ગુજરાતના સાંસદોની ગ્રાન્ટ વાપરવામાં પણ કંજુસાઈ, 384 કરોડમાંથી માત્ર 82 કરોડ જ ખર્ચ્યા, સૌથી વધુ મનસુખ વસાવાએ ખર્ચ્યા

ગુજરાતમાંથી રાજ્યસભાની જેમ લોકસભાના સાંસદો પણ તેમને મળેલી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં કંજુસાઈ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 18મી લોકસભાને ચોથી જૂને 3 વર્ષ પૂરા થશે. ગુજરાતમાંથી ચૂંટાયેલા 26 સાંસદો દ્વારા કુલ રૂપિયા 384 કરોડની ગ્રાન્ટમાંથી રૂપિયા 82.47 કરોડ જ ખર્ચવામાં આવ્યા છે. આમ, રાજ્યના સાંસદો તેમને મળેલી ગ્રાન્ટમાંથી 21 ટકાનો જ ઉપયોગ કરી શક્યા છે.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, લોકસભાના સાંસદોને મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ વિકાસ કામ માટે રૂપિયા 5 કરોડની ગ્રાન્ટ દર વર્ષે ફાળવવામાં આવે છે. આ રકમથી આશરે 5 વર્ષના કાર્યકાળમાં રૂપિયા 25 કરોડના વિકાસ કામો ભલામણ કરી શકે છે. સાંસદ દ્વારા માત્ર કામની ભલામણ કરવામાં આવે છે. ખર્ચ અને ટેન્ડર પ્રક્રિયા જિલ્લા કલેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સંબંધિત સરકારી વિભાગ દ્વારા કરવામાં આવે છે. મિનિસ્ટરી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન દ્વારા યોજનાની દેખરેખ થાય છે.

ગુજરાતના સાંસદોમાંથી મળેલી ગ્રાન્ટમાંથી સૌથી વધુ રકમ ખર્ચવામાં ભરૂચના મનસુખ વસાવા ટોંચ પર છે. તેમણે મળેલી 14.70 કરોડની ગ્રાન્ટમાંથી 5.75 કરોડ તેમણે ખર્ચ્યા છે. આમ, તેમણે 39.1 ટકા રકમનો ઉપયોગ કરેલો છે. મળેલી ગ્રાન્ટમાંથી સૌથી વધુ રકમ કરચવામાં પાટણના ભરતસિંહ ડાભીએ 5.57 કરોડ ખર્ચ્યા છે આમ તેમણે 37.94 ટકા સાથે બીજા, નવસારીના સી.આર. પાટીલ 5.36 કરોડ સાથે ત્રીજા, અમરેલીના ભરત સુતરિયા 5.08 કરોડના ખર્ચ સાથે ચોથા, જૂનાગઢના રાજેશ ચુડાસમા 4.63 કરોડના ખર્ચ પાંચમાં સ્થાને છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાએ  4.50 કરોડ,વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી 4.35 કરોડ, સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા 4.35 કરોડ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે 4.15 કરોડ, કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ 4.07 કરોડ, વલસાડના સાંસદ ધવલ પટેલે 3.56 કરોડ, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે 3.32 કરોડ આણંદના સાંસદ મિતેષ પટેલે 3.28 કરોડ, રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ 3.02 કરોડ, છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ 2.73 કરોડ, સુરતના સાંસદ મુકેશ દલાલે 2.43 કરોડ, ભવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાએ 2.23 કરોડ, બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ 2.19 કરોડ, પોરબંદરના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાએ 2.18 કરોડ, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે 1.95 કરોડ, પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવે 1.77 કરોડ, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે 1.61 કરોડ, જામનગરના સાંસદ પુનમ માડમે 1.54 કરોડ, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે 1.53 કરોડ, અમદાવાદ પૂ.ના સાંસદ દિનેશ મકવાણાએ 80 લાખ ખર્ચ કર્યો છે.

gujarat mps
mplads.mospi.gov.in

15 ટકાથી પણ ઓછી રકમ ખર્ચી હોય તેવા સાંસદોમાં અમદાવાદ પશ્ચિમના દિનેશ મકવાણા, અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ, દાહોદના જસવંતસિંહ ભાભોર, બનાસકાંઠાનાં ગેનીબેન ઠાકોર, પંચમહાલના રાજપાલસિંહ જાદવ, જામનગરનાં પૂનમ માડમ, પોરબંદરના ડૉ. મનસુખ માંડવિયા, બારડોલીના પ્રભુભાઈ વસાવાનો સમાવેશ થાય છે.

સરેરાશની રીતે ગ્રાન્ટનો સૌથી વધુ ઉપયોગ કરનારા રાજ્યના સાંસદો

નાગાલેન્ડના સાંસદોએ તેમની ગ્રાંટની સૌથી વધુ રકમ ખર્ચ કરી છે. અહીના સાંસદોએ 64.70 ટકા રકમ ખર્ચ કરી છે, ત્યારબાદ અરુણાચલ પ્રદેશના સાંસદોએ 61.80%, સિક્કિમના સાંસદોએ 62.30%, મેઘાલયના સાંસદોએ 61.60%, મિઝોરમના સાંસદોએ 58.40%, મણિપુરના સાંસદોએ 53.30%, ઉત્તર પ્રદેશના 38.80%, છત્તીસગઢના સાંસદોએ 37.90%, પંજાબના 35.70% અને તમિલનાડુના સાંસદોએ 34.70%નો ખર્ચ કર્યો છે.

About The Author

Related Posts

Top News

ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

મુરાદાબાદમાં બનેલી એક ભયાનક ઘટનાએ સંબંધો, વિશ્વાસ અને પરિવારની વ્યાખ્યાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. 6 વર્ષ અગાઉ જે...
National 
ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

ગુજરાતના સાંસદોની ગ્રાન્ટ વાપરવામાં પણ કંજુસાઈ, 384 કરોડમાંથી માત્ર 82 કરોડ જ ખર્ચ્યા, સૌથી વધુ મનસુખ વસાવાએ ખર્ચ્યા

ગુજરાતમાંથી રાજ્યસભાની જેમ લોકસભાના સાંસદો પણ તેમને મળેલી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં કંજુસાઈ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 18...
Gujarat 
ગુજરાતના સાંસદોની ગ્રાન્ટ વાપરવામાં પણ કંજુસાઈ, 384 કરોડમાંથી માત્ર 82 કરોડ જ ખર્ચ્યા, સૌથી વધુ મનસુખ વસાવાએ ખર્ચ્યા

90 વર્ષના સાસુને પીઠ પર ઉઠાવી 1500 રૂપિયા લેવા માટે 9 કિલોમીટર ચાલીને બેંક પહોંચી વહુ

90 વર્ષની સાસુના વજનથી વાંકી વળી ગયેલી એક મહિલા, ધોમધખતા તડકામાં જંગલના રસ્તાઓ, ઉબડ ખાબડ રસ્તાઓ અને નદી...
National 
90 વર્ષના સાસુને પીઠ પર ઉઠાવી 1500 રૂપિયા લેવા માટે 9 કિલોમીટર ચાલીને બેંક પહોંચી વહુ

કોકરોચ જનતા પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી, 1 જૂનથી Gen Z...

સોશિયલ મીડિયા અને યુવા વર્ગમાં ચર્ચાનો વિષય બનેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ હવે ગુજરાતમાં પણ સક્રિય બની રહી છે. મહારાષ્ટ્રના અને...
Gujarat 
કોકરોચ જનતા પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી, 1 જૂનથી Gen Z...
Copyright (c) Khabarchhe All Rights Reserved.