હતી. આ કારની આગળ અને પાછળની બંને નંબર પ્લેટ ઢાંકેલી હતી. જ્યારે કોન્સ્ટેબલે કાર ચાલકને નીચે ઉતરવાનું કહ્યું, ત્યારે તેણે ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ કારનું ચલણ કાપ્યું હતું.

પોલીસની આ કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા કાર ચાલકે તેના પિતા ઈન્સ્પેક્ટર વિનોદ કુમારને ફોન કર્યો હતો, જે નોલેજ પાર્ક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ (SHO) છે. ઘટનાની જાણ થતા જ ઈન્સ્પેક્ટર સ્થળ પર પહોંચ્યા હતા અને મામલો શાંત પાડવા માટે હસ્તક્ષેપ કર્યો હતો. આ દરમિયાન SOGની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.

બીજી તરફ, કોન્સ્ટેબલે આ સમગ્ર ઘટના અંગે ટ્રાફિક ઈન્સ્પેક્ટર અને ટ્રાફિક સબ-ઈન્સ્પેક્ટરને જાણ કરી હતી. જોકે, આ દરમિયાન એવા આક્ષેપો સામે આવ્યા હતા કે ઈન્સ્પેક્ટરે કોન્સ્ટેબલ સાથે ગેરવર્તણૂક કરી હતી. બાદમાં કોન્સ્ટેબલને DCP ટ્રાફિક ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને પોલીસ લાઈનમાં મોકલી દેવામાં આવ્યો હતો.

અહેવાલો અનુસાર, વરિષ્ઠ અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરવાના આરોપસર કોન્સ્ટેબલને તેની પોસ્ટિંગ પરથી હટાવી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ એવું પણ જણાવ્યું હતું કે DCP ટ્રાફિક ઓફિસમાં ચર્ચા દરમિયાન કોન્સ્ટેબલની વાત કરવાની રીત અયોગ્ય હતી અને તેણે વરિષ્ઠ અધિકારીઓની વાત પર ધ્યાન આપ્યું ન હતું.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ક્રેટા કારની બાજુમાં ઉભેલો જોવા મળે છે અને કારની પાછળની નંબર પ્લેટ સફેદ કાગળથી ઢાંકેલી દેખાય છે. આગળની નંબર પ્લેટ પણ સફેદ કાગળથી ઢાંકેલી હોવાનું જણાય છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક વ્યક્તિ એવું કહેતો સંભળાય છે કે કોઈ વ્યક્તિ નંબર પ્લેટ પર કાગળ ચોંટાડીને કાર ચલાવી રહ્યો હતો. તપાસમાં આ વાહન નોલેજ પાર્ક પોલીસ સ્ટેશનના SHOનું હોવાનું સામે આવ્યું હતું.

02

જોકે ઈન્સ્પેક્ટર વિનોદ કુમારે કોન્સ્ટેબલ સાથે ગેરવર્તણૂક કરી હોવાના આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેમનો પુત્ર કાર લઈને બહાર ગયો હતો અને ટ્રાફિક પોલીસે નિયમોના ઉલ્લંઘન બદલ 30,000 રૂપિયાનું ચલણ ફટકાર્યું હતું. તેમણે પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

આ ઘટનાને કારણે પોલીસ ટીમો દ્વારા નંબર પ્લેટ ઢાંકેલા વાહનોના ઉપયોગ પર પણ ચર્ચા શરૂ થઈ છે. પોલીસ કર્મચારીઓ ઘણીવાર ગુનાહિત ઓપરેશન અને ગુપ્ત તપાસ દરમિયાન આવા વાહનોનો ઉપયોગ કરે છે, જેથી શંકાસ્પદ વ્યક્તિઓ વાહન અને તેના રજિસ્ટ્રેશન નંબરની ઓળખ ન કરી શકે. ખાસ કરીને પોલીસ સ્ટેશનો સાથે જોડાયેલી SOG ટીમો આ હેતુ માટે આવા વાહનોનો ઉપયોગ કરે છે. મળતી માહિતી મુજબ, ઈન્સ્પેક્ટરનો પુત્ર કોઈ જરૂરી કામ પૂરું કરવા માટે આ કારનો ઉપયોગ કરી રહ્યો હતો.

09

આ સમગ્ર ઘટના અંગે વાત કરતા DCP ટ્રાફિક સૈયદ અલી અબ્બાસે જણાવ્યું હતું કે, તેમને ચલણ બાબતે ઈન્સ્પેક્ટર અને ટ્રાફિક પોલીસ કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ તેમણે બંને પક્ષોને પોતાની ઓફિસમાં બોલાવીને તેમની રજૂઆત સાંભળી હતી. DCP ના જણાવ્યા અનુસાર, ઈન્સ્પેક્ટરે તેમને કહ્યું હતું કે તેમની પત્ની લાંબા સમયથી બીમાર છે અને તેમનો પુત્ર કેટલાક જરૂરી દસ્તાવેજો લેવા માટે કાર લઈને હોસ્પિટલ ગયો હતો. DCP એ વધુમાં ઉમેર્યું હતું કે કોન્સ્ટેબલની વાત કરવાની રીત નિંદનીય હતી.

About The Author

Related Posts

Top News

નંબર પ્લેટ છુપાવેલી કાર ચલાવતા ઈન્સ્પેક્ટરના પુત્રને ટ્રાફિક કોન્સ્ટેબલે 30 હજારનો દંડ ફટકાર્યો, બાદમાં કોન્સ્ટેબલની જ બદલી થઈ ગઈ

ગ્રેટર નોઈડામાં નંબર પ્લેટ ઢાંકેલી હ્યુન્ડાઈ ક્રેટા કારના ચાલક સાથે થયેલા વિવાદ બાદ એક ટ્રાફિક કોન્સ્ટેબલની પોલીસ લાઈનમાં બદલી (લાઈન...
National 
નંબર પ્લેટ છુપાવેલી કાર ચલાવતા ઈન્સ્પેક્ટરના પુત્રને ટ્રાફિક કોન્સ્ટેબલે 30 હજારનો દંડ ફટકાર્યો, બાદમાં કોન્સ્ટેબલની જ બદલી થઈ ગઈ

ઘરમાં કાર-ACથી લઈને સારી નોકરી છતા લોકો હજુ મફત રાશન લઇ રહ્યા છે; સરકારી તપાસમાં થયો ખુલાસો!

કેટલાક પરિવારો જે મફત રાશન યોજના માટે હકદાર નથી તેઓ પણ તેનો લાભ લઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા હાથ...
National 
ઘરમાં કાર-ACથી લઈને સારી નોકરી છતા લોકો હજુ મફત રાશન લઇ રહ્યા છે; સરકારી તપાસમાં થયો ખુલાસો!

રિયલ એસ્ટેટ બજારમાં ફરી આવી તેજી! ઘરના વેચાણમાં વધારો અને કિંમતોમાં પણ સુધારો થવાની ધારણા!

સળંગ બે ક્વાર્ટરની સુસ્તી પછી, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિશ્વાસ પાછો ફરતો દેખાય છે. ઘરના વેચાણથી લઈને નવા પ્રોજેક્ટ લોન્ચ...
Business 
રિયલ એસ્ટેટ બજારમાં ફરી આવી તેજી! ઘરના વેચાણમાં વધારો અને કિંમતોમાં પણ સુધારો થવાની ધારણા!

રશિયાએ ' KoEN' નામનો ઉપગ્રહ લોન્ચ કર્યો! હવે તે અવકાશમાંથી નીચે જોઈ શકશે કે...

રશિયાએ તાજેતરમાં એક નવો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ લોન્ચ કર્યો. તેનું ફોટાનું રિઝોલ્યુશન પ્રતિ પિક્સેલ 50 સેન્ટિમીટર હોવાનું જાણવા મળ્યું છે....
World 
રશિયાએ ' KoEN' નામનો ઉપગ્રહ લોન્ચ કર્યો! હવે તે અવકાશમાંથી નીચે જોઈ શકશે કે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.