સુરતનો પાટીદાર યુવાન રશિયામાં 4 મહિનાથી ગુમ, પત્નીને ફોન કરી કહેલું- હું બોર્ડર પર જાવ છું, જો...

સુરતથી રમણિક સખવાળા નામનો 39 વર્ષીય પાટીદાર યુવાન રોજગાર માટે રશિયા ગયો હતો. અને પછી તે રશિયન આર્મીમાં જોડાયો હતો. પરંતું છેલ્લા 4 મહિનાથી તેનો કોઇ અતોપતો નથી. સંપર્કવિહોણો બનતા પરિવારજનોની ચિંતા વધી છે. 24 જૂને પત્નીને ફોન કરી કહ્યું હતું કે, હું રશિયન આર્મીમાં જોડાયો છુ અને બોર્ડર પર જાવ છું તો નેટવર્ક નહીં મળે. નેટવર્ક મળશે એટલે હું સામેથી ફોન કરીશ. તમારે જો કામ હોય તો અમારા ટ્રેનર અર્જૂનનો સંપર્ક કરજો. આ વાતને આજે 4 મહિના વિતી ગયા બાદ પણ રમણિકનો કોઈ અતોપતો નથી. સુરતમાં રહેતા પરિવારજનો આ બાબતે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, ઈન્ડિયન એમ્બસી અને રશિયન એમ્બસીમાં રજૂઆત કરી ચૂક્યા છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, રમણિક મૂળ અમરેલી જિલ્લાનો વતની છે અને તેનો પરિવાર છેલ્લા 35 વર્ષથી સુરતના કતારગામમાં સ્થાયી થયો છે. હીરા ઉદ્યોગમાં મંદી અને અનિશ્ચિતતાને કારણે રોજગારીની નવી તકો શોધવા માટે વિઝિટર વિઝા પર તે રશિયા ગયો હતો. ત્યાં તેમણ રોજિંદો ખર્ચ કાઢવા માટે છૂટક નોકરીઓ શરૂ કરી હતી. શરૂઆતમાં તે એપ્રિલ મહિનામાં સુરત પરત ફરવાનો વિચાર કરી રહ્યો હતો, પરંતુ યોગ્ય કામ ન મળતા અને આર્થિક મુશ્કેલીઓને કારણે તે પાછો ન આવી શક્યો. આ દરમિયાન તેની પાસે રશિયન સૈન્યમાં સપોર્ટ સ્ટાફ તરીકે જોડાવાની એક જોબ ઓફર આવી હતી, જેના આધારે તે જૂન મહિનામાં મિલિટરીમાં જોડાયો હતો.

surat-man1
divyabhaskar.co.in

પરિવારને મળેલી માહિતી મુજબ, મિલિટરી કેમ્પમાં અર્જૂન નામનો શ્રીલંકન ટ્રેનર યુવાનોને તાલીમ આપતો હતો. રમણિકે પોતાના પરિવારને અર્જૂનનો નંબર આપીને કહ્યું હતું કે, જો મારો સંપર્ક ન થાય તો અર્જૂન પાસેથી વિગતો મેળવી લેવી. શરૂઆતના દોઢ-બે મહિના સુધી ટ્રેનર અર્જૂને પરિવાર સાથે વાતચીત કરી હતી અને સામાન્ય માહિતી આપી હતી. પરંતુ ત્યારબાદ તેણે ગોળગોળ જવાબો આપવાનું શરૂ કર્યું હતું અને મારું ટ્રાન્સફર થઈ ગયું છે અને હું ત્યાંથી જતો રહ્યો છું તેમ કહીને હાથ ઊંચા કરી દીધા હતા. હવે રમણિકનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે અને તેનું વ્હોટ્સએપ પણ બંધ થઈ ગયું છે.

ઘરના મોભી અચાનક ગુમ થઈ જતા સુરતમાં સખવાળા પરિવાર ભારે આર્થિક અને માનસિક સંકટમાં મુકાઈ ગયો છે. રમણિકભાઈના વૃદ્ધ પિતા કાળુભાઈ ખેતી કામ સાથે સંકળાયેલા છે, જેમને શરૂઆતમાં પુત્ર ગુમ હોવાની જાણ પણ કરવામાં આવી નહોતી. બીજી તરફ, ઘરનો ગુજારો ચલાવવા અને 16 વર્ષના પુત્ર હેમિલના અભ્યાસનો ખર્ચ કાઢવા માટે પત્ની શીતલબેને સિવણ કામ શરૂ કરવું પડ્યું છે. પરિવાર પાસે રશિયન સેનાની ભરતીના કેટલાક પોસ્ટરો અને પાસપોર્ટની વિગતો ઉપલબ્ધ છે, જેના આધારે તેઓ પોતાના વ્હાલસોયા પુત્ર, પતિ અને પિતાની ભાળ મેળવવા માટે રાત-દિવસ એક કરી રહ્યા છે.

રમણિકભાઈના ભાઈ મહેશભાઈ સખવાળાએ કહ્યું કે, મારો ભાઈ છેલ્લા દોઢ વર્ષથી રશિયામાં હતો અને છઠ્ઠા મહિનામાં તેણે મિલિટરી જોઈન કરી હતી. શરૂઆતના 20 દિવસ સંપર્ક રહ્યો, પણ ત્યારબાદ છેલ્લા 4 મહિનાથી કોઈ જ સંપર્ક નથી. છેલ્લે ભાભી સાથે વાત થઈ ત્યારે તેણે કહ્યું હતું કે નેટવર્કમાં આવીશ ત્યારે સામેથી ફોન કરીશ. અમે ભારતમાં રશિયન એમ્બેસી, મોસ્કો ખાતેની ઇન્ડિયન એમ્બેસી, PMO ઓફિસ, વિદેશ મંત્રાલય અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી ત્યાંથી માત્ર તપાસ ચાલી રહી છે તેવા જ જવાબો મળી રહ્યા છે.

surat-man2
divyabhaskar.co.in

રમણિકભાઈની પત્ની શીતલબેન જણાવ્યું કે, છેલ્લે 24 જૂને વાત થઈ હતી ત્યારે તેણે કહ્યું હતું કે આજથી અમારી ટ્રેનિંગ ચાલુ થાય છે. એટલે હમણાં થોડો સમય નેટવર્ક ઇશ્યૂ રહેશે, પછી નેટવર્કમાં આવીશ એટલે તરત ફોન કરીશ. અમારે ખાલી ફૂડ ટ્રાન્સફરનું કામ કરવાનું છે. મેં પૂછ્યું હતું કે, યુદ્ધમાં જવાનું છે? તો તેણે ના પાડી હતી કે એવું કંઈ નથી. જોકે, એક દિવસ તેણે કહ્યું હતું કે આજે સેફ્ટી માટે ગન ચલાવતા શીખવાડી હતી. તેણે પોતાના ટ્રેનર અર્જૂન (શ્રીલંકન)નો નંબર આપ્યો હતો અને બેન્ક કાર્ડ પણ તેની પાસે જ હોવાનું કહ્યું હતું.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે ભારતીય નાગરિકોને લોભામણી નોકરીઓની લાલચ આપીને જોખમી વિસ્તારોમાં મોકલવાના કિસ્સાઓ અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. રમણિકભાઈના કિસ્સામાં પણ ફૂડ સપ્લાય અને સપોર્ટ સ્ટાફના બહાને તેને યુદ્ધ ક્ષેત્રે ધકેલી દેવાયા હોવાની પ્રબળ આશંકા પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો પરિવારજનો કેન્દ્ર સરકાર, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વડાપ્રધાન કાર્યાલય (PMO) સમક્ષ કરગરી રહ્યા છે કે, રશિયન અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરે વાતચીત કરીને રમણિકભાઈની કોઈ ભાળ મેળવવામાં આવે અને તેને સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં મદદ કરવામાં આવે.

10 મહિના અગાઉ મોરબીના એક યુવકનો પણ વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે યુક્રેનની જેલમાં ફસાયો હોવાનો અને રશિયામાં દગો થયાની વાત કરતો હતો. મોરબીમાં રહેતા યુવકના માતા દ્વારા પોતાના પુત્રને પરત લાવવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

સુરતનો પાટીદાર યુવાન રશિયામાં 4 મહિનાથી ગુમ, પત્નીને ફોન કરી કહેલું- હું બોર્ડર પર જાવ છું, જો...

સુરતથી રમણિક સખવાળા નામનો 39 વર્ષીય પાટીદાર યુવાન રોજગાર માટે રશિયા ગયો હતો. અને પછી તે રશિયન આર્મીમાં જોડાયો હતો....
Gujarat 
સુરતનો પાટીદાર યુવાન રશિયામાં 4 મહિનાથી ગુમ, પત્નીને ફોન કરી કહેલું- હું બોર્ડર પર જાવ છું, જો...

પોતાના જ ડિપાર્ટમેન્ટ સામે વિરોધ પ્રદર્શન કરનારા દિલ્હીના ACPએ કહ્યું- પોલીસ સ્ટેશનની અંદર સુરક્ષિત નથી, તો પછી બીજાની સુરક્ષા કેવી રીતે કરીશું

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે આસિસ્ટન્ટ કમિશનર (ACP) મનસ્વી વશિષ્ઠને સસ્પેન્ડ કરી દીધા છે. વકીલો સાથેની ઘર્ષણની ઘટના બાદ...
National 
પોતાના જ ડિપાર્ટમેન્ટ સામે વિરોધ પ્રદર્શન કરનારા દિલ્હીના ACPએ કહ્યું- પોલીસ સ્ટેશનની અંદર સુરક્ષિત નથી, તો પછી બીજાની સુરક્ષા કેવી રીતે કરીશું

SIR બાદ 5 રાજ્યોમાં 2.29 કરોડ મતદારો ઓછા થયા, એકલા ઉત્તર પ્રદેશમાં જ 2 કરોડથી વધુ મતદારો ઘટ્યા

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) બાદ મતદારોની સંખ્યામાં મોટો...
National 
SIR બાદ 5 રાજ્યોમાં 2.29 કરોડ મતદારો ઓછા થયા, એકલા ઉત્તર પ્રદેશમાં જ 2 કરોડથી વધુ મતદારો ઘટ્યા

દિવાળી પહેલા આ 7 સીટર ઇલેક્ટ્રિક કાર રૂ. 4 લાખ સસ્તી થઈ

ભારતીય બજારમાં 7 સીટર ઇલેક્ટ્રિક કારની બમ્પર માંગને જોઈને, વિયેતનામી કંપની VinFastએ તેની ઇલેક્ટ્રિક MPV, VF MPV 7...
Tech and Auto 
દિવાળી પહેલા આ 7 સીટર ઇલેક્ટ્રિક કાર રૂ. 4 લાખ સસ્તી થઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.