અંબાલાલ પટેલે ભરઉનાળે જણાવી દીધું- આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, ક્યારે હવામાન બદલાશે

ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની મોટાભાગની આગાહીઓ સચોટ અને સાચી સાબિત થતી હોય છે. જેને કારણે તેમને ગુજરાતનાં બાબા વેંગા પણ કહેવામાં આવે છે. તેઓ સતત હવામાનમાં થનારા ફેરફારને લઈને આગાહી કરતાં રહે છે ત્યારે હવે તેમણે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસુ કેવી રહેશે? ચાલો જાણીએ આગાહીકાર અંબાલાલ પટેલે શું ચોમાસાને લઈને શું કહ્યું છે.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, સામાન્ય રીતે ઘણા બધા માપદંડોના આધારે ચોમાસા અંગે પૂર્વાનુમાન કરાતું હોય છે. અલનીનો વચ્ચે ચોમાસું નબળું રહેવાનું આકલન થયું છે. પરંતુ મારી દૃષ્ટિએ આ આકલન થોડું વહેલું ગણાશે. ગંગા-જમનાના મેદાનો તપે પછી ચોમાસાની ગતિવિધિનો ખ્યાલ આવી શકે.

તેમણે કહ્યું કે, રાજ્યમાં હાલમાં ગરમી વધી રહી છે. આગામી 20-22 એપ્રિલ દરમિયાન હવામાન બદલાશે. દક્ષિણ પૂર્વ ગુજરાતમાં પવન સાથે વરસાદ પડી શકે છે. 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. 26 તારીખ પછી ફરી ગરમી વધવાની શક્યતાઓ છે. અનેક વિસ્તારોમાં તાપમાન 41થી 43°C સુધી પહોંચી શકે છે. હાલ ગંગા જમનાના મેદાનો તપવાની સાનુકૂળ સ્થિતિ છે. સાથે જ હિંદ મહાસાગરનું વાતાવરણ સાનુકૂળ રહેવું જોઇએ. ભલે લાનીનો હોય પણ ઘણા પરિબળો સાનુકૂળ હોય તો ચોમાસું સારું રહી શકે.

ambalal-patel1
gujaratijagran.com

અંબાલાલ પટેલે કહ્યું કે, 12-13 મેથી 20 મે વચ્ચે ચોમાસું અંદમાન નિકોબાર ટાપુ પર પહોંચી શકે છે. આ વખતે વર્ષા ગર્ભ બરાબર બન્યો નથી, પરંતુ લો પ્રેશર બનવાની શક્યતાઓ વધારે છે. હવે ધીમે-ધીમે લૉ પ્રેશરથી જ વરસાદ આવતો હોય છે. આ વખતે બંગાળનો ઉપસાગર અને અરબ સાગર સક્રિય થવાની શક્યતા રહેશે. 17 મે બાદ બંને સાગર સક્રિય થતા એક ટ્રફ બનશે, જે સારો વરસાદ લાવવામાં મદદ કરશે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ચોમાસુ સામાન્યથી થોડુ સારૂ રહેવાની શક્યતાઓ છે આ વખતે ગુજરાતમાં કોઇ ભાગમાં 92-94 ટકા, કોઇ ભાગમાં 96 તો કોઇ ભાગમાં 98 ટકા વરસાદ રહેવાની સંભાવના રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, કચ્છ અને સૌરાષ્ટ્રના દક્ષિણ પશ્ચિમ ભાગોમાં વરસાદ સારો થવાની સંભાવના રહેશે. મે મહિનામાં વાવાઝોડું બનવાની શક્યતા પણ છે. 8-20 જૂન વચ્ચે અરબ સાગર સક્રિય થવાની શક્યતા છે. જો વાવાઝોડું વહેલું બની જાય અને તેનો ભેજ ખેંચાય ન જાય તો ગુજરાતનું ચોમાસું સમયસર આવી શકે છે.

ambalal-patel
gujaratijagran.com

આગાહીકારના મતે મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. નવસારી, વલસાડમાં સારો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ થઇ શકે છે. ગુજરાતમાં 8-15 જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ થઇ શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, સમયસર વરસાદ પડતો રહે તો ઓછા પ્રમાણ છતા કૃષિ પાકોને લાભ મળી શકે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાછોતર વરસાદની પણ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ચોમાસાને લઇ પૂર્વાનુમાન જાહેર કર્યું કે, ચોમાસામાં વરસાદ નબળો રહેવાના એંધાણ સેવાઇ રહ્યા છે, સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યમાં ઓછો વરસાદ રહેવાના એંધાણ છે

About The Author

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.