RC Book અને વીમા પોલીસીમાં જેનું નામ ચાલતું હોય તે ક્લેઇમ મેળવવા હકદાર: કોર્ટ

સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય)એ મોટર વીમાના એક મહત્વના કેસમાં ફરિયાદની તરફેણમાં ચુકાદો આપી અકસ્માતવાળુ વાહન માલિક દ્વારા અગાઉ અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવ્યું હોવાનું ખોટું અનુમાન કરીને વાહનને થયેલ અકસ્માત સંબંધિત કલેઈમ નકારવામાં વીમા કંપનીના પક્ષે સેવામાં ક્ષતિ થઈ હોવાનું ઠરાવી આર.સી. બુક તથા વીમા પોલિસીમાં ફરિયાદીનું જ નામ ચાલુ હોય ત્યારે ફરિયાદી જ વાહનનો માલિક ગણાય એવું ઠરાવી અકસ્માતથી નુકસાન પામેલ વાહનને રીપેર કરવાવા માટેના ખર્ચના કલેઈમનાં રૂ. 1,87,500/- વ્યાજ અને વળતર સહિત ફરિયાદીને ચૂકવી આપવાનો વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો છે.

સુરતના કામરેજ તાલુકાના પાસોદરા ખાતે રહેતા ફરિયાદીએ એડવોકેટ પ્રાચી અર્પિત દેસાઈ અને ઈશાન શ્રેયસ દેસાઈ મારફત ગ્રાહક ફરિયાદ દાખલ કરાવેલી ફરિયાદની વિગત એવી હતી કે ફરિયાદીની માલિકીની Swift Dzire VDI કાર તા. 17-10-2019થી 16-10-2020 સુધીની વીમા પોલિસી લેવામાં આવી હતી. કારની IDV રૂ. 3,16,724 નક્કી કરવામાં આવી હતી. તા. 19-05-2020ના રોજ ફરિયાદી કાર લઈને સુરતથી સુરેન્દ્રનગર જઈ રહ્યા હતા ત્યારે માલવડ ગામ નજીક કાર પલટી જતાં અકસ્માત થયો હતો. કારને રાજકોટ ખાતે કટારિયા વર્કશોપમાં લઈ જવાઈ હતી, જ્યાં રૂ. 3,13,370નું રિપેરિંગ એસ્ટિમેટ આપવામાં આવ્યો હતો બાદમાં કારના રિપેરિંગ પાછળ રૂ. 2,50,000નો ખર્ચ થયો હતો.

32

વીમા કંપનીએ કલેઇમ નકારતાં એવો બચાવ લીધો હતો કે ફરિયાદીએ અકસ્માતના લગભગ છ મહિના પહેલાં કાર રૂ. 3,60,000માં વેચી તેનો કબજો સોંપી દીધો હતો, જેથી અકસ્માતના સમયે ફરિયાદીને વાહનમાં insurable interest રહ્યો નહોતો. આ આધાર પર કંપનીએ ફરિયાદીનો કલેઈમ ચૂકવવાનો ઈન્કાર કરતાં મામલો ગ્રાહક કમિશનમાં પહોંચ્યો હતો.

ફરિયાદીઓ તરફ એડવોકેટ પ્રાચી અર્પિત દેસાઈ અને ઈશાન શ્રેયસ દેસાઈએ દલીલો કરતાં જણાવ્યું હતું કે અકસ્માત સમયે આર.સી. બુકમાં તથા વીમા પોલિસીમાં ફરિયાદીનું જ નામ હતું. તેથી કાર વેચી દેવાઈ હોવાનું વીમા કંપનીનું અનુમાન ખોટું હતું. આર.સી.બુક અને વીમા પોલિસીમાં નામ ધરાવનાર વ્યક્તિ જ વીમા ક્લેઈમ મેળવવા હક્કદાર છે.

સુરત ગ્રાહક કમિશને પોતાના જણાવ્યું કે હાલના કેસમાં ફરિયાદીનું નામજ RC Book અને વીમા પોલિસીમાં વાહનના માલિક તરીકે ચાલતું હતું કમિશને વધુમાં નોંધ્યું કે નોન-સ્ટાન્ડર્ડ ક્લેઈમ તરીકે રૂ. 2,50,000 ના નુકસાનના 75 ટકા પ્રમાણે રૂ. 1,87,500 મેળવવાનો ફરિયાદીને હક્ક હોવાનું કમિશને ઠરાવ્યું હતું.

અંતે સુરત જિલ્લા ગ્રાહક કમિશનના પ્રમુખ ન્યાયાધીશ પી.પી.મેખીયા અને સભ્ય તીર્થેશ મહેતાએ ફરિયાદ અંશતઃ મંજૂર કરી વીમા કંપની તથા સામાવાળાઓને રૂ. 1,87,500 ફરિયાદ દાખલ થયાની તારીખ 25-09-2020થી વાર્ષિક 8 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત માનસિક ત્રાસ, હેરાનગતિ અને અગવડ બદલ રૂ. 3,000 તથા ફરિયાદ ખર્ચ પેટે રૂ. 2,000 ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. આ તમામ રકમ હુકમ મુજબ 30 દિવસમાં ચૂકવવાની રહેશે. ચુકાદો તા. 14-08-2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો.

આ ચુકાદો એવા વાહનધારકો માટે મહત્વનો છે કે માત્ર વાહનનો કબજો અન્ય વ્યક્તિને સોંપાયો હોય પણ વાહન R.T.O. માં અને વીમા કંપનીના રેકોર્ડમાં માલિકનું નામ ટ્રાન્સફર ન થયું હોય તો તે કારણસર જ વીમા કંપની ક્લેઇમ નકારી શકે નહીં–આ કેસમાં નેશનલ કમિશનના ચુકાદાના આધારે સુરત ગ્રાહક કમિશને ફરિયાદીને રાહત આપી છે.

 

About The Author

Related Posts

Top News

હાઇડ્રોજન પછી, દેશમાં દોડી LNG ટ્રેન; આનાથી રેલવે દર વર્ષે રૂ. 24 લાખ બચાવશે, જાણો આ ટ્રેનમાં શું ખાસ હશે?

જે ટ્રેનો સ્ટીમ, કોલસો, ડીઝલ અને વીજળી પર ચાલતી હતી તે આજે હવે હવા (હાઇડ્રોજન) પર દોડે છે...
Gujarat 
હાઇડ્રોજન પછી, દેશમાં દોડી LNG ટ્રેન; આનાથી રેલવે દર વર્ષે રૂ. 24 લાખ બચાવશે, જાણો આ ટ્રેનમાં શું ખાસ હશે?

ગર્લ્સ હોસ્ટેલમાં ચીસો, મધ્યરાત્રિએ હોબાળો અને 'ભૂત'ની કહાની... યુનિવર્સિટીમાં આખરે શું થયું?

પંજાબના પટિયાલામાં શુક્રવારની રાત્રે એક ખાનગી યુનિવર્સિટીનું કેમ્પસ અચાનક અફવાઓ, ભય અને અરાજકતા વચ્ચે ઘેરાઇ ગયું. અહેવાલો અનુસાર, ...
National 
ગર્લ્સ હોસ્ટેલમાં ચીસો, મધ્યરાત્રિએ હોબાળો અને 'ભૂત'ની કહાની... યુનિવર્સિટીમાં આખરે શું થયું?

‘તમે BSPમાં જોડાઈ ગયા કે શું, સાંસદજી?’, BJP સાંસદ રવિ કિશન અને ભાજપના કોર્પોરેટર ફોન પર બાખડ્યા? વીડિયો આવ્યો સામે

ભાજપના જાણીતા સાંસદ રવિ કિશન અને ગોરખપુરના કાઉન્સિલર વિશ્વજીત ત્રિપાઠી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત વાયરલ થઈ રહી છે. બંને વચ્ચે...
Politics 
‘તમે BSPમાં જોડાઈ ગયા કે શું, સાંસદજી?’, BJP સાંસદ રવિ કિશન અને ભાજપના કોર્પોરેટર ફોન પર બાખડ્યા? વીડિયો આવ્યો સામે

'ઓપરેશન બોર્ડર બુલિયન બસ્ટ' હેઠળ DRIના દરોડા; સાડા છ કિલો સોનું જપ્ત, 475 કરોડનો છે ખેલ

મુંબઈમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ સોનાની દાણચોરીના એક મોટા સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર...
National 
'ઓપરેશન બોર્ડર બુલિયન બસ્ટ' હેઠળ DRIના દરોડા; સાડા છ કિલો સોનું જપ્ત, 475 કરોડનો છે ખેલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.