છિંદવાડા કફ સિરપ કાંડમાં 26 બાળકોના મોત બાદ કાર્યવાહી, અને હવે ફરીથી નોકરી...

મધ્ય પ્રદેશના છિંદવાડામાં કફ સિરપ કાંડમાં 26 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા બાદ બે અધિકારીઓના સેવામાં પરત ફરવા અંગે પ્રશ્નો ઉભા થયા છે. આ મામલાની પ્રાથમિક તપાસ બાદ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓને લગભગ એક વર્ષ પછી ફરીથી સેવામાં બોલાવી લેવામાં આવ્યા છે. નોકરી પર પરત ફરવાના આદેશ બાદ, બંને અધિકારીઓને હાલમાં મુખ્ય મથક સાથે જોડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમે સરકાર અને વહીવટી તંત્ર અંગે નવા પ્રશ્નો ઊભા કર્યા છે.

છિંદવાડાના પરાસિયા અને આસપાસના વિસ્તારોમાં બાળકોને શરદી-ખાંસી અને તાવની સારવાર દરમિયાન 'કોલ્ડ્રિફ' (Coldrif) કફ સિરપ આપવામાં આવી હતી. ત્યારબાદ, ઘણા બાળકોની તબિયત બગડી હતી. પેશાબ ન આવવાથી લઈને કિડની ફેલ થવા સુધીની ગંભીર સમસ્યાઓ જોવા મળી હતી. મામલો ગંભીર બન્યો તો, દવાની ગુણવત્તા સાથે-સાથે સરકારની દેખરેખ પ્રણાલી અંગે પ્રશ્નો ઉઠ્યા. આ કેસના સંબંધમાં 6 ઓક્ટોબર, 2025ના રોજ શરદ જૈન અને ગૌરવ શર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ, બંને અધિકારીઓ લગભગ એક વર્ષ સુધી સસ્પેન્ડ રહ્યા હતા.

mobile-recharge7
saamtv.esakal.com

હવે, 23 સપ્ટેમ્બર, 2026ના રોજ જાહેર કરાયેલા સરકારી આદેશ દ્વારા બંને અધિકારીઓને ફરીથી નોકરીમાં લેવામાં આવ્યા છે. આ આદેશે રાજકીય અને વહીવટી એમ બંને સ્તરે પ્રશ્નો જગાડ્યા છે. મુખ્ય પ્રશ્ન એ છે કે, જ્યારે આ મામલે 26 બાળકોના મોત થયા હતા અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારે લગભગ એક વર્ષ પછી તેમને ફરીથી નોકરીમાં બોલાવવાનો નિર્ણય કયા આધારે લેવામાં આવ્યો? એવું પણ જાણવા મળ્યું છે કે સંબંધિત મંત્રીને ફરીથી નોકરી પર બોલાવવાના આદેશ વિશે જાણકારી નહોતી. આદેશ સામે આવ્યા બાદ, બંને અધિકારીઓને મુખ્ય મથક સાથે એટેચ આવ્યા છે.

જ્યારે આ બાબતે સવાલ કરવામાં આવ્યો ત્યારે નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાએ જણાવ્યું હતું કે સંબંધિત મંત્રી નરેન્દ્ર શિવાજી પટેલે આ મુદ્દે માહિતી માંગી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મંત્રીની જાણ બહાર ફરીથી નોકરીએ બોલાવવાનો આદેશ કેવી રીતે જાહેર કરવામાં આવ્યો તે અંગે માત્ર મંત્રી જ માહિતી આપશે. તો, સંબંધિત મંત્રી નરેન્દ્ર શિવાજી પટેલનો પક્ષ જાણવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે નિવાસસ્થાનેથી બહાર આવીને જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.

Cough-Syrup-Case
ndtv.com

કોંગ્રેસ પક્ષે હવે આ મુદ્દે સરકારને ઘેરી છે. કોંગ્રેસના ધારાસભ્ય આરિફ મસૂદે છિંદવાડાના કિસ્સાની સાથે ઈન્દોરના ભગીરથપુરની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભગીરથપુરામાં દૂષિત પાણીને કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા, જ્યારે છિંદવાડામાં 26 બાળકોએ જીવ ગુમાવ્યા હતા. કોંગ્રેસનો સવાલ છે કે, આટલા મૃત્યુ બાદ જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી અને પૂછી રહી છે કે જવાબદાર અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે?

છિંદવાડામાં 26 નિર્દોષ બાળકોના મોત અને ઈન્દોરના ભાગીરથપુરામાં થયેલા મૃત્યુ બાદ સરકારી દેખરેખ અને જવાબદારી અંગે પ્રશ્નો ઉભા થયા છે. કફ સિરપ કૌભાંડને કારણે અગાઉ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓને ફરીથી ફરજ પર મૂકવાના નિર્ણયે આ ચિંતાઓમાં વધુ વધારો કર્યો છે. હવે લોકોની નજર એ વાત પર છે કે, સરકાર આ સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવા અને અધિકારીઓને ફરીથી ફરજ પર બોલાવવાના નિર્ણય અંગે સરકાર શું ખુલાસો આપે છે.

About The Author

Related Posts

Top News

'વિમાન ઉડવા લાયક છે....' ઓડિટ દીઠ 50000ની લાંચ લેવા બદલ DGCAના ડેપ્યુટી ડિરેક્ટરની ધરપકડ

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયમાં વિમાન સલામતી નિરીક્ષણમાં ભ્રષ્ટાચાર અને ઘોર બેદરકારીનો એક ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. CBIએ કાર્યવાહી કરી...
National 
'વિમાન ઉડવા લાયક છે....' ઓડિટ દીઠ 50000ની લાંચ લેવા બદલ DGCAના ડેપ્યુટી ડિરેક્ટરની ધરપકડ

છિંદવાડા કફ સિરપ કાંડમાં 26 બાળકોના મોત બાદ કાર્યવાહી, અને હવે ફરીથી નોકરી...

મધ્ય પ્રદેશના છિંદવાડામાં કફ સિરપ કાંડમાં 26 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા બાદ બે અધિકારીઓના સેવામાં પરત ફરવા અંગે પ્રશ્નો ઉભા...
National 
છિંદવાડા કફ સિરપ કાંડમાં 26 બાળકોના મોત બાદ કાર્યવાહી, અને હવે ફરીથી નોકરી...

પારુલ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027માં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશ કર્યો, આંતરરાષ્ટ્રીય રેન્કિંગ્સમાં સ્થાન મેળવનારી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી

પારુલ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન (THE) વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027માં 1601-1800ના ગ્લોબલ બેન્ડમાં સ્થાન મેળવીને પોતાની આંતરરાષ્ટ્રીય એકેડેમિક સફર શરૂ...
Gujarat 
પારુલ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027માં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશ કર્યો, આંતરરાષ્ટ્રીય રેન્કિંગ્સમાં સ્થાન મેળવનારી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી

પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં શિષ્યોના ફોન-સિમ કાર્ડ છીનવી લેવામાં આવે છે; તેમના પરિવાર સાથે કોઈ સંપર્ક નહીં!

25 સપ્ટેમ્બરના રોજ વૃંદાવનમાં પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં સાધક રસિક દુલારી, જેને દીપક લોધી તરીકે પણ ઓળખવામાં આવે...
National 
પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં શિષ્યોના ફોન-સિમ કાર્ડ છીનવી લેવામાં આવે છે; તેમના પરિવાર સાથે કોઈ સંપર્ક નહીં!
Copyright (c) Khabarchhe All Rights Reserved.