કોહલીએ જર્મન મોડેલનો ફોટો Like કર્યા બાદ Unlike કર્યો, જર્મન બ્યૂટીનું તૂટ્યું દિલ? ટ્રોલિંગ પર તોડ્યું મૌન

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની એક લાઈકે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. અવનીત કૌર બાદ વિરાટે જર્મન ઇન્ફ્લૂએન્સર અને મોડેલ લિઝલેઝનો ગ્લેમરસ ફોટો લાઈક કર્યો હતો. જેવું જ યુઝર્સે નોટિસ કર્યું, લોકોએ કોમેન્ટ સેક્શનમાં વિરાટની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું. લોકોની પ્રતિક્રિયા જોઈને વિરાટે તરત જ તેની લાઈકને અનલાઇક કરી દીધો.

લિઝલેઝે હવે આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. તેનું કહેવું છે કે તેને ક્રિકેટર માટે ખરાબ લાગે છે. HT સિટીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં લિઝલેઝે કહ્યું કે, ‘આ બધું ગાંડપણ છે. જેવી જ હું સવારે ઉઠી તો મેં જોયું કે ઇન્ટરનેટ પર બધી જગ્યાએ આ જ વાત ચાલી રહી છે. હું સમાચારમાં હતી. પરંતુ મને ખ્યાલ પણ નહોતો કે વિરાટે મારો ફોટો ક્યારે લાઈક કર્યો. મને સમાચાર દ્વારા આ બાબતે ખબર પડી. લોકોએ ડિજિટલ પ્લેટફોર્મ પર મારા વિશે લખેલા લેખો શોધ્યા અને મને DM મોકલ્યા. મને લોકો તરફથી ઘણા બધા સંદેશા મળ્યા.

lizlaz1
instagram.com/lizlaz_tv

અગાઉના એક ઇન્ટરવ્યૂમાં લિઝલેઝે પોતાને વિરાટ કોહલીની ફેન ગણાવી હતી. ક્રિકેટર સાથેના તેના કનેક્શન પર તેણે કહ્યું કે, ‘હું ગયા વર્ષે પહેલી વાર ભારતની મુલાકાત આવી હતી. હું બેંગ્લોરની એક મિત્રને મળવા આવી હતી. હું અહીં ફક્ત બે અઠવાડિયા માટે હતી, પરંતુ મને ખરેખર ભારત ગમ્યું. પછી હું ઘણા મહિનાઓ સુધી રહી, ઘણા રાજ્યોની મુલાકાત લીધી. આ પ્રવાસ દરમિયાન મને ક્રિકેટ બાબતે જાણ થઈ, જે મેં પહેલાં ક્યારેય જોઈ નહોતી. હું દક્ષિણ આફ્રિકામાં જન્મી, પરંતુ જર્મનીમાં મોટી થઈ, જ્યાં ફૂટબોલ રાષ્ટ્રીય રમત છે. ગયા વર્ષે IPLનો સમય હતો. મેં બેંગ્લોરના મારા મિત્રો સાથે તે મેચો જોવાનું શરૂ કર્યું. મને ક્રિકેટની લત લાગી ગઈ. હું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ફેન બની ગઈ. વિરાટ કોહલી RCBનો શ્રેષ્ઠ ખેલાડી છે. તે ખૂબ સારો છે. એટલે મને ખુશી થઈ કે તેણે મારો ફોટો લાઇક કર્યો હતો.

જ્યારે લિઝલેઝને પૂછવામાં આવ્યું કે શું વિરાટ કોહલીએ ફોટો અનલાઈક કર્યો તો તેને દુઃખ થયું?, ત્યારે તેણે જવાબ આપ્યો, ‘ના, મને તેના માટે ખરાબ લાગ્યું. મને ખબર નથી કે તે આટલા મોટા સમાચાર કેવી રીતે બની ગયા. લોકોએ કેવી રીતે નોટિસ કર્યું. કદાચ તેનો એ હેતુ નહોતો. છતા હું તેની આભારી છું. હું તેના સમર્થનની પ્રશંસા કરું છું.

virat2
herzindagi.com

વિરાટની લાઇક બાદ લિઝલેઝ વાયરલ થઈ ગઈ છે. તેને ઘણી બધી કામની ઓફર મળી રહી છે. પરંતુ તે ઉતાવળ કરી રહી નથી. તેણે કહ્યું કે, ‘મને સંગીત અને વ્લોગિંગનો શોખ છે. જો મને ભારતમાં સંગીતની તકો મળે તો કેમ નહીં? કદાચ હું જલ્દી પાછી આવીશ. લિઝલેઝને IPL 2026 દરમિયાન ભારતમાં ન હોવાનો અફસોસ છે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.