ખેડૂતો માટે માઠા સમાચાર: અંબાલાલ પટેલની આગાહી- ‘આગામી બે દિવસમાં વરસાદ પડશે

હવે ગુજરાત સહિત દેશભરના હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે, જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. અત્યારે ગુજરાતમાં ભારે ગરમી છે. ત્યારે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોને લઈને મહત્ત્વપૂર્ણ આગાહી કરી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ, 8 મે દરમિયાન રાજ્યમાં હવામાનમાં પલટો આવશે. આગામી બે દિવસમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે આ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે, એક તરફ વરસાદની આગાહી છે, તો બીજી તરફ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા ઓછી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 12 મે સુધી રાજ્યમાં આકરી ગરમી યથાવત રહેશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં 8 મે દરમિયાન રાજ્યમાં હવામાન પલટાશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. 11-20 મે દરમિયાન તીવ્ર ગરમી પડી શકે છે. તાપમાન 44-45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. મે મહિનાના મધ્ય ગાળામાં પ્રિમોન્સૂન પ્રવૃત્તિ વધવાની શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે.

ambalal
gujaratijagran.com

ABP અસ્મિતાના અહેવાલ મુજબ, તાપમાનની વાત કરીએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. કચ્છ જિલ્લામાં 42 ડિગ્રી સુધી અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 43 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. આ ઉપરાંત, 20- 23 મે દરમિયાન રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને માછીમારોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.ચોમાસાને લઈને પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ગુજરાતમાં આશરે 15 જૂન આસપાસ ચોમાસાની શરૂઆત થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ 3-4  દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે અને થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટીના કારણે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસશે, સૌરાષ્ટ્ર, કચ્છ,પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ખાસ કરીને થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટીની અસર બપોર બાદ જોવા મળશે. વેસ્ટર્સન્સ ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી 4થી5 દિવસ રાજ્યમાં આ સ્થિતિ જોવા મળશે, ઉલ્લેખનિય છે કે, હાલ અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન આવી રહ્યાં છે. જેના કારણે રાજ્યભરની વેઘરની પેર્ટન ઉનાળામાં થોડી બદલાઇ છે. જો એક અન્ય એન્ટી સાયક્લોનિક સિસ્ટમ પણ એક્ટિવ છે. જેથી સમગ્ર ગુજરાતમાં ભારે સાર્વત્રિક વરસાદની શક્યતા ઓછી છે.

rain1
hindustantimes.com

વાતાવરણમાં પલટાના કારણે હાલ તાપમાનનો પારો 2-3 ડિગ્રી નીચે જતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભેજવાળા પવન વહેતા અને વરસાદ આવતા ગરમીથી રાહત મળે છે. પરંતુ ફરી 9 મે બાદ ગરમીમાં વધારો થશે અને તાપમાન ફી 41 ડિગ્રીના પાર પહોંચે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વડોદરા, અમદાવાદ, રાજકોટ, અમરેલી સુરેન્દ્રનગર, જૂનાગઢ સહિતના વિસ્તારમાં તાપમાનનો પાર 43ને પાર થાય તેવી શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે કે વાતાવરણમાં પલટાની સ્થિતિ 7- 8 મે સુધી રહેશે બાદ ફરી ઉનાળો તેનો મિજાજ બતાવશે અને કાળઝાળ ગરમીનો અનુભવ થઇ શકે છે.

About The Author

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.