'અભિજીત દિપકેને વિદેશ મોકલવા પૈસા ક્યાંથી આવ્યા?' CJP ફાઉન્ડરના પિતાની સંપત્તિ અંગે તપાસની માંગ જાણો કોણે કરી

સુરતના એક RTI કાર્યકર્તાએ અભિજીત દિપકેના પિતાની સંપત્તિ અને CJP માટે જાહેર કરાયેલ 'લીગલ ડિફેન્સ ફંડની નાણાકીય તપાસની માંગ કરી છે. RTI કાર્યકર્તા અમિત તિવારીએ શનિવારે જણાવ્યું હતું કે તેમણે આ બાબતે ચૂંટણી પંચ અને કેન્દ્રીય GST અધિકારીઓને પત્ર લખ્યો છે.

આ સમગ્ર મામલદ્દો NEET પેપર લીક કૌભાંડના વિરોધમાં કરનારા CJP કાર્યકર્તાઓને મળેલી કાનૂની મદદ અને ભંડોળ સાથે સંબંધિત છે. અમિત તિવારીએ અભિજીત દિપકેના પિતા ભગવાનરાવ દિપકની નાણાકીય સ્થિતિની તપાસની માંગ કરી છે. ભગવાનરાવ દિપક મહારાષ્ટ્ર સરકારના નિવૃત્ત કર્મચારી છે. તિવારીનું કહેવું છે કે એક નિવૃત્ત સરકારી કર્મચારી પોતાના પુત્રને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ મોકલવા માટે સક્ષમ કેવી રીતે રહ્યા. તેની તપાસ થવી જોઈએ.

Abhijeet-Dipke1
reuters.com

આ સાથે જ, અમિત તિવારીએ CJPની કાનૂની અસ્તિત્વ અંગે ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, કોકરોચ જનતા પાર્ટી એક નોન-રજિસ્ટર્ડ સંસ્થા છે, પરંતુ તે એક રાજકીય પક્ષની જેમ કાર્ય કરી રહી છે. જો તેને 'લીગલ ડિફેન્સ ફંડ' તરીકે ₹1 કરોડ મળી રહ્યા છે, તો ચૂંટણી પંચે ચકાસવું જોઈએ કે CJP જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 29A હેઠળ નોંધાયેલ છે કે નહીં.

Photo-(2)

તિવારીએ વધુમાં જણાવ્યું હતું કે જો તે નોંધાયેલ નથી, તો રાજકીય પક્ષની આડમાં તેના સંચાલન અને ભંડોળ એકત્ર કરવાની પ્રવૃત્તિઓ તપાસનો વિષય છે. RTI કાર્યકર્તાએ સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ (CBEC)ને પણ પત્ર લખ્યો છે. તેમણે વરિષ્ઠ વકીલ અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલ દ્વારા જાહેર કરાયેલ ₹1 કરોડના ભંડોળ પર 18% GST ચૂકવવાની તપાસની માંગ કરી છે.

Abhijeet-Dipke
etvbharat.com

નોંધનીય છે કે કપિલ સિબ્બલે NEET પેપર લીક કેસના સંદર્ભમાં દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા CJP પ્રદર્શનકારીઓને કાનૂની સહાય પૂરી પાડવા માટે ₹1 કરોડનું યોગદાન આપવાની જાહેરાત કરી હતી. હવે, આ રકમ પર કર જવાબદારી અંગે પ્રશ્નો ઉભા કરી દીધા છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 21-09-2026 દિવસ: સોમવાર મેષ: આશાવાદી વલણ અપનાવશો તો દરેક કાર્યમાં સિદ્વિ પ્રાપ્ત થશે, મિત્રથી મિલન થાય, પ્રવાસનું આયોજન થાય....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રોહિત શર્મા જ નહીં, પણ VVS લક્ષ્મણ સાથેની તકરાર પણ ભારે પડી! જાણો કેમ BCCIએ અજીત અગરકરને હટાવ્યા

ભારતીય સીનિયર પુરુષ ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ (ચીફ સિલેક્ટર) તરીકે અજીત અગરકરનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. અગરકર છેલ્લા ત્રણ...
National 
રોહિત શર્મા જ નહીં, પણ VVS લક્ષ્મણ સાથેની તકરાર પણ ભારે પડી! જાણો કેમ BCCIએ અજીત અગરકરને હટાવ્યા

ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ

મહારાષ્ટ્રના વિખે પરિવાર સાથે સંકળાયેલા નીલા વિખે પાટીલ સ્વીડનની સંસદમાં ચૂંટાયા છે. ભારતીય મૂળના નીલા પાટીલને સ્વીડનની 'ગ્રીન પાર્ટી...
World 
ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ

જંતર મંતર પર E20 વિરુદ્ધ પ્રદર્શન કરનારા તહસીન પૂનાવાલાને પોલીસ ઉઠાવી ગઈ

પૂનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ પોલીસ બેરિકેડ્સ તોડતા જોવા મળે છે....
National 
જંતર મંતર પર E20 વિરુદ્ધ પ્રદર્શન કરનારા તહસીન પૂનાવાલાને પોલીસ ઉઠાવી ગઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.