વહુએ પાડોશી પ્રેમી સાથે મળી સાસુનું કાસળ કાઢી નાખ્યું... પ્રેમી પાસે પોલીસનો સ્નીફર ડોગ આવ્યો અને...

રાજધાની લખનઉના મહાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. નિશાતગંજ વિસ્તારની ગલી નંબર 3માં એક વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં મૃતકની પુત્રવધૂ અને તેના પ્રેમી પર આરોપ લગાવ્યો છે. બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Murder-Mother-in-Law2
bhaskar.com

મૃતકની ઓળખ 69 વર્ષીય નિર્મલા દેવી તરીકે થઈ છે. તેના પતિનું લગભગ બે વર્ષ પહેલા અવસાન થયું હતું, ત્યારપછી તે તેના પુત્ર અને પુત્રવધૂ સાથે રહેતી હતી. શનિવારે બપોરે લગભગ 4 વાગ્યે જ્યારે તેનો પૌત્ર ઘરે પહોંચ્યો ત્યારે તેણે તેની દાદીને રૂમમાં મૃત હાલતમાં પડેલી જોઈ. નિર્મલા દેવીના હાથ-પગ બાંધેલા હતા. પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી, ત્યારે શરૂઆતમાં મામલો શંકાસ્પદ લાગ્યો. મૃતકનો પુત્ર તે સમયે નોકરીના કામે બહાર હતો, જ્યારે પુત્રવધૂ અને નાની પુત્રી ઘરે હાજર હતા. પોલીસને પુત્રવધૂનું વર્તન અસામાન્ય લાગ્યું, જેના કારણે તેમને અટકાયતમાં લેવામાં આવી અને પૂછપરછ શરૂ કરી. તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું કે ઘરમા લાગેલા CCTV કેમેરા બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન બંધ કરેલા જોવા મળ્યા.

Murder-Mother-in-Law4
bhaskar.com

આ પછી, પોલીસે આજુ બાજુમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા, જેમાં ભાડૂઆત રાજન શર્મા ઘરમાંથી બહાર નીકળતો જોવા મળ્યો. આ સમય દરમિયાન કોઈ બહારના લોકો ઘરમાં પ્રવેશતા કે બહાર નીકળતા જોવા મળ્યા ન હતા. ઘટના પછી કેમેરા પાછો ચાલુ કરવામાં આવ્યો હતો, જેનાથી શંકા વધુ ઘેરી બની હતી.

કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડને પણ બોલાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન, સ્નિફર ડોગ સીધો રાજન શર્મા પાસે જઈને અટકી ગયો હતો, જે ઘટનાસ્થળથી થોડે દૂર ઉભો હતો. આ સંકેત પોલીસ માટે મહત્વપૂર્ણ સાબિત થયો. પોલીસે રાજનની કડક પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલ્યો.

Murder-Mother-in-Law1
uptak.in

પૂછપરછમાં જાણવા મળ્યું કે, રાજન શર્મા અને મૃતકની પુત્રવધૂ રંજના વચ્ચે અનૈતિક સંબંધો હતા. પરિવારના સભ્યોએ આનો વિરોધ કર્યો હતો, અને બંને ઘણી વખત આપત્તિજનક સ્થિતિમાં પકડાયા હતા. નિર્મલા દેવીએ આ સંબંધનો વિરોધ કર્યો, જેના કારણે પુત્રવધૂ અને તેના પ્રેમી વચ્ચે નારાજગી વધી ગઈ. જેના કારણે બંનેએ મળીને હત્યાનું કાવતરું ઘડ્યું.

શનિવારે, જ્યારે ઘરના પુરુષ સભ્યો બહાર હતા, ત્યારે રંજના અને રાજને નિર્મલા દેવીનું ગળું દબાવીને હત્યા કરી દીધી. ગુનો કર્યા પછી, તેઓએ લાશને રૂમમાં જ છોડી દીધી. હત્યા પછી આરોપી રાજનનું વર્તન વધુ આઘાતજનક હતું. ઘટના પછી પણ તે આસપાસ જ રહ્યો અને પોલીસની ગતિવિધિઓ પર નજર રાખતો રહ્યો.

Murder-Mother-in-Law6
aajtak.in

આરોપી પોલીસ સાથે ફરતો રહ્યો, તપાસમાં સહયોગ કરવાનો ડોળ કરતો રહ્યો અને આરોપીને પકડવાની વાત કરતો રહ્યો. જોકે, જ્યારે ટીમ સાથે આવેલો કૂતરો તેની પાસે આવ્યો, ત્યારે તે ગભરાઈ ગયો અને કૂતરાને ભગાડવાનો પ્રયાસ કરવા લાગ્યો.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.