સાસરે જઈ જમાઈનું તાંડવ: પત્ની અને સાસુનું કાસળ કાઢી નાખ્યું; લવ મેેરેજ કરેલા

ઉત્તર પ્રદેશના બલિયામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. નગરા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના બછઈપુર ગામમાં જમાઈએ તેના સાસરિયામાં ઘૂસીને એવું તાંડવ મચાવ્યું કે લોકોના રૂવાડા ઊભા થઈ ગયા. તેણે પત્નીની છરીથી જીવ લઈ લીધો અને પછી તેની સાસુનું પણ કાસળ કાઢી નાખ્યું. તો, તેના સસરા હજુ પણ ગંભીર હાલતમાં છે. આરોપીએ 4 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા.

આરોપીની ઓળખ અમિત ગુપ્તા તરીકે થઈ છે, જેણે પત્ની પ્રીતિ અને તેની સાસુ સુશીલા દેવીનો નિર્દયતાથી જીવ લઈ લીધો. આ દારમિયાન વચ્ચે બચાવ કરવા આવેલા તેના સસરા અંતુ ગુપ્તા પર પણ હુમલો કર્યો; અંતુની ગંભીર હાલતને કારણે તેને સારવાર માટે વારાણસી રિફર કરવામાં આવ્યો છે.

murder2

પ્રીતિ અને અમિતે 2022માં પ્રેમ લગ્ન કર્યા હતા. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ સમય સાથે તેમના સંબંધોમાં તિરાડ વધતી ગઈ. પરિવારના સભ્યોનો આરોપ છે કે લગ્ન પછી પણ દંપતી વચ્ચેના વિવાદો બંધ થયા ન હતા અને પરિસ્થિતિ વધુ બગડતી ગઈ. તાજેતરમાં પ્રીતિ પિયરમાં જઈને રહેતી હતી. ગઈકાલે રાત્રે, આરોપી અમિત અચાનક તેના સાસરિયામાં પહોંચ્યો. તે સીધો રૂમમાં ઘૂસી ગયો અને તેની પત્ની પાસેથી બાળકને છીનવી લેવાનો પ્રયાસ કરવા લાગ્યો. જ્યારે પ્રીતિએ વિરોધ કર્યો, ત્યારે ગુસ્સામાં અમિતે તેના પર છરીથી હુમલો કરી દીધો.

ચીસો સાંભળીને સાસુ અને સસરા દરમિયાનગીરી કરવા દોડી આવ્યા, પરંતુ આરોપીએ તેમના પર પણ હુમલો કરી દીધો. આ હુમલામાં, પ્રીતિ અને સુશીલા દેવીનો ઘટનાસ્થળે જ જીવ જતો રહ્યો, જ્યારે અંતુ ગુપ્તાને ગંભીર ઈજાઓ થઈ. ગુનો કર્યા બાદ, આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો.

murder
aajtak.in

ઘટના બાદ, ચીસાચીસ સંભળાઈ ઉઠી. પડોશીઓએ પોલીસને જાણ કરી, ત્યારબાદમાં પહોંચેલી પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. પોલીસે બંને મૃતદેહોનો કબજો લીધો અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સસરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તે હાલમાં સારવાર હેઠળ છે. મૃતક મહિલાના પરિવારનો આરોપ છે કે વિદાય બાદ, અમિત પ્રીતિને પોતાના ઘરે લઈ ગયો ન હતો, પરંતુ તેને બીજે ક્યાંક લઈ ગયો અને તેની સાથે મારમારી કરી હતી. પ્રીતિ છેલ્લા 10 દિવસથી તેના પિયરે રહેતી હતી. મૃતકની બહેને જણાવ્યું કે ગઈકાલે રાત્રે અમિત ચોરીછૂપીથી તેના સાસરિયાના ઘરે પહોંચ્યો. તે સીધો તેની પત્નીના રૂમમાં ગયો અને બાળકને છીનવી લેવાનો પ્રયાસ કર્યો.

જ્યારે પ્રીતિએ વિરોધ કર્યો, ત્યારે અમિતે તેના પર છરીથી હુમલો કર્યો. ચીસો સાંભળીને માતા અને પિતા તેને બચાવવા દોડી આવ્યા, પરંતુ આરોપીએ બંનેમાંથી કોઈને ન છોડ્યા. હાલમાં, પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને ફરાર આરોપીની શોધ શરૂ કરી છે.

About The Author

Related Posts

Top News

...તો તમારી ઉંમરનું વધવાનું અટકી જશે! રશિયન વૈજ્ઞાનિકો પુતિનના 150 વર્ષ જીવવાના સ્વપ્નને સાકાર કરવાની તૈયારીમાં

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક નવી ઉંમર વધારવાની દવા પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. થોડા મહિના પહેલા, ...
Science 
...તો તમારી ઉંમરનું વધવાનું અટકી જશે! રશિયન વૈજ્ઞાનિકો પુતિનના 150 વર્ષ જીવવાના સ્વપ્નને સાકાર કરવાની તૈયારીમાં

યોગરાજ સિંહનું વિવાદાસ્પદ નિવેદન, 'ખેલાડીઓની પત્નીઓ બને છે નિવૃત્તિનું કારણ...'; કોહલી અને રોહિત પર થયા ગુસ્સે

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ફરી એકવાર પોતાના નિવેદનથી મોટો વિવાદ ઉભો કરી દીધો છે, ...
Sports 
યોગરાજ સિંહનું વિવાદાસ્પદ નિવેદન, 'ખેલાડીઓની પત્નીઓ બને છે નિવૃત્તિનું કારણ...'; કોહલી અને રોહિત પર થયા ગુસ્સે

સાસરે જઈ જમાઈનું તાંડવ: પત્ની અને સાસુનું કાસળ કાઢી નાખ્યું; લવ મેેરેજ કરેલા

ઉત્તર પ્રદેશના બલિયામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. નગરા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના બછઈપુર ગામમાં જમાઈએ તેના સાસરિયામાં ઘૂસીને...
સાસરે જઈ જમાઈનું તાંડવ: પત્ની અને સાસુનું કાસળ કાઢી નાખ્યું; લવ મેેરેજ કરેલા

શું રાઘવ ચઢ્ઢા એન્ડ પાર્ટી AAP છોડીને ભેરવાઇ જશે?

ભારતની સંસદીય લોકશાહીમાં દળબદલીનો પ્રશ્ન હંમેશાથી સંવેદનશીલ રહ્યો છે. મતદાતાઓ જે મેંડેટ આપે છે, તે વ્યક્તિગત નેતાઓ માટે નથી—તે વિચારધારા...
Politics 
શું રાઘવ ચઢ્ઢા એન્ડ પાર્ટી AAP છોડીને ભેરવાઇ જશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.