450ccનું એન્જિન અને બોલ્ડ લૂક, રોયલ એનફિલ્ડે લોન્ચ કરી નવી બાઇક; જાણો કિંમત

રોયલ એનફિલ્ડે તેની ગેરિલા 450નું અપડેટ લોન્ચ કર્યું છે. કંપનીએ આ બાઇક 2 વર્ષ અગાઉ લોન્ચ કરી હતી. નવા અપડેટની સાથે જ બ્રાન્ડે તેનું નવું વેરિયન્ટ ગેરિલા 450 એપેક્સ પણ લોન્ચ કર્યું છે. બાઇકમાં કોઈ મિકેનિકલ ફેરફાર કરવામાં આવ્યા નથી.

બાઇકના એપેક્સ વેરિયન્ટમાં, હેન્ડલબારને થોડું નીચું (56 મીમી) અને આગળ (57 મીમી) તરફ સેટ કરવામાં આવ્યું છે. આનો અર્થ છે કે બાઇક ચલાવતા, રાઇડર પહેલાની તુલનામાં હવે આગળ તરફ વધું ઝૂકેલું હશે. બાઇકમાં નવા ટાયર પણ ઉમેરવામાં આવ્યા છે. બાઇકની સીધી સ્પર્ધા ટ્રાયમ્ફ સ્પીડ 400 સાથે છે. ચાલો જાણીએ કે તેમાં નવું શું છે અને કિંમત કેટલી છે.

guerrilla 450

એન્જિન અને પ્રદર્શન

બાઇકમાં એ જ જૂનું 452ccનું લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 40 PS પાવર અને 40nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તેમાં 6-સ્પીડ ગિયરબોક્સ છે, જે સ્લિપ-એન્ડ-સિસ્ટ ક્લચ સાથે આવે છે. બાઇકમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી. તેમાં 43mmનો ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન અને લિંકેજ-ટાઇપ મોનોશોક રીઅર સસ્પેન્શન મળે છે. બાઇકમાં ફ્રન્ટ અને રીઅર ડિસ્ક બ્રેક્સ અને ડ્યૂઅલ-ચેનલ ABS ફીચર આપવામાં આવ્યું છે. તેમાં 4-ઇંચ TFT ડિસ્પ્લે આપવામાં આવી છે જે Google Maps દ્વારા નેવિગેશનમાં મદદ કરશે.

આ ઉપરાંત, ફોન કનેક્ટિવિટી, USB ટાઇપ-C ચાર્જિંગ અને બે રાઇડિંગ મોડ્સ મળે છે. બાઇકનું કર્બ વેટ 185 કિલોગ્રામ છે. તેમાં 11-લીટર ફ્યૂઅલ ટેંક મળે છે, જે નાની છે. કંપની જો મોટી ફ્યુઅલ ટેંક આપતી તો વધુ ફાયદાકારક હોત.

guerrilla 450
royalenfield.com

રોયલ એનફિલ્ડ ગેરિલા 450ની કિંમત કેટલી છે

રોયલ એનફિલ્ડ ગેરિલા 450ની કિંમત 2,49,194 રૂપિયા (એક્સ-શૉરૂમ) થી શરૂ થાય છે. તો, ટોપ-એન્ડ વેરિયન્ટની કિંમત 2,72,479 રૂપિયા (એક્સ-શૉરૂમ) છે. તમે આને ઘણા રંગ વિકલ્પોમાં ખરીદી શકો છો. એપેક્સ વેરિયન્ટ રેડ, બ્લેક અને ગ્રીન રંગમાં આવે છે. તો, ડેશ વેરિયન્ટ ટ્વાઇલાઇટ બ્લૂ, શેડો એશ, સ્મોક સિલ્વર અને બ્રોન્ઝમાં ખરીદી શકાય છે. બાઇકનું ટોપ વેરિયન્ટ ફ્લેશ, માત્ર એક જ કલરમાં બ્રાવા બ્લૂમાં આવે છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.