અશ્વગંધાના પાંદડા પર FSSAIએ પ્રતિબંધ શા માટે લગાવ્યો? તેના મૂળિયા ખાવાના ફાયદા અને આડઅસરો વિશે જાણો

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ ખાદ્યપદાર્થો અને પીણાં પર દેખરેખ વધારી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી અનેક ભેળસેળયુક્ત ઉત્પાદનો પકડાઈ રહ્યા છે, ત્યાર પછી, FSSAIએ હવે અશ્વગંધાના પાંદડાના ઉપયોગ પર સીધો પ્રતિબંધ મૂકી દીધો છે. તેમણે કડક સૂચનાઓ બહાર પાડી છે કે, અશ્વગંધાનો ઉપયોગ ફક્ત તેના મૂળ અને અર્ક સુધી મર્યાદિત હોવો જોઈએ, પાંદડાનો ઉપયોગ કર્યો તો તે કંપનીઓ પર કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, અશ્વગંધાનો ઉપયોગ, ભલે તે કાચા હોય કે તેના અર્કમાં તેની પરવાનગી આપવામાં આવતી નથી. FSSAIની સાથે, આયુષ મંત્રાલયે પણ દવાઓ બનાવતી અને તેને લગતા ઉત્પાદક બનાવતી કંપનીઓને આ જ પ્રકારની સૂચનાઓ મોકલી આપવામાં આવી છે.

05

એક નિર્દેશિકા બહાર પાડીને, સરકારે તમામ આરોગ્ય પૂરક કંપનીઓને તેમના ખાદ્ય ઉત્પાદનોમાં વપરાતા અશ્વગંધાની ટકાવારી લેબલ પર સ્પષ્ટપણે જણાવવાનો નિર્દેશ આપ્યો છે.

અશ્વગંધા આયુર્વેદમાં સૌથી શક્તિશાળી અને જાણીતી ઔષધિઓમાંની એક છે. પ્રાચીન કાળથી લોકો તેનો ઔષધીય ઉપયોગ કરી રહ્યા છે. 'અશ્વગંધા' શબ્દ બે સંસ્કૃત શબ્દો: અશ્વ (ઘોડો) અને ગંધ (ગંધ) પરથી આવ્યો છે. એવું કહેવાય છે કે, તેમાંથી ઘોડાના પરસેવા જેવી ગંધ આવે છે, અને તેને ખાવાથી તેના જેવી શક્તિ મળે છે. તેનો છોડ નાનો અને પાંદડાવાળો હોય છે, જેને પીળા ફૂલો અને લાલ ફળો આવતા હોય છે. તેના મૂળિયાંનો ઉપયોગ સદીઓથી આયુર્વેદમાં કરવામાં આવે છે અને તેને ફાયદાકારક માનવામાં આવે છે.

અશ્વગંધાનાં પાંદડાઓમાં ઉચ્ચ સ્તરનું રિએક્ટિવ વિથાનોલાઇડ્સ હોય છે, જેને શરીર માટે ઝેરી માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી લીવર, પેટ અને નસોની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. પોલેન્ડ અને હંગેરી જેવા યુરોપિયન દેશોએ પહેલાથી જ અશ્વગંધાનાં પાંદડા ઓછી કિંમતના કારણે તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓ અશ્વગંધાનાં પાંદડા સસ્તા હોવાથી તેનો ઉપયોગ કરતી હતી, જ્યારે તેના મૂળિયાં વધુ મોંઘા હોય છે.

02

અશ્વગંધાનાં મૂળિયાં ખાવાથી ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભ મળે છે, પરંતુ તેને ખાવા માટેની પદ્ધતિ પણ યોગ્ય હોવી જોઈએ. વધુ પડતું સેવન કરવાથી તે ખતરનાક બની શકે છે. ચાલો તમને તેના ફાયદા અને ગેરફાયદા સમજાવી દઈએ.

ફાયદા:- તણાવ ઘટાડો-સંશોધન મુજબ, અશ્વગંધા શરીરમાં કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે, જે એક તણાવ હોર્મોન છે. આ મનને શાંત કરે છે અને તણાવનું સ્તર નિયંત્રણમાં રાખે છે. સ્નાયુઓને મજબૂત બનાવે છે-રમતવીરો અને જીમમાં જનારાઓ શક્તિ વધારવા માટે અશ્વગંધાનું સેવન કરે છે. અશ્વગંધા ખાવાથી સ્નાયુઓ મજબૂત થાય છે. અનિદ્રાની સમસ્યા-અશ્વગંધાનું મૂળ ખાવાથી અનિદ્રાની સમસ્યામાં મદદ મળી શકે છે. જો તમને ઓછી ઊંઘ આવે છે, તો તે સારું કરી દેશે. શુક્રાણુ ગુણવત્તા-અશ્વગંધા પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારીને પ્રજનનક્ષમતામાં સુધારો કરે છે અને શુક્રાણુ ગુણવત્તામાં પણ સુધારો કરે છે.

01

ગેરફાયદા:- હાડકામાં દુખાવો- વધુ પડતું અશ્વગંધાનું સેવન કરવાથી હાડકામાં દુખાવો અથવા થાઇરોઇડની સમસ્યા થઈ શકે છે. બ્લડ પ્રેશરના દર્દીઓ- હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ અશ્વગંધા ખાવાનું ટાળવું જોઈએ. તે બ્લડ પ્રેશર વધારી અથવા ઘટાડી શકે છે, જે જીવલેણ બની શકે છે. લીવર પર અસરો-વધુ પડતું અશ્વગંધાનું સેવન તમારા લીવરને અસર કરી શકે છે. આ સાથે પેટની સમસ્યાઓ પણ થઈ શકે છે.

નોંધ: આ સમાચાર ફક્ત સામાન્ય માહિતી પર આધારિત છે. કોઈપણ પ્રકારની વધુ અને ચોક્કસ માહિતી માટે, તમારે તમારા આરોગ્ય ચિકિત્સક પાસેથી યોગ્ય સલાહ લેવી જોઈએ.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.