- Politics
- શું અભિજીત દીપકે NDAમાં જોડાશે? કેન્દ્રીયમંત્રી અઠાવલેની ઓફર પર CJP ફાઉન્ડરે આપ્યો જવાબ
શું અભિજીત દીપકે NDAમાં જોડાશે? કેન્દ્રીયમંત્રી અઠાવલેની ઓફર પર CJP ફાઉન્ડરે આપ્યો જવાબ
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસ્થાપક અભિજીત દીપકેને NDAમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું, જેના પર દીપકેનો જવાબ આવી ગયો છે. દીપકેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઓફરનો કટાક્ષભર્યા સ્વરમાં પોતાનો જવાબ આપ્યો છે. અભિજિત દિપકે NEET પેપર લીક સામે જંતર-મંતર પર વિદ્યાર્થીઓનું આંદોલન શરૂ કરીને ચર્ચામાં આવ્યો હતો, જેમાં તેને સફળતા મળી હતી. અભિજિત દિપકેના નેતૃત્વ હેઠળ દેશભરમાં થયેલા વિદ્યાર્થીઓ અને યુવાનોના આંદોલ સામે કેન્દ્ર સરકારે નમતુ જોખવું પડ્યું હતું અને ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.
અભિજીત દીપકેએ અઠાવલેને શું જવાબ આપ્યો?
અભિજિત દિપકેએ રામદાસ અઠાવલેને જવાબ આપતા પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી, જેમાં તેણે એક ન્યૂઝ ક્લિપ અટેચ કરી હતી. પોસ્ટમાં દિપકેએ લખ્યું કે, એક મહિના અગાઉ સુધી તો તેહું અન્ટી નેશનલ અને દેશ વિરોધી હતો. જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શન દરમિયાન તેને અને પ્રદર્શનકારીઓ પર કટાક્ષ કરી રહ્યા હતા; ધર્મેન્દ્ર પ્રધાને તો પ્રદર્શનકારીઓને ‘આતંકવાદીઓની B-ટીમ’ કહી દીધા હતા, જ્યારે ભાજપના નેતા નીતિન નબીને તેમને ‘વાયરસ’ ગણાવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (અઠાવલે)ના પ્રમુખ રામદાસ અઠાવલેએ દીપકેને NDA જોઇન્ટ કરવાની ઓફર કરી હતી. દીપકેને આંબેડકરવાદી ગણાવ્યો અને કહ્યું કે અભિજીત દિપકેએ તેમની પાર્ટીમાં RPI(A) માં જોડાવા પર વિચાર કરવો જોઇએ. અભિજીત યુવાન છે અને યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે, તેમણે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના સપનાને સાકાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને પાર્ટીને મજબૂત બનાવવા માટે RPI(A)માં જોડાવું જોઈએ.
દીપકેની પ્રશંસા કરતા અઠાવલેએ કહ્યું કે તમણે NEET પેપર લીક સામેના વિદ્યાર્થીઓના આંદોલનને ખૂબ જ મજબૂતીથી લીડ થી કર્યું હતું. આજ સુધી ઘણા લોકોએ આંદોલનોનું નેતૃત્વ કર્યું છે, પરંતુ કોઈએ પણ આટલી સફળતા મેળવી નથી. એટલે, અભિજીત દીપકેને નિવેદન એ છે કે અરવિંદ કેજરીવાલની પાર્ટીને બદલે મારી રિપબ્લિકન પાર્ટીમાં આવે, જેથી NDA તેના અનુભવ અને ભાવનાનો યોગ્ય ઉપયોગ કરી શકે. 'કોકરોચ જનતા પાર્ટી' સાથે અભિજીત દીપકેનું કોઈ ભવિષ્ય નથી.

