...તો તમારી ઉંમરનું વધવાનું અટકી જશે! રશિયન વૈજ્ઞાનિકો પુતિનના 150 વર્ષ જીવવાના સ્વપ્નને સાકાર કરવાની તૈયારીમાં

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક નવી ઉંમર વધારવાની દવા પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. થોડા મહિના પહેલા, નવેમ્બરમાં એક AI સમિટમાં, 73 વર્ષીય પુતિને કહ્યું હતું કે, માણસો 150 વર્ષ સુધી જીવી શકે છે. હવે, રશિયન વિજ્ઞાન અને શિક્ષણ પ્રધાન ડેનિસ સેકિરિન્સ્કીએ દાવો કર્યો છે કે, તેમના દેશના વૈજ્ઞાનિકો વિશ્વની પ્રથમ જનીન ઉપચાર દવા વિકસાવી રહ્યા છે, જે વૃદ્ધત્વ આવવાની પ્રક્રિયાને રોકી શકે છે.

આ દવા RAGE નામના જનીનને બ્લોક કરી દેશે, જે કોષો વૃદ્ધ બનાવ માટે જવાબદાર છે. સેકિરિન્સ્કીએ કહ્યું કે, આ જનીન સક્રિય થવાથી કોષો વૃદ્ધ થઇ જાય છે, પરંતુ તેને રોકી રાખવાથી તેમની યુવાની લાંબી થઇ શકે એમ છે. આ સમાચાર પુતિનની દીર્ધાયુષ્યની ઇચ્છા સાથે જોડાયેલા હોય તેવું લાગે છે.

Vladimir-Putin2
timesnowhindi.com

RAGE એટલે રીસેપ્ટર ફોર એડવાન્સ્ડ ગ્લાયકેશન એન્ડપ્રોડક્ટ્સ છે. તે એક રીસેપ્ટર છે, જે કોષોમાં વૃદ્ધત્વ તરફ વધવાની પ્રક્રિયાને શરુ કરી દે છે. રશિયન વૈજ્ઞાનિકો જનીન ઉપચાર દ્વારા આ રીસેપ્ટરને બ્લોક કરવાનું લક્ષ્ય રાખે છે, જેનાથી કોષો લાંબા સમય સુધી યુવાન રહી શકે છે. સેકિરિન્સ્કીએ સરાંસ્કમાં લોંગેવિટી મેડિસિન ફોરમમાં આ નિવેદન આપ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, વૃદ્ધત્વ સામેની લડાઈમાં જનીન ઉપચાર સૌથી આશાસ્પદ ક્ષેત્ર છે. આ દવા બાયોલોજી ઓફ એજિંગ એન્ડ મેડિસિન ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિકસાવવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ નક્કર પુરાવા પૂરા પાડવામાં આવ્યા નથી, પરંતુ તે પુતિનના લાંબા ગાળાના લક્ષ્યો સાથે સુસંગત બેસે છે.

પુતિન ફક્ત 150 વર્ષ સુધી જીવવાથી સંતુષ્ટ નથી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, માનવ અંગોનું વારંવાર ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. જેટલું લાંબું જીવે છે, તેટલી ઉંમર નાની દેખાય છે. બંને નેતાઓ વચ્ચેની આ વાતચીત સાંભળવામાં આવી હતી. પુતિન લાંબા સમયથી આયુષ્ય વધારવાના હિમાયતી રહ્યા છે. તેમના દુશ્મનોને ડર છે કે, તેઓ દાયકાઓ સુધી સત્તામાં રહેવાનો અને પછી તેમની મોટી પુત્રી અથવા પુત્ર, ઇવાન સ્પિરોડોનોવને સત્તા સોંપવાનો ઇરાદો ધરાવે છે. હાલમાં ઇવાન હજુ 11 વર્ષનો જ છે.

Vladimir-Putin
tv9hindi.com

રશિયન વૈજ્ઞાનિકોને તાજેતરમાં જ વૃદ્ધત્વ વિરોધી તેમના તમામ સંશોધન તાત્કાલિક સરકારને સુપરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એક સૂત્રએ જણાવ્યું હતું કે, અંતિમ બોસ, પુતિને કાર્ય સોંપ્યું છે, અને અધિકારીઓ તેને તેમની બધી શક્તિથી અમલમાં મૂકી રહ્યા છે. વૈજ્ઞાનિકોને કોષોને ખરાબ થવાથી રોકવા માટે નવી તકનીકો, મગજ અને સંવેદનાત્મક ક્ષતિને રોકવા માટેની પદ્ધતિઓ, રોગપ્રતિકારક શક્તિ સુધારવા માટેની પદ્ધતિઓ અને બાયોપ્રિંટિંગ જેવી નવી તબીબી તકનીકો માટે દરખાસ્તો સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

પુતિને રશિયામાં નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા અને વૃદ્ધત્વ સામે લડવા માટે એક રાષ્ટ્રીય મિશન શરૂ કર્યું છે. 2030 સુધીમાં 175,000 લોકોના જીવ બચાવવાનું લક્ષ્ય છે. જો કે, તેની સામે યુક્રેનિયન યુદ્ધ પહેલાથી જ લાખો લોકોના જીવ લઈ ચૂક્યું છે. પુતિનના બધા મહેલોમાં આધુનિક હોસ્પિટલો બનેલા છે, જેનાથી તેમનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે.  તેમની સૌથી મોટી પુત્રી, મારિયા વોરોન્ટસોવા, જે 40 વર્ષીય એન્ડોક્રિનોલોજિસ્ટ, પણ આ જીવન-લંબાવતા સંશોધનમાં સામેલ હોવાનું કહેવાય છે.

ગયા વર્ષે, પુતિનને મોટો આંચકો લાગ્યો, જ્યારે તેમના લાંબા સમયથી વૃદ્ધત્વ વિરોધી માર્ગદર્શક, પ્રોફેસર વ્લાદિમીર ખાવિન્સનનું 77 વર્ષની વયે અચાનક અવસાન થયું. ખાવિન્સને દાવો કર્યો હતો કે તેઓ માનવોને 110-120 વર્ષ સુધી જીવવા દેવાનું રહસ્ય બતાવી રહ્યા હતા. તેમણે પુતિનને ત્રણ ભૂતપૂર્વ સોવિયેત નેતાઓ કરતાં શ્રેષ્ઠ ગણાવ્યા હતા.

Arvind-Kejriwal-Bungalow
hindi.news18.com

પુતિન અને તેમની ગર્લફ્રેન્ડ, એલિના કાબાએવા, બંને ખાવિન્સનનું વૃદ્ધત્વ વિરોધી કોકટેલ લઈ રહ્યા છે, જે સોવિયેત આર્મીના સમયનું તૈયાર કરવામાં આવ્યું છે. ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટર ઇલ્યા ડાવલ્યાટચિન કહે છે કે, પુતિન હકીકતમાં 150 વર્ષ નહીં, પણ 97 વર્ષ સુધી જીવવા માંગે છે.

2050માં, તેમનો પુત્ર, ઇવાન, 35 વર્ષનો થઇ જશે, જે રશિયન રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવાની ઉંમર છે. એકંદરે, પુતિન વૃદ્ધત્વ વિરોધી દવાને પોતાના અને તેમના નજીકના સાથીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માને છે, પરંતુ તે હજુ પણ પ્રાયોગિક તબક્કામાં છે, અને તેની કોઈ ગેરંટી નથી. વિશ્વ એ જોઈ રહ્યું છે કે, શું રશિયા ખરેખર વિશ્વની પ્રથમ વૃદ્ધત્વ વિરોધી દવા વિકસાવી શકશે.

About The Author

Related Posts

Top News

આ તારીખે ભારત પહોંચશે ચોમાસું, હવામાન નિષ્ણાતોએ આ વખતે સમય પહેલા ભારે વરસાદની આગાહી કરી છે

આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ 15 મે થી 25 મે દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચવાની ધારણા છે. ત્યારબાદ તે ...
National 
આ તારીખે ભારત પહોંચશે ચોમાસું, હવામાન નિષ્ણાતોએ આ વખતે સમય પહેલા ભારે વરસાદની આગાહી કરી છે

...તો તમારી ઉંમરનું વધવાનું અટકી જશે! રશિયન વૈજ્ઞાનિકો પુતિનના 150 વર્ષ જીવવાના સ્વપ્નને સાકાર કરવાની તૈયારીમાં

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક નવી ઉંમર વધારવાની દવા પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. થોડા મહિના પહેલા, ...
Science 
...તો તમારી ઉંમરનું વધવાનું અટકી જશે! રશિયન વૈજ્ઞાનિકો પુતિનના 150 વર્ષ જીવવાના સ્વપ્નને સાકાર કરવાની તૈયારીમાં

યોગરાજ સિંહનું વિવાદાસ્પદ નિવેદન, 'ખેલાડીઓની પત્નીઓ બને છે નિવૃત્તિનું કારણ...'; કોહલી અને રોહિત પર થયા ગુસ્સે

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ફરી એકવાર પોતાના નિવેદનથી મોટો વિવાદ ઉભો કરી દીધો છે, ...
Sports 
યોગરાજ સિંહનું વિવાદાસ્પદ નિવેદન, 'ખેલાડીઓની પત્નીઓ બને છે નિવૃત્તિનું કારણ...'; કોહલી અને રોહિત પર થયા ગુસ્સે

સાસરે જઈ જમાઈનું તાંડવ: પત્ની અને સાસુનું કાસળ કાઢી નાખ્યું; લવ મેેરેજ કરેલા

ઉત્તર પ્રદેશના બલિયામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. નગરા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના બછઈપુર ગામમાં જમાઈએ તેના સાસરિયામાં ઘૂસીને...
સાસરે જઈ જમાઈનું તાંડવ: પત્ની અને સાસુનું કાસળ કાઢી નાખ્યું; લવ મેેરેજ કરેલા
Copyright (c) Khabarchhe All Rights Reserved.