'તારો છોકરો તારા જેવો નથી લાગતો...' મિત્રોએ મજાકમાં કહેતા પિતાએ પુત્રને નદીમાં ફેંકી દીધો

મહારાષ્ટ્રના કરાડમાં દિલને હલાવી નાખે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે, જેણે સંબંધોને શરમજનક સ્થિતિમાં મૂકી દીધા. એક પિતાએ પોતાના જ 6 વર્ષના પુત્રની હત્યા કરી. શંકા અને ખતરનાક વિચારોએ તેને રાક્ષસ બનાવી દીધો. સૌથી આઘાતજનક વાત એ છે કે, તેણે આ ભયાનક ગુનાને લગભગ 20 દિવસ સુધી છુપાવીને રાખ્યો. જોકે, પોલીસની કડક તપાસ અને સતત શીધખોળને કારણે, આ વણવિચાર્યે કરેલી હત્યાનું રહસ્ય ખુલી ગયું, અને જે સત્ય બહાર આવ્યું તે સાંભળીને દરેકના દિલ દિમાગ હચમચી ગયા.

18 માર્ચની સવારે, કરાડ તાલુકાના વડોલી ભીકેશ્વર વિસ્તારમાં કૃષ્ણા નદીના કિનારે એક માસૂમ બાળકનો મૃતદેહ મળી આવ્યો. લાશની હાલત શંકાસ્પદ સ્થિતિમાં હતી અને તેની ઓળખ પણ થઈ શકી ન હતી. પોલીસ આ કેસથી સંપૂર્ણપણે મૂંઝાઈ ગઈ હતી. પ્રારંભિક તપાસમાં કોઈ નક્કર પુરાવાઓ મળ્યા ન હતા. પરંતુ પોલીસે હાર માની નહીં, અને તકનીકી સહાયનો ઉપયોગ કરીને અને દરેક જગ્યાએ શોધખોળ કરીને તેમની તપાસ ચાલુ જ રાખી. જોકે, આ કેસ એક વિચાર્યા વગર કરવામાં આવેલી હત્યાનો કેસ બની ગયો, જેને ઉકેલવા માટે પોલીસને એક મહત્વપૂર્ણ પડકાર સાબિત થયો.

Father-Kills-Son1
abplive.com

જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ, તેમ તેમ જાણવા મળ્યું કે આ લાશ કર્ણાટકના વિજયપુરા જિલ્લાના નાગથાણે ગામના રહેવાસી 6 વર્ષના સિદ્ધાર્થ મલ્લિકાર્જુન અરેકરીનો છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસે બે રાજ્યોની પોલીસ વચ્ચે સંકલન કર્યું. મહારાષ્ટ્ર અને કર્ણાટક પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી શરૂ થઈ. જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ, તેમ તેમ શંકાની સોય ધીમે ધીમે બાળકના પોતાના પરિવાર તરફ જતી રહી, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો.

સૌથી મોટો ખુલાસો ત્યારે થયો જ્યારે પોલીસે શોધી કાઢ્યું કે, આ માસૂમ બાળકનો ખૂની બીજું કોઈ નહીં પણ તેના પોતાના પિતા મલ્લિકાર્જુન અરેકરી છે. તપાસમાં બહાર આવ્યું કે 16 માર્ચે, આરોપીએ તેની પત્નીને ખોટું બોલીને કહ્યું કે, તે તેના પુત્રને પ્રવેશ માટે શાળામાં લઈ જઈ રહ્યો છે. પરંતુ હકીકતમાં, તે એક સુનિયોજિત કાવતરું હતું. તે વિજયપુરથી કરાડ તાલુકાના ઉમ્બરાજ અને પછી શિવદે ગામ નજીક કૃષ્ણા નદીના એક સુમસામ કિનારા સુધી ગયો.

ત્યાં જ આરોપીએ આનો ફાયદો ઉઠાવ્યો અને પોતાના 6 વર્ષના પુત્રને નદીમાં ફેંકી દીધો, જેના કારણે તેનું મરણ થયું હતું. ક્રૂરતાની સીમા તો ત્યારે હદ વટાવી ગઈ કે, જ્યારે ગુનો કરતા પહેલા તેણે બાળકને નવા કપડાં પહેરાવ્યા અને હત્યા કર્યા પછી એવી રીતે ઘરે પાછો ફર્યો કે જાણે કંઈ બન્યું જ ન હોય. તેણે તેના પરિવાર અને પડોશીઓને ગેરમાર્ગે દોર્યા, અને લગભગ 20 દિવસ સુધી આ રહસ્યછુપાવી રાખ્યું.

Father-Kills-Son
hindi.news18.com

આ ભયાનક હત્યા પાછળનું કારણ વધુ ચોંકાવનારું છે. આરોપીને તેના પુત્ર પર શંકા હતી. તેના મિત્રોએ તેને ટોણો માર્યો હતો કે, બાળક તેના જેવો દેખાતો નથી અને કદાચ તેનો પુત્ર નથી. આનાથી તેના દિલ દિમાગમાં આ ઝેરી વાતની અસર થઇ ગઈ. તે તેની પત્ની ભાગ્યશ્રીના ચારિત્ર્ય પર શંકા કરવા લાગ્યો. છેલ્લા દોઢ વર્ષથી આ મુદ્દા પર પરિવારમાં વિવાદ ચાલી રહ્યો હતો, અને અંતે, આ શંકાએ એક માસૂમ બાળકનો જીવ લઇ લીધો.

1લી એપ્રિલે સિદ્ધાર્થનો જન્મદિવસ હતો. તેની માતા ભાગ્યશ્રીએ તેના પુત્ર વિશે પૂછપરછ કરી, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. વારંવાર પૂછપરછ કરવા છતાં, આરોપીએ સચોટ માહિતી આપવાનો ઇનકાર કર્યો. માતાની શંકા વધુ ઘેરી બની, અને તેણે તેના પુત્રના ગુમ થવા અંગે પોલીસ રિપોર્ટ નોંધાવ્યો. અહીં આ વાત આ કેસમાં વળાંક સાબિત થયો. કર્ણાટક પોલીસે તપાસ વધુ તીવ્ર બનાવી, અને આરોપીઓના જુઠ્ઠાણા એક પછી એક ખુલવા લાગ્યા.

આરોપી લાંબા સમય સુધી પોલીસની કડક પૂછપરછનો સામનો કરી શક્યો નહીં, અને અંતે તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો. વિજયપુર ગ્રામીણ પોલીસે તેની ધરપકડ કરી અને ઘટનાસ્થળે સમગ્ર ઘટનાને રિક્રિયેટ કરી. આ ઘટના ફક્ત એક પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણીરૂપ છે, જ્યારે શંકા હદ કરતા મર્યાદા ઓળંગી જાય છે, ત્યારે વ્યક્તિ પોતાની માનવતા પણ ગુમાવી દે છે.

About The Author

Top News

બે સગા ભાઈ સામ-સામે લડશે ચૂંટણી, કોણ બાજી મારશે? એક તો અગાઉ 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે

આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઘણા કારણે ચર્ચામાં રહી છે. આ ચૂંટણી એક ઘરમાંથી બે-બે વ્યક્તિઓ અલગ-અલગ પક્ષની ટિકિટ લઇને...
Gujarat 
બે સગા ભાઈ સામ-સામે લડશે ચૂંટણી, કોણ બાજી મારશે? એક તો અગાઉ 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે

'તારો છોકરો તારા જેવો નથી લાગતો...' મિત્રોએ મજાકમાં કહેતા પિતાએ પુત્રને નદીમાં ફેંકી દીધો

મહારાષ્ટ્રના કરાડમાં દિલને હલાવી નાખે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે, જેણે સંબંધોને શરમજનક સ્થિતિમાં મૂકી દીધા. એક પિતાએ...
National 
'તારો છોકરો તારા જેવો નથી લાગતો...' મિત્રોએ મજાકમાં કહેતા પિતાએ પુત્રને નદીમાં ફેંકી દીધો

બંગાળમાં ભાજપની 'મૌન રણનીતિ' શું છે? આ ચૂંટણી '5 M' પર ટકેલી છે

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અંગે, વિવિધ રાજકીય પક્ષો પોત-પોતાની જીતના દાવા કરી રહ્યા છે. બંગાળની 294 બેઠકો માટે મતદાન...
Politics 
બંગાળમાં ભાજપની 'મૌન રણનીતિ' શું છે? આ ચૂંટણી '5 M' પર ટકેલી છે

કોહલીએ જર્મન મોડેલનો ફોટો Like કર્યા બાદ Unlike કર્યો, જર્મન બ્યૂટીનું તૂટ્યું દિલ? ટ્રોલિંગ પર તોડ્યું મૌન

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની એક લાઈકે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. અવનીત કૌર બાદ વિરાટે જર્મન ઇન્ફ્લૂએન્સર અને મોડેલ...
Entertainment 
કોહલીએ જર્મન મોડેલનો ફોટો  Like કર્યા બાદ Unlike કર્યો, જર્મન બ્યૂટીનું તૂટ્યું દિલ? ટ્રોલિંગ પર તોડ્યું મૌન
Copyright (c) Khabarchhe All Rights Reserved.