SIR બાદ ચૂંટણી પંચ ગુજરાત સહિત 17 રાજ્યોમાં કરાવશે SSR, જાણો આ બંને વચ્ચે શું અંતર છે?

ચૂંટણી પંચે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓને અપડેટ કરવા માટે 'સ્પેશિયલ સમરી રિવિઝન' (SSR) કરાવવાની જાહેરાત કરી છે. તેનો ઉદ્દેશ્ય નવા મતદારોને ઉમેરવાનો, હાલની યાદીઓમાં રહેલી ભૂલોને સુધારવાનો અને મતદાર યાદીઓને અપડેટ કરવાનો છે. દેશભરમાં ચાલી રહેલી 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) અંગેના વિવાદ વચ્ચે, હવે SSRની ચર્ચા થઇ રહી છે. એવામાં સવાલ થાય છે કે, SSR એટલે શું, અને તે SIRથી કેવી રીતે અલગ છે? ચાલો તેને સરળ ભાષામાં સમજીએ.

શું છે SSR?

SSR એટલે કે સ્પેશિયલ સમરી રિવિઝન છે. આ મતદાર યાદીઓને અપડેટ કરવાની એક નિયમિત પ્રક્રિયા છે, જેના દ્વારા નવા પાત્ર મતદારોને યાદીમાં સામેલ કરવામાં આવે છે. આ ઉપરાંત, મતદાર યાદીમાં પહેલેથી નોંધાયેલા મતદારોના નામ, સરનામું અથવા અન્ય વિગતોમાં રહેલી ભૂલોને સારી કરવામાં આવે છે. સાથે જ, જો કોઇ પાત્ર નાગરિકોનું નામ મતદાર યાદીમાં નથી, તો તે પોતાનું નામ ઉમેરાવવા માટે અરજી કરી શકે છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા માટે 1 જાન્યુઆરી, 2027ને પાત્રતા તારીખ (qualifying date) માનવામાં આવશે. આનો અર્થ એ છે કે જે આ તારીખ સુધીમાં 18 વર્ષની વય પૂર્ણ કરે છે અને અન્ય જરૂરી શરતો પૂરી કરનારા ભારતીય નાગરિકો મતદાર તરીકે નોંધણી કરાવવા માટે પાત્ર છે.

photo_2026-10-16_11-54-52
x.com/ANI

SSR અને SIR વચ્ચે શું તફાવત છે?

ચૂંટણી પંચના મતે, મતદાર યાદીને સચોટ અને અપડેટ રાખવા માટે SIR અને SSR કરાવવામાં આવે છે. બંને પ્રક્રિયાઓનો હેતું સચોટ અને અફડેટ રાખવાનું છે, પરંતુ તેમની કાર્યપદ્ધતિમાં તફાવત છે.

SIRમાં મતદાર યાદીની ઊંડાણપૂર્વક તપાસ અને પાત્રતાની ચકાસણી કરવામાં આવે છે, જ્યારે SSRમાં મતદાર યાદીને અપડેટ કરવી અને ભૂલો સુધારવાની હોય છે.

SIRમાં વ્યાપક સ્તર પર મતદારોની માહિતીની ચકાસણી કરવામાં આવે છે, જ્યારે SSRમાં હાલની મતદાર યાદીના આધારે જરૂરી ફેરફારો કરવામાં આવે છે

SIRમાં નિર્ધારિત પ્રક્રિયાને હેઠળ નામો જોડવામાં આવે છે, જ્યારે SSRમાં નવા પાત્ર મતદારોના નામો જોડવામાં આવે છે

SIRમાં ચકાસણી દરમિયાન માહિતીની તપાસ કરવામાં આવે છે, જ્યારે SSRમાં નામ, સરનામાં અને અન્ય વિગતોમાં સુધારા કરવામાં આવે છે

SIRમાં અપાત્ર અથવા ખોટી નોંધની તપાસ બાદ નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે SSRમાં દાવાઓ, આપત્તિઓ અને નિર્ધારિત નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.

SIR વધુ વિગતવાર અને સઘન હોય છે, જ્યારે SSR અપેક્ષાકૃત સંક્ષિપ્ત અને નિયમિત અપડેટ્સ પર કેન્દ્રિત હોય છે

SIRમાં મતદાર યાદીની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે, જ્યારે SSRમાં મતદાર યાદીમાં જરૂરી અપડેટ્સ અને સુધારા કરવામાં આવે છે.

SSR માટે ક્યારે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે?

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મતદાર યાદીનો પ્રાથમિક ડ્રાફ્ટ મતદાર યાદી 12 નવેમ્બર, 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ, નાગરિકોને યાદીમાં તેમના નામ અને અન્ય વિગતો તપાસવાની તક મળશે. ડ્રાફ્ટ યાદી જાહેર થયા પછી, 11 ડિસેમ્બર, 2026 સુધી દાવા અને આપત્તિઓ રજૂ કરી શકાશે. આ દરમિયાન, પાત્ર નાગરિકો પોતાનું નામ ઉમેરાવવા માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત, જો મતદાર યાદીમાં નોંધાયેલા નામો, સરનામાં અથવા અન્ય માહિતીમાં કોઈ ભૂલ હોય, તો સંબંધિત વ્યક્તિઓ સુધારા માટે અરજી કરવાની તક મળશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, દાવા અને આપત્તિઓની તપાસ તથા તેને સુધાર્યા બાદ, અંતિમ મતદાર યાદી 4 જાન્યુઆરી, 2027ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.

SIR
newindianexpress.com

આ વખતની પ્રક્રિયામાં યુવાનો માટે 18 વર્ષના થતા પહેલાં જ અરજી કરવાની સુવિધા છે. ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર, 1  જાન્યુઆરી ઉપરાંત 1 એપ્રિલ, 1 જુલાઈ અથવા 1 ઓક્ટોબર, 2027 સુધીમાં 18 વર્ષની વય પૂર્ણ કરશે, તેઓ અગાઉથી અરજી કરી શકે છે એટલે કે યુવાનો 2027ના પછીના ત્રિમાસિક ગાળા દરમિયાન 18 વર્ષના થશે, તેઓ પણ નિર્ધારિત પ્રક્રિયા હેઠળ અરજી કરી શકે છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પહેલા ચરણમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, મણિપુર, બિહાર, તમિલનાડુ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, કેરળ, આસામ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, અંદમાન અને નિકોબાર ટાપુઓ તથા લક્ષદ્વીપમાં SSR હાથ ધરવામાં આવશે. તો, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SSR પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અથવા તાજેતરમાં પૂર્ણ થઈ છે, ત્યાં SSR માટે અલગ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

હવે રસોઈ ગેસમાં પણ મિક્સ કરાશે હાઇડ્રોજન, PNGમાં 5 ટકા સુધી ઉમેરવાની તૈયારી શરુ, કિંમતો વધી શકે છે

પેટ્રોલમાં ઇથેનોલ ભેળવ્યા પછી, રસોઈ ગેસમાં મિશ્રણ કરવાનું પણ શક્ય છે. ઘરોમાં પૂરા પાડવામાં આવતા પાઇપ્ડ નેચરલ ગેસ (...
Business 
હવે રસોઈ ગેસમાં પણ મિક્સ કરાશે હાઇડ્રોજન, PNGમાં 5 ટકા સુધી ઉમેરવાની તૈયારી શરુ, કિંમતો વધી શકે છે

ઘરમાં હતો પિતાનો શવ અને પરિવાર સંપત્તિ માટે ઝઘડી રહ્યો હતો, 3 દિવસ બાદ થયેલા અંતિમ સંસ્કારની કહાની

સોમવારની રાત હતી. તેલંગાણાના રાજન્ના સિરસિલ્લા જિલ્લામાં આવેલા કોનાયાપલ્લી ગામમાં, 80 વર્ષીય કોનકાટી ચંદ્રૈયાનું અવસાન થઇ ગયું હતું. વયસંબંધિત...
National 
ઘરમાં હતો પિતાનો શવ અને પરિવાર સંપત્તિ માટે ઝઘડી રહ્યો હતો, 3 દિવસ બાદ થયેલા અંતિમ સંસ્કારની કહાની

પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધા બાદ ત્યાં સાપ છોડીને દુર્ઘટનામાં ખપાવી દેનારી પત્નીને મૃ*ત્યુદંડની સજા

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં ચર્ચાસ્પદ રહેલા અમિત કશ્યપ હત્યા કેસમાં, કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો, જેમાં પત્ની રવિતા...
National 
પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધા બાદ ત્યાં સાપ છોડીને દુર્ઘટનામાં ખપાવી દેનારી પત્નીને મૃ*ત્યુદંડની સજા

ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી 36 લોકોના જીવ ગયા બાદ જે અધિકારીને પદ પરથી હટાવી દેવાયેલા, એનું પ્રમોશન થઈ ગયું, કલેક્ટર બની ગયા

મધ્ય પ્રદેશમાં પશાસનિક સ્તરે થયેલા મોટા ફેરફારો અને ઇન્દોરમાં રહેલા એક અધિકારીને રાયસેનના કલેક્ટર બનાવવા પર બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ...
National 
ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી 36 લોકોના જીવ ગયા બાદ જે અધિકારીને પદ પરથી હટાવી દેવાયેલા, એનું પ્રમોશન થઈ ગયું, કલેક્ટર બની ગયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.