જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ CJPના વિરોધ પ્રદર્શન અગાઉ અભિજીત દીપકેએ 4 મોટી માંગણીઓ કરી

'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના વડા અભિજીત દીપકેએ ગુરુવારે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે ચૂંટણી પંચમાં આંતરિક મતભેદો અને SIRના મુદ્દે CEC જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધ્યું હતું. દીપકેએ આકરા પ્રહારો કરતા કહ્યું કે જ્ઞાનેશ કુમાર ચૂંટણી કમિશનરના હોદ્દા માટે લાયક નથી, પરંતુ દેશના ગદ્દાર છે. તેમણે જ્ઞાનેશ કુમારને દેશના સૌથી મોટા ગદ્દાર ગણાવ્યા. તેમના રાજીનામાની માંગ માટે આજથી દેશવ્યાપી આંદોલન શરૂ થશે, જેની શરૂઆત મુંબઈના શિવાજી પાર્કના ગેટ નંબર 6થી થશે. દીપકેએ તમામ નાગરિકોને વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભાગ લેવા અપીલ કરી અને ભારપૂર્વક જણાવ્યું કે આ આંદોલનનો ઉદ્દેશ્ય દેશના લોકશાહીનું રક્ષણ કરવાનો છે.

દીપકેએ કહ્યું કે આ સરમુખત્યારશાહી સિવાય બીજું કંઈ નથી. આ ભય છે, માત્ર ભય. તેઓ જાણે છે કે દેશ નારાજ છે અને હવે ચૂપ નહીં રહે. તેથી તેઓ ધમકીઓ આપી રહ્યા છે અને ચેતવણી આપી રહ્યા છે કે જે કોઈ વિરોધ કરશે તો તેને ત્રણ દિવસ પછી જ જામીન મળશે. મુખ્યમંત્રીએ શું કહ્યું? જો તમે વિરોધ કરો છો, તો યાદ રાખો કે વિરોધ કરવા બહાર નીકળતા પહેલા જાણી લો કે જામીન ત્રણ દિવસ પછી જ મળશે.

abhijit1
indiatoday.in

અભિજીત દીપકેની ચાર મુખ્ય માંગણીઓ:

જ્ઞાનેશ કુમાર સામે ફોજદારી કેસ દાખલ થવો જોઈએ.

SIR પ્રક્રિયા રોકવામાં આવે.

2025ની મતદાર યાદીનો ઉપયોગ કરીને ચૂંટણી થાય.

નવા CECની નિમણૂક માટે એક સ્વતંત્ર સંસ્થાની રચના થવી જોઈએ.

CJPના વડા અભિજીત દીપકેએ કહ્યું કે, અમે શુક્રવારથી CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઇને વિરોધ પ્રદર્શન મુંબઈમાં શરૂ કરીશુ. અમારી માંગણીઓ છે કે તેમની સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવે, SIR પ્રક્રિયા અટકાવવામાં આવે, 2025ની મતદાર યાદીનો ઉપયોગ કરીને ચૂંટણી કરાવવામાં આવે અને નવા CECની પસંદગી સ્વતંત્ર સંસ્થા દ્વારા કરવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી CEC તેમના પદ પરથી રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

abhijit
millenniumpost.in

મુંબઈમાં વિરોધ પ્રદર્શન માટેની મંજૂરી ન મળવા અંગે અભિજીત દીપકેએ કહ્યું કે, જો દેવેન્દ્ર ફડણવીસ શિવાજી પાર્કમાં રાજકીય રેલી કરી શકે છે, તો અમે વિરોધ પ્રદર્શન કેમ ન કરી શકીએ? વિરોધ પ્રદર્શન એ મૂળભૂત રીતે સત્તામાં રહેલા લોકો સામે અસંમતિ વ્યક્ત કરવાની રીત છે. એક નાગરિક તરીકે મને આમ કરવાનો અધિકાર છે. દીપકેએ એમ પણ જણાવ્યું હતું કે જો અમારી માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે, તો ઓક્ટોબરના અંતથી દિલ્હીના જંતર-મંતર ખાતે આંદોલન શરૂ કરવામાં આવશે. અભિજીત દીપકે ઉપરાંત, 'કોકરોચ જનતા પાર્ટી'ના અન્ય પદાધિકારીઓ પણ મુંબઈ પહોંચી ગયા છે.

કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન અંગે વાત કરતા CJPના સંસ્થાપક અભિજીત દીપકેએ પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે અગાઉ કોંગ્રેસ પક્ષના સમર્થનમાં અહીં જે પ્રદર્શન થયા હતા, ત્યારે પોલીસે સંપૂર્ણ સહયોગ કર્યો હતો. એટલે મને લાગે છે કે અમારું વિરોધ પ્રદર્શ શાંતિપૂર્ણ છે, સફળ રહેશે અને પોલીસ તેમાં સંપૂર્ણ સહયોગ આપશે.

About The Author

Related Posts

Top News

FASTagના નિયમોમાં મોટા ફેરફાર! 5 વર્ષ સુધી કોઈ આ લોકોની ચિંતા ખતમ; જાણો વિગતો

સરકારે હાઈવે ટોલ પ્લાઝા પરથી પસાર થતા દિવ્યાંગ વ્યક્તિઓ (PwD) માટે FASTagના નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. હવે...
FASTagના નિયમોમાં મોટા ફેરફાર! 5 વર્ષ સુધી કોઈ આ લોકોની ચિંતા ખતમ; જાણો વિગતો

ચડ્ડીધારી ગેંગના 5 લોકો ઝડપાયા, શરીર પર તેલ લગાવીને ભાગતા, બાવળીયામાં છૂપાઈ જતા

પશ્ચિમ કચ્છ LCBને આંતરરાજ્ય કુખ્યાત ચડ્ડીધારી ગેંગના 5 આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે, જેમાં ગેંગના લીડરનો પણ...
Gujarat 
ચડ્ડીધારી ગેંગના 5 લોકો ઝડપાયા, શરીર પર તેલ લગાવીને ભાગતા, બાવળીયામાં છૂપાઈ જતા

ફોર્મ 6 માં ફેરફાર કરવાનો આદેશ કોણે આપ્યો? રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને TCSની ભૂમિકા સામે ઉઠાવ્યા સવાલો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) માં કથિત ગડબડીઓને લઈને ચૂંટણી પંચ પર પોતાના હુમલા વધુ તેજ...
National 
ફોર્મ 6 માં ફેરફાર કરવાનો આદેશ કોણે આપ્યો? રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને TCSની ભૂમિકા સામે ઉઠાવ્યા સવાલો

માત્ર 14% લોકો જ UPI ચાર્જ ચૂકવવા તૈયાર... સર્વે મુજબ ગ્રાહકો પેમેન્ટની પદ્ધતિ બદલશે

'ડિજિટલ ઈન્ડિયા'ના આ યુગમાં આપણે શાકભાજીના વિક્રેતાઓથી લઈને મોટા શૉરૂમ સુધી દરેક જગ્યાએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ...
Business 
માત્ર 14% લોકો જ UPI ચાર્જ ચૂકવવા તૈયાર... સર્વે મુજબ ગ્રાહકો પેમેન્ટની પદ્ધતિ બદલશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.