SIR બાદ 5 રાજ્યોમાં 2.29 કરોડ મતદારો ઓછા થયા, એકલા ઉત્તર પ્રદેશમાં જ 2 કરોડથી વધુ મતદારો ઘટ્યા

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) બાદ મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. ચૂંટણી પંચ અને આ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, SIR અગાઉ આ પાંચ રાજ્યોમાં આશરે 18.71 કરોડ મતદારો હતા; જેમની સંખ્યા અંતિમ મતદાર યાદીમાં ઘટીને આશરે 16.43 કરોડ રહી ગઇ છે. એટલે કે કુલ મતદારોની સંખ્યામાં લગભગ 2.29 કરોડ અથવા 12.2 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ અસર ઉત્તર પ્રદેશમાં જોવા મળી છે. ત્યાં મતદારોની સંખ્યામાં આશરે 2.04 કરોડનો ઘટાડો થયો છે, જે પાંચેય રાજ્યોમાં થયેલા કુલ ઘટાડાના લગભગ 90 ટકા છે. ઉત્તર પ્રદેશમાં SIR પહેલાં 15.44 કરોડ મતદારો હતા. ડ્રાફ્ટ યાદીમાં આ આંકડો ઘટીને 12.56 કરોડ થઈ ગયો હતો. જોકે, ત્યારબાદ લગભગ 84 લાખ નામો ફરીથી અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવ્યા, જેનાથી મતદારોની કુલ સંખ્યા 13.40 કરોડ થઈ ગઇ. આમ છતાં, રાજ્યના કુલ મતદારોની સંખ્યામાં 13.24 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

પંજાબમાં SIR પહેલાં 2.15 કરોડ મતદારો હતા. ડ્રાફ્ટ યાદીમાં આ સંખ્યા ઘટીને 1.94 કરોડ થઈ ગઈ હતી. અંતિમ યાદીમાં 7 લાખનામો ફરી જોડાયા બાદ, મતદારોની અંતિમ સંખ્યા 2.01 કરોડ પર પહોંચી હતી. અહીં મતદારોની સંખ્યામાં કુલ 14 લાખ એટલે કે 6.34 ટકાનો ઘટાડો નોંધાયો. ડ્રાફ્ટ યાદીમાંથી હટાવવામાં આવેલા આશરે 21 લાખ નામોમાંથી લગભગ 34 ટકા નામોને બાદમાં ફરીથી સામેલ કરવામાં આવ્યા હતા. ઉત્તરાખંડમાં SIR 80 લાખ મતદારો હતા. ડ્રાફ્ટ યાદીમાં આ સંખ્યા 71 લાખ રહી ગઇ, જ્યારે અંતિમ યાદીમાં તે વધીને 72 લાખ થઇ ગઇ. અહીં કુલ આશરે 8 લાખ એટલે કે 10.07 ટકાનો મતદારો ઓછા થયા. ડ્રાફ્ટ યાદીમાંથી દૂર કરાયેલા નામોમાંથી માત્ર 3 ટકા જેટલા નામો જ ફરીથી જોડવામાં આવ્યા.

SIR2
punjabitribuneonline.com

મણિપુરમાં SIR પહેલાં આશરે 20.9 લાખ મતદારો હતા. ડ્રાફ્ટ યાદીમાં આ સંખ્યા ઘટીને 19.3 લાખ થઈ ગઈ અને અંતિમ યાદીમાં વધીને 19.6 લાખ થઈ. રાજ્યમાં કુલ 1.3 લાખ એટલે કે 6.33 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ડ્રાફ્ટ યાદીમાંથી દૂર કરાયેલા નામોમાંથી આશરે 17 ટકા નામોનો ફરીથી સમાવેશ કરવામાં આવ્યો હતો.

ગોવામાં, SIR પહેલાં 11.85 લાખ મતદારો હતા. ડ્રાફ્ટ યાદીમાં આ સંખ્યા ઘટીને 10.85 લાખ અને અંતિમ યાદીમાં વધુ ઘટીને 10.58 લાખ થઈ ગઈ. અહીં આશરે 1.3 લાખ એટલે કે 10.76 ટકા મતદારોનો ઘટાડો નોંધાયો હતો. આ પાંચ રાજ્યોમાં ગોવા એકમાત્ર એવું રાજ્ય હતું જ્યાં અંતિમ મતદાર યાદીમાં નામોની સંખ્યા ડ્રાફ્ટ યાદીની સરખામણીમાં ઓછી હતી; જે નામો દૂર કરવામાં આવ્યા હતા, તેમાંથી એક પણ નામ ફરીથી ઉમેરવામાં આવ્યું નહોતું.

આ પાંચ રાજ્યોમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણી પંચે તાજેતરમાં જ 17 રાજ્યોમાં 'સ્પેશિયલ સમરી રિવિઝન' (SSR) હાથ ધરવાનો આદેશ આપતા કહ્યું હતું કે આ પાંચ રાજ્યોમાં ચૂંટણી આવતા વર્ષની શરૂઆતમાં યોજાઈ શકે છે. ચૂંટણી પહેલાં ચાલી રહેલા પુનઃનિરીક્ષણનો ઉદ્દેશ્ય એવા મતદારોને વધુ એક તક આપવાનો છે, જેમનાં નામ મતદાર યાદીમાં રહી ગયાં છે. આ ઉપરાંત 1 જાન્યુઆરી સુધીમાં 18 વર્ષની વય પૂર્ણ કરનારા યુવાનોને પણ મતદાર યાદીમાં નામ નોંધાવવાની અને ચૂંટણીમાં મતદાન કરવાની તક મળશે.

SIR
indiatoday.in

ઉત્તર પ્રદેશની 403 સભ્યોવાળી વિધાનસભાનો કાર્યકાળ આગામી વર્ષે 22 મેના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. તો મણિપુરની 60, ગોવાની 40, પંજાબની 117 સભ્યો અને ઉત્તરાખંડની 70 સભ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ માર્ચ 2027માં અલગ-અલગ તારીખોએ પૂર્ણ થશે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની જોગવાઈઓ હેઠળ, ચૂંટણી પંચ વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થવાના 6 મહિના પહેલાં સુધીમાં ચૂંટણી કરાવી શકે છે.

ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે, પંચના અધિકારીઓ આ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે અને ચૂંટણીની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકો કરી રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં મણિપુર, ઉત્તરાખંડ અને પંજાબમાં ચૂંટણીની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકો થઇ ચૂકી છે. આ બેઠકોમાં ચૂંટણીની તૈયારી સાથે જોડાયેલા વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

About The Author

Top News

સુરતનો પાટીદાર યુવાન રશિયામાં 4 મહિનાથી ગુમ, પત્નીને ફોન કરી કહેલું- હું બોર્ડર પર જાવ છું, જો...

સુરતથી રમણિક સખવાળા નામનો 39 વર્ષીય પાટીદાર યુવાન રોજગાર માટે રશિયા ગયો હતો. અને પછી તે રશિયન આર્મીમાં જોડાયો હતો....
Gujarat 
સુરતનો પાટીદાર યુવાન રશિયામાં 4 મહિનાથી ગુમ, પત્નીને ફોન કરી કહેલું- હું બોર્ડર પર જાવ છું, જો...

પોતાના જ ડિપાર્ટમેન્ટ સામે વિરોધ પ્રદર્શન કરનારા દિલ્હીના ACPએ કહ્યું- પોલીસ સ્ટેશનની અંદર સુરક્ષિત નથી, તો પછી બીજાની સુરક્ષા કેવી રીતે કરીશું

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે આસિસ્ટન્ટ કમિશનર (ACP) મનસ્વી વશિષ્ઠને સસ્પેન્ડ કરી દીધા છે. વકીલો સાથેની ઘર્ષણની ઘટના બાદ...
National 
પોતાના જ ડિપાર્ટમેન્ટ સામે વિરોધ પ્રદર્શન કરનારા દિલ્હીના ACPએ કહ્યું- પોલીસ સ્ટેશનની અંદર સુરક્ષિત નથી, તો પછી બીજાની સુરક્ષા કેવી રીતે કરીશું

SIR બાદ 5 રાજ્યોમાં 2.29 કરોડ મતદારો ઓછા થયા, એકલા ઉત્તર પ્રદેશમાં જ 2 કરોડથી વધુ મતદારો ઘટ્યા

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) બાદ મતદારોની સંખ્યામાં મોટો...
National 
SIR બાદ 5 રાજ્યોમાં 2.29 કરોડ મતદારો ઓછા થયા, એકલા ઉત્તર પ્રદેશમાં જ 2 કરોડથી વધુ મતદારો ઘટ્યા

દિવાળી પહેલા આ 7 સીટર ઇલેક્ટ્રિક કાર રૂ. 4 લાખ સસ્તી થઈ

ભારતીય બજારમાં 7 સીટર ઇલેક્ટ્રિક કારની બમ્પર માંગને જોઈને, વિયેતનામી કંપની VinFastએ તેની ઇલેક્ટ્રિક MPV, VF MPV 7...
Tech and Auto 
દિવાળી પહેલા આ 7 સીટર ઇલેક્ટ્રિક કાર રૂ. 4 લાખ સસ્તી થઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.