20 દિવસ સાચવીને રહેજો, અંબાલાલ પટેલે કરી ભૂક્કા બોલાવતી આગાહી

ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે. દેશમાં ગમે ત્યારે વાતાવરણમાં ફેરફાર થઈ જાય છે અને વરસાદ પડે છે. જેને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. આ વર્ષે તો ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. 2025માં પડેલા કમોસમી વરસાદે તો ખેડૂતોને રડાવ્યા અને આર્થિક પાયમાલ કરી નાખ્યા. તો તાજેતરમાં આવેલા મિની વાવાઝોડાએ પણ બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાન કર્યું છે. આંબા પર આવેલી કેરીઓ ખરી પડી, ચીકુઓ પણ ખરી પડી, પપૈયાંઓને પણ ભારે નુકસાન થયું છે. આ છતા ગુજરાત અને ખેડૂતો પર સંકટ ઓછું થયું નથી. ગુજરાતના બાબા વેંગા ગણાતા અંબાલાલ પટેલે ભૂક્કા બોલાવતી આગાહી કરી છે.

ન્યૂઝ18ના અહેવાલ મુજબ, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 20 દિવસ ગુજરાત સહિત સમગ્ર દેશ માટે અત્યંત આકરા સાબિત થઈ શકે છે, જેમાં અનેક ભાગોમાં આંધી તોફાનો આવી શકે અને કમોસમી વરસાદની શક્યતા છે. દેશના ઉત્તરીય ભાગોમાં એક બાદ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થવા જઈ રહ્યા છે. આ સિસ્ટમની અસર પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની સાથે ઉત્તર ગુજરાતમા પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળશે. આ દરમિયાન પવનની ગતિ 60-70 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે એટલી પ્રચંડ હશે કે કાચા મકાનોના છાપરા પણ ઉડી શકે છે.

ambalal-patel
gujarati.abplive.com

અંબાલાલ પટેલની આગાહી મુજબ, ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ સહિતના ઉત્તર ગુજરાતના ભાગોમાં મજબૂત વેધર સિસ્ટમ સર્જાશે, જેના કારણે વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ પશ્ચિમી વિક્ષેપની સીધી અસર જોવા મળશે. 28 માર્ચે ઉત્તર ભારતમાં નવી સિસ્ટમ સક્રિય થશે. 3 એપ્રિલે આ સિસ્ટમ વધુ મજબૂત બની ગુજરાત તરફ આગળ વધશે. 5 એપ્રિલે ફરી એક નવો પશ્ચિમી વિક્ષેપ આવશે, જે પવનની ગતિમાં વધારો કરશે. 8-16 એપ્રિલે આ ગાળો સૌથી વધુ પ્રભાવિત રહેશે, જેમાં એક બાદ એક વિક્ષેપોને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે, પરંતુ વાતાવરણમાં અસ્થિરતા જળવાઈ રહેશે.

તો હવામાન વિભાગના અનુમાન મુજબ, આજે સાંજથી વાતાવરણમાં વધુ પલટો આવી શકે છે અને 29 અને 30 તારીખે હળવા ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના ટૂંકા ગાળાના અનુમાન મુજબ, શનિવાર સાંજથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. જેને લઇને આગામી 5 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

rain
hindustantimes.com

આ દરમિયાન 29 માર્ચે બનાસકાંઠા જિલ્લાના છુટાવાયા વિસ્તારોમાં હળવા વરસાદ સાથે પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થશે. જ્યારે 30 માર્ચે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. જોકે, મહેસાણા જિલ્લામાં વરસાદની શક્યતા હાલ નહિવત જણાઇ રહી છે. આ બંને દિવસ કલાકે 30-40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાઇ શકે છે. તેમજ હળવો વરસાદ થઇ શકે છે.

About The Author

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.