ટેક્સ આપીને મધ્યમ વર્ગને શું મળે છે? ભાજપથી છેડો ફાડ્યા પછી શહેઝાદ પૂનાવાલાએ સરકારને પૂછ્યા સવાલ

ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પાર્ટી છોડ્યા પછી દેશની સરકારો પર તીખા પ્રશ્નો પૂછ્યા છે. તેમણે કહ્યું કે ભારતના મધ્યમ વર્ગને ધોળા દિવસે લૂંટવામાં આવી રહ્યો છે. શું તેઓ જે ટેક્સ ચૂકવે છે તેના પ્રમાણમાં તેમને સુવિધાઓ મળે છે? પૂનાવાલાએ પોતાના X એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે ભારતનો મધ્યમ વર્ગ ATM બની ગયો છે. રાષ્ટ્રીય સમાચાર ચેનલો પર ભાજપની નીતિઓનો બચાવ કરનારા પૂનાવાલાએ કહ્યું કે જ્યાં સુધી આપણને વિશ્વસ્તરીય સુવિધાઓ મળી જતી નથી ત્યાં સુધી પગારદાર મધ્યમ વર્ગ માટે વ્યક્તિગત ટેક્સ નાબૂદ કરવાનો સમય આવી ગયો છે.

શહેઝાદ પૂનાવાલાએ 17 ઓગસ્ટ, 2026ના રોજ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતાના X એકાઉન્ટ પર રાજીનામાનો પત્ર પોસ્ટ કર્યો હતો. પાર્ટી છોડવાના થોડા કલાકો પહેલા તેમણે મધ્યમ વર્ગ પર લાદવામાં આવતા આવકવેરો અને દેશમાં રસ્તાઓ, શાળાઓ અને આરોગ્યસંભાળ જેવી મૂળભૂત સુવિધાઓની સ્થિતિ અંગે પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. X પર એક વીડિયો બનાવીને આ પ્રશ્નો પૂછ્યા હતા.

5

પૂનાવાલાએ દેશની સ્કૂલિંગ સિસ્ટમ અને હેલ્થ સિસ્ટમ વિશે તીખા પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે કહ્યું હતું કે પરિવારોને ઘણીવાર તેમના બાળકોના શિક્ષણ માટે ખાનગી શાળાઓ અને તેમના માતા-પિતાની તબીબી સારવાર માટે ખાનગી હોસ્પિટલો પર આધાર રાખવો પડે છે. તેમણે કહ્યું કે, જ્યારે તમારે તમારા બાળકને શાળામાં મોકલવા હોય છે, ત્યારે તે હંમેશાં ખાનગી શાળા હોય છે. જ્યારે તમારે તમારા માતા-પિતાને હોસ્પિટલમાં મોકલવા હોય છે, ત્યારે તે હંમેશાં ખાનગી હોસ્પિટલ જ હોય છે.

તેમણે 18 ઓગસ્ટના રોજ X પર એક ટ્વીટ કરીને ફરીથી પૂછ્યું. તેમણે X પર લખ્યું કે, મધ્યમ વર્ગ બધી સરકારોને આ પ્રશ્ન પૂછી રહ્યો છે. જો આપણે વૈશ્વિક ધોરણો અનુસાર ટેક્સ ચૂકવીએ છીએ, તો શું આપણને વૈશ્વિક ધોરણની સુવિધાઓ મળે છે? જેમ કે આપણી સરકારી શાળાઓ, રસ્તાઓ, શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા અને પીવાનું સ્વચ્છ પાણી? સરકારોએ આનો જવાબ આપવો જ જોઇએ.

6

તેમણે કહ્યું કે વ્યક્તિગત આવકવેરો, GST, ટોલ, સેસ, ફ્યૂલ ટેક્સ અને લોકલ ટેક્સ. આટલી વસ્તુ જનતા ચૂકવે છે ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તાએ કહ્યું કે, મને ફાળો આપવામાં કોઈ વાંધો નથી. પરંતુ આ બધું ચૂકવ્યા પછી, બદલામાં મને શું મળે છે? તેમણે પૂછ્યું કે ભારતના મધ્યમ વર્ગ પાસે સિંગાપોર જેવી વ્યવસ્થા કેમ ન હોઈ શકે? ઓછા ટેક્સ, સારા રસ્તા, શ્રેષ્ઠ પરિવહન અને સારી નાગરિક માળખાગત સુવિધા. ભારતની જનતાને દરેક પ્રકારનો ટેક્સ વસૂલનારી દરેક ઓથોરિટી ટેક્સના રૂપમાં વસૂલવામાં આવેલા એક-એક રૂપિયા માટે જવાબદારી જોઇએ.

About The Author

Related Posts

Top News

ટેક્સ આપીને મધ્યમ વર્ગને શું મળે છે? ભાજપથી છેડો ફાડ્યા પછી શહેઝાદ પૂનાવાલાએ સરકારને પૂછ્યા સવાલ

ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પાર્ટી છોડ્યા પછી દેશની સરકારો પર તીખા પ્રશ્નો પૂછ્યા છે. તેમણે કહ્યું કે ભારતના મધ્યમ...
Politics 
ટેક્સ આપીને મધ્યમ વર્ગને શું મળે છે? ભાજપથી છેડો ફાડ્યા પછી શહેઝાદ પૂનાવાલાએ સરકારને પૂછ્યા સવાલ

ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એક મહિલા રિપોર્ટરને કહ્યું, 'તમે જોરથી બોલો છો, ચૂપ થઇ જાઓ...'

સોમવારે, વ્હાઇટ હાઉસે CNNના એક મહિલા રિપોર્ટર પર હુમલો કર્યો. રિપોર્ટરે ડોનાલ્ડ ટ્રમ્પને તેમની સહાયક સાથેના સંબંધો વિશે...
World 
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એક મહિલા રિપોર્ટરને કહ્યું, 'તમે જોરથી બોલો છો, ચૂપ થઇ જાઓ...'

ભારતીય મૂળની ગ્રીન કાર્ડ ધારક મહિલાની ICEએ અટકાયત કરી; 27 વર્ષથી અમેરિકામાં રહેતી હતી

USમાં એક વૃદ્ધ ભારતીય મૂળની મહિલાની અટકાયત કરવામાં આવી છે. તે ગ્રીન કાર્ડ ધારક છે અને છેલ્લા 27 વર્ષથી...
World 
ભારતીય મૂળની ગ્રીન કાર્ડ ધારક મહિલાની ICEએ અટકાયત કરી; 27 વર્ષથી અમેરિકામાં રહેતી હતી

ટાટા ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય અતિથિઓની યાદીમાંથી CJI સૂર્યકાંત હટી ગયા, છેલ્લી ઘડીએ...

ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS)ના દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિઓની યાદીમાંથી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતનું નામ હટી ગયું છે. ...
National 
ટાટા ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય અતિથિઓની યાદીમાંથી CJI સૂર્યકાંત હટી ગયા, છેલ્લી ઘડીએ...

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.