બાબર આઝમ સાથે લગાનવાળી થઈ, 1 રન લેવા માંગતો હતો, પણ ફિલ્ડરે જાણી જોઈને બોલને બાઉન્ડરીની બહાર જવા દીધો

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમે પહેલી ટેસ્ટમાં પાકિસ્તાનને 90 રનથી કારમી હાર આપી હતી. ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનને 211 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, પરંતુ બાબર આઝમની ટીમ માત્ર 120 રનમાં જ સમેટાઈ ગઈ હતી. વેસ્ટ ઇન્ડીઝે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

Babar-Azam2
x.com

આ મેચમાં એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે વેસ્ટ ઇન્ડીઝના એક ફિલ્ડરે જાણી જોઈને બાબર આઝમે ફટકારેલા શોટને બાઉન્ડરીની બહાર જવા દીધો હતો. આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, અને ચાહકો આ પ્રયાસ પર સવાલ ઉઠાવી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે વેસ્ટ ઇન્ડીઝના ખેલાડી જેડન સીલ્સે આવું કેમ કર્યું?

Jayden-Seales
facebook.com

આ મજાની ઘટના પાકિસ્તાનની બીજી ઇનિંગની 31મી ઓવરમાં બની હતી. પાકિસ્તાનની 9 વિકેટ પડી ગઈ હતી, અને બાબર આઝમને સાથ આપવા વાળો કોઈ બેટ્સમેન ન હતો. બીજા છેડે નંબર 11નો બેટ્સમેન મોહમ્મદ અબ્બાસ હતો. શમર જોસેફ દ્વારા ફેંકાયેલા છેલ્લા બોલ પર, બાબર આઝમે લેગ સાઈડ તરફ શોટ રમ્યો. તેનો ઈરાદો સિંગલ લેવાનો હતો, જેથી તે આગલી ઓવરમાં સ્ટ્રાઈક લઈ શકે. જોકે, જેડન સીલ્સે બાબરની યોજનાને નિષ્ફળ બનાવી દીધી. તે પહેલેથી જ બોલની નજીક પહોંચી ગયો હતો અને સરળતાથી તેને પકડી શકતો હતો, પરંતુ તેણે જાણી જોઈને બોલને બાઉન્ડરીની બહાર જવા દીધો. તે ઇચ્છતો હતો કે મોહમ્મદ અબ્બાસ આગલી ઓવરમાં સ્ટ્રાઈક પર હોય.

Babar-Azam
navbharattimes.indiatimes.com

ચાહકો સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. પાકિસ્તાની ચાહકો સૌથી વધુ હોબાળો મચાવી રહ્યા છે. તેઓ કહે છે કે જેડન સીલ્સે આ જાણી જોઈને કર્યું અને રમતની ભાવનાનું ઉલ્લંઘન કર્યું. કેટલાક ચાહકો તેની સામે દંડની માંગ પણ કરી રહ્યા છે. જોકે, આવું થવાની શક્યતા ઓછી છે. જેડન સીલ્સે જે કર્યું તેને ક્રિકેટની દ્રષ્ટિએ ટેક્નિકલ ચાલાકી કહેવાય છે. ICCના નિયમો અનુસાર, જો તેણે એવું વર્તન કર્યું હોત કે તે બોલને હાથમાં પકડ્યા વિના ફેંકવાની એકશન કરી હોતે તો તેને દંડ ફટકારવામાં આવ્યો હોત, પરંતુ તેણે બોલને જાણી જોઈને બાઉન્ડરીની બહાર ફોર માટે જવા દીધો. આ દ્રશ્યે ભારતીય ચાહકોને ફિલ્મ 'લગાન'ની યાદ અપાવી. અંગ્રેજ કેપ્ટને ભુવન (આમિર ખાન) સાથે પણ આવું જ કર્યું.

Babar-Azam3
cricketaddictor.com

બીજી ઇનિંગમાં, બાબર આઝમે એકલા હાથે વેસ્ટ ઇન્ડીઝના બોલરોનો સામનો કર્યો, અણનમ 58 રન બનાવ્યા. જોકે, તેને કોઈ બેટ્સમેનનો સાથ મળ્યો નહીં, અને પાકિસ્તાન 90 રનથી મેચ હારી ગયું. હવે, બીજી ટેસ્ટમાં, બાબર અને કંપની શ્રેણી બરાબરી કરવાનું લક્ષ્ય રાખીને મેદાન પર આવશે.

About The Author

Related Posts

Top News

40 કરોડના ખર્ચે બનેલો રસ્તો પાણીની પાઇપલાઇનના પરીક્ષણમાં ધસી પડ્યો; ઘટના કેમેરામાં કેદ

જે રસ્તાને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આધુનિક સુવિધાઓથી લેસ અને સારા નિર્માણનું ઉદાહરણ ગણાવવામાં આવ્યું હતું, એ જ રસ્તો પાણીની...
National 
40 કરોડના ખર્ચે બનેલો રસ્તો પાણીની પાઇપલાઇનના પરીક્ષણમાં ધસી પડ્યો; ઘટના કેમેરામાં કેદ

શું અભિજીત દીપકે NDAમાં જોડાશે? કેન્દ્રીયમંત્રી અઠાવલેની ઓફર પર CJP ફાઉન્ડરે આપ્યો જવાબ

કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસ્થાપક અભિજીત દીપકેને NDAમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું, ...
Politics 
શું અભિજીત દીપકે NDAમાં જોડાશે? કેન્દ્રીયમંત્રી અઠાવલેની ઓફર પર CJP ફાઉન્ડરે આપ્યો જવાબ

PM કેર્સ ફંડનો હિસાબ આવ્યો સામે, ખાતામાં છે 8452 કરોડ, એક વર્ષમાં ખર્ચ થયા 87 લાખ

તાજેતરના ઓડિટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ મુજબ, PM Cares ફંડ પાસે 2024-25 નાણાકીય વર્ષના અંતે ₹8,452 કરોડની રકમ હતી. નાણાકીય વર્ષ...
National 
PM કેર્સ ફંડનો હિસાબ આવ્યો સામે, ખાતામાં છે 8452 કરોડ, એક વર્ષમાં ખર્ચ થયા 87 લાખ

ટેક્સ આપીને મધ્યમ વર્ગને શું મળે છે? ભાજપથી છેડો ફાડ્યા પછી શહેઝાદ પૂનાવાલાએ સરકારને પૂછ્યા સવાલ

ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પાર્ટી છોડ્યા પછી દેશની સરકારો પર તીખા પ્રશ્નો પૂછ્યા છે. તેમણે કહ્યું કે ભારતના મધ્યમ...
Politics 
ટેક્સ આપીને મધ્યમ વર્ગને શું મળે છે? ભાજપથી છેડો ફાડ્યા પછી શહેઝાદ પૂનાવાલાએ સરકારને પૂછ્યા સવાલ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.