અમેરિકાની કંપની ગુજરાતના વિદ્યાર્થીઓનો ડેટા ભેગો કરે છે, શિક્ષણ વિભાગે આપી ચેતવણી

રાજ્યની શાળાઓમાં બાળકોના વ્યક્તિગત અને સંવેદનશીલ ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ મહત્ત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે. AI આધારિત પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થીઓનો ડેટા એકત્રિત અને પ્રોસેસ કરવામાં આવતી હોવાથી હવે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને શાળાઓ માટે કડક માર્ગદર્શિકા અમલમાં મુકવામાં આવી છે.

પરિપત્ર મુજબ અમેરિકાની AI કંપની એન્થ્રોપિક અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત ‘પ્રથમ’ સંસ્થા વચ્ચે થયેલા સહયોગના સંદર્ભમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારને મળેલી માહિતી મુજબ કેટલીક શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓના ડેટાનો સંગ્રહ અને વિશ્લેષણ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ-2023 (DPDP Act) હેઠળ તમામ શાળાઓને બાળકોના ડેટાની ગોપનીયતા અને સુરક્ષા જાળવવા ફરજિયાત સૂચનાઓ આપી છે.

AI
sandesh.com

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, બાળકોના વ્યક્તિગત ડેટાની સંવેદનશીલતાને ધ્યાને લેતા તથા શૈક્ષણિક વ્યવસ્થામાં ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટ-ઇન-એઈડ તથા ખાનગી શાળાઓમા શાળાઓમાં બાળકોના કોઈપણ પ્રકારના વ્યક્તિગત ડેટાની સંગ્રહ, પ્રક્રિયા કે વહેંચણી કરતી પ્રવૃત્તિઓ માટે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ- 2023 માર્ગદર્શિકાઓની જોગવાઈઓનું સખત પાલન કરવામાં આવે તેની ખાતરી કરવી આવશ્યક છે.

સરકારે NGO, ટેક્નોલોજી ભાગીદારો અને અન્ય સેવા પ્રદાતાઓ સાથે થયેલા તમામ MoU અને કરારોની પણ સમીક્ષા કરવા આદેશ આપ્યો છે. તેમાં ડેટા સુરક્ષા અને ગોપનીયતા સંબંધિત જોગવાઈઓ સ્પષ્ટ રીતે સમાવિષ્ટ હોવી જરૂરી ગણાવવામાં આવી છે. સાથે જ જિલ્લા શિક્ષણાધિકારીઓને તમામ શાળાઓમાં આ નિયમોનું કડક પાલન કરાવવા સૂચના આપવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

AP
divyabhaskar.co.in

શાળાઓએ આ બાબતનું ધ્યાન રાખવું પડશે

વિદ્યાર્થીઓનો ડેટા શેર કરતા પહેલાં માતા-પિતાની લેખિત સંમતિ લેવી ફરજિયાત

ડેટાનો ઉપયોગ માત્ર નિર્ધારિત હેતુ માટે જ કરવો

જરૂરિયાત મુજબ જ મર્યાદિત ડેટાનો સંગ્રહ કરવો

ડેટા કેટલા સમય સુધી સંગ્રહિત રહેશે તેની સમયમર્યાદા નક્કી કરવી

ડેટા સુરક્ષા અને સલામતી માટે પૂરતા ટેક્નિકલ ઉપાયો કરવાના રહેશે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.