બે સગા ભાઈ સામ-સામે લડશે ચૂંટણી, કોણ બાજી મારશે? એક તો અગાઉ 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે

આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઘણા કારણે ચર્ચામાં રહી છે. આ ચૂંટણી એક ઘરમાંથી બે-બે વ્યક્તિઓ અલગ-અલગ પક્ષની ટિકિટ લઇને ચૂંટણી લડી રહ્યા હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. ક્યાંક સાસુ-વહુ વચ્ચે મુકાબલો છે તો ક્યાંક દીકર-ભાભી, તો ક્યાંક દેરાણી-જેઠાણી સામસામે ચૂંટણી લડી રહ્યા છે. એમાં હવે બે પરમાર ભાઈઓનું નામ સામે આવ્યું છે, જેઓ અલગ-અલગ પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

VTV ગુજરાતીના અહેવાલ મુજબ, તારાપુર નગાપાલિકા વોર્ડ નંબર–6માંથી બે સગા ભાઈઓ ચૂંટણી મેદાનમાં છે. એક તરફ ચંદુભાઈ માધાભાઈ પરમાર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે બીજી તરફ પૂનમભાઈ માધાભાઈ પરમાર કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં છે, એક સમય હતો જ્યારે બંને ભાઈઓ સાથે મળીને જાહેર જીવનમાં કાર્ય કરતા હતા, પરંતુ હવે રાજકીય વિચારો અને પક્ષભેદને કારણે તેઓ એકબીજાના પ્રતિસ્પર્ધી બની ગયા છે.

punambhai-parmar
facebook.com/Mlasojitra

નોંધનીય છે કે, પૂનમભાઈ પરમાર બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ ફરી એકવાર કોંગ્રેસના બેનર હેઠળ પોતાનું રાજકીય પીઠબળ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે ચંદુભાઈ પરમાર, અમૂલ સાથેના અનુભવને કારણે લોકપ્રિય છે, તેઓ ભાજપના પ્રતિનિધિ તરીકે મજબૂત પડકાર ઉભો કરી રહ્યા છે.

BJP
asianews.network

આ ચૂંટણી જંગ માત્ર બે ઉમેદવારો વચ્ચે નથી, પરંતુ તે સંબંધો અને રાજકારણ વચ્ચેની અથડામણનું પ્રતિબિંબ પણ છે. એક જ ઘરના બે સભ્યો અલગ-અલગ પાર્ટી અને વિચારધારા સાથે ચૂંટણી લડી રહ્યા હોવાથી સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. અહીં એક વાત એ પણ છે કે, નગરપાલિકાની આ પહેલી જ ચૂંટણીમાં આવી પરિસ્થિતિ ઊભી થતા તારાપુરમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. લોકોમાં ચર્ચા છે કે આ વખતે મતદારો શું પસંદ કરશે કુટુંબનો સંબંધ કે રાજકીય વિચારધારા? હવે આ વાત તો મતદારો જ નક્કી કરશે અને ચૂંટણીના પરિણામ બાદ જ ખબર પડશે કે અહીથી કોણ બાજી મારવામાં સફળ થાય છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 23-09-2026 દિવસ: બુધવાર મેષ: યોગ્ય દિશામાં પ્રયત્નો ચાલુ રાખવા, દરેક કામગીરીનું ફળ મળતું દેખાય, ધાર્મિકતા બાજુ વળશો. વૃષભ: આત્મવિશ્વાસ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

જો તમે પણ આ તહેવારોની સિઝનમાં નવા સ્માર્ટફોન વિશે વિચારી રહ્યા છો અને હેરી પોટરના ચાહક છો, તો Realme...
Tech and Auto 
Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને SIM કાર્ડ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયા છે; જોકે, તેના ઉપયોગમાં...
Tech and Auto 
SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે દિલ્હી, પંજાબ, ગોવા અને...
Politics 
કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.