ગુજરાતમાં આજથી વસ્તી ગણતરી ચાલુ, ઘરબેઠા આ રીતે કરી શકો છો સ્વ-જનગણના? CM જોડાયા

રાજ્યમાં 17 મે, રવિવાર એટલે કે આજથી વસ્તી ગણતરીની શરૂઆત થઈ છે. લોકો 31 મે સુધી સેલ્ફ એન્યુમેરેશન (જાતે માહિતી અપલોડ કરવી) કરી શકશે. બે તબક્કામાં થનારી વસ્તી ગણતરી માટે પ્રથમ તબક્કામાં 1 જૂનથી 30 જૂન દરમિયાન તમામ ઘરની ગણતરી કરાશે. ઘરના મુખ્ય વ્યકિતને વસ્તી ગણતરી કરવા આવનાર કર્મચારી દ્વારા 33 સવાલ પૂછવામાં આવશે. જ્યારે બીજા તબક્કાની વસ્તી ગણતરી 9 ફેબ્રુઆરી 2027થી 28 ફેબ્રુઆરી, 2027 સુધી થશે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ ગુજરાતમાં કૂલ 1.10 લાખ કર્મચારીઓ વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાશે. શિક્ષકો અને પ્રોફેસરો દ્વારા વસ્તી ગણતરીની કામગીરીમાંથી મુક્ત રાખવાની માગ કરવામાં આવી રહી છે. ત્યારે વસ્તી ગણતરી નિયામકે કહ્યું હતું કે, આ બાબતે સરકાર અંતિમ નિર્ણય કરશે.

રાજ્યમાં 15 વર્ષ બાદ યોજાઈ રહેલી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો 1 જૂનથી પ્રારંભ થશે. 1 જૂનથી 30 જૂન દરમિયાન તમામ ઘરોની ગણતરી કરાશે. કર્મચારીઓ દ્વારા 33 સવાલોના જવાબ મેળવાશે. લોકો જાતે પણ 17 મેથી 31 મે દરિયાન ઓનલાઈન પોતાની માહિતી અપલોડ કરી શકશે.સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સેલ્ફ એન્યુમેરેશન કર્યું છે.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આ રાષ્ટ્રીય પ્રક્રિયા અંગે મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘જનગણના 2027 એ દેશના ભાવી વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતા ડેટાના આધારે જ સરકાર ભવિષ્યની નીતિઓ નક્કી કરે છે. આરોગ્ય, શિક્ષણ, આવાસ, સંસાધનોનું યોગ્ય વિતરણ અને અન્ય જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે આ આંકડા ખૂબ જ જરૂરી છે. જો આંકડા સાચા હશે, તો જ વિકાસનો લાભ યોગ્ય લોકો અને છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડી શકાશે.

census-2027
divyabhaskar.co.in

મંત્રી સી.આર. પાટીલે નાગરિકોને આશ્વાસન આપતા જણાવ્યું છે કે, ‘વસ્તી ગણતરી દરમિયાન લોકોએ આપેલી તમામ માહિતી કાયદા મુજબ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે. આ માહિતીનો ઉપયોગ માત્ર આંકડાકીય વિશ્લેષણ અને વિકાસલક્ષી હેતુઓ માટે જ થાય છે. વસ્તી ગણતરીના આધારે જે સચોટ આંકડા સામે આવશે, તેનાથી નીતિ આયોગ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને પોતાના વાર્ષિક બજેટમાં યોગ્ય જોગવાઈઓ કરવામાં મોટી મદદ મળશે. સચોટ ડેટાના કારણે જ જનહિતના કામો વધુ સારી રીતે હાથ ધરી શકાશે અને સામાન્ય જનતાને તેનો મોટો ફાયદો મળશે.

ગુજરાતના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ (HLBs), 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી રહી છે.

પહેલી વખતે આ ચાર સવાલ પૂછાશે

વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન ઘરના મુખ્ય વ્યકિતને કર્મચારી દ્વારા અલગ અલગ 33 સવાલો પૂછવામાં આવશે. જેમાં ચાર બાબત એવી છે કે, આ વસ્તી ગણતરીમાં પ્રથમવાર સમાવેશ કરવામાં આવ્યો છે. તમે ઈન્ટરનેટ, સ્માર્ટ ફોન, બોટલ્ડ વોટલ વાપરો છો?, તમે કયુ ધાન્ય વધારે ખાવ છો? તેની પ્રથમવાર માહિતી મેળવાશે.

વસ્તી ગણતરી કામગીરીને લઈ લોકોને કોઈ બાબતે મૂંઝવણ હોય તો તેઓ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ-ફ્રી નંબર 1855 અથવા વેબસાઇટ www.censusindia.gov.in પર સંપર્ક કરી શકશે.

શિક્ષકો અને પ્રોફેસરોને વસ્તી ગણતરીની કામગીરીમાંથી બાકાત રાખવાની માગ

રાજ્યમાં આગામી જૂન માસથી શરૂ થનારી વસ્તી ગણતરીની પ્રક્રિયાને લઈને શિક્ષક અને પ્રાધ્યાપક સંગઠનોમાં ચિંતા વ્યાપી છે. શાળાઓ અને કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત દરમિયાન જ મોટા પ્રમાણમાં શિક્ષકો અને અધ્યાપકોને વસ્તી ગણતરીની કામગીરીમાં જોડવામાં આવશે તો તેની સીધી અસર શિક્ષણકાર્ય પર પડશે તેવી ભીતિ સેવાઇ રહી છે. આ મુદ્દે વિવિધ શૈક્ષિક સંગઠનોએ સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆતો શરૂ કરી છે. વસ્તી ગણતરી નિયામક સુજલ માયાત્રાએ આ મુદ્દે જણાવ્યું હતું કે શિક્ષકોને કામગીરીમાં જોડવાનો વિષય રાજ્ય સરકારના અધિકારક્ષેત્રનો છે અને અંતિમ નિર્ણય રાજ્ય સરકાર કરશે.

વસ્તી ગણતરીમાં આ 33 સવાલો પૂછવામાં આવશે?

મકાન નંબર (શહેર અથવા સ્થાનિક સત્તામંડળ અથવા વસ્તી ગણતરી નંબર)

વસ્તી ગણતરી ઘર નંબર

ઘરના ફ્લોરમાં વપરાતી મુખ્ય સામગ્રી

ઘરની દિવાલમાં વપરાતી મુખ્ય સામગ્રી

ઘરની છતમાં વપરાતી મુખ્ય સામગ્રી

ઘરનો ઉપયોગ

ઘરની સ્થિતિ

પરિવાર નંબર

ઘરમાં સામાન્ય રીતે રહેતા વ્યક્તિઓની કુલ સંખ્યા

ઘરના વડાનું નામ

ઘરના વડાની જાતિ

ઘરના વડા અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/અન્યનો છે કે કેમ

ઘરની માલિકીનો દરજ્જો

ઘરમાં રહેવા માટે ઉપલબ્ધ રૂમની સંખ્યા

ઘરમાં રહેતા પરિણીત યુગલોની સંખ્યા

પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત

પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા

વીજળીનો મુખ્ય સ્ત્રોત

શૌચાલયની ઉપલબ્ધતા

શૌચાલયનો પ્રકાર

બાથરૂમની ઉપલબ્ધતા

રસોડાની ઉપલબ્ધતા અને LPG/PNG કનેક્શન

રસોઈ માટે વપરાતું મુખ્ય ઈંધણ

રેડિયો/ટ્રાન્ઝિસ્ટર

ટેલિવિઝન

ઈન્ટરનેટ સુવિધા

લેપટોપ/કોમ્પ્યુટર

ટેલિફોન/મોબાઈલ ફોન/સ્માર્ટફોન ફોન

સાયકલ/સ્કૂટર/મોટરસાયકલ/મોપેડ

કાર/જીપ/વાન

ઘર દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ

મોબાઈલ નંબર (માત્ર વસ્તી ગણતરી સંબંધિત સંદેશાવ્યવહાર માટે)

census-20271
bhaskarenglish.in

ઘરબેઠા સ્વ-જનગણના આ રીતે કરી શકો છો?

1. પોર્ટલ પર જાવ

બ્રાઉઝરમાં http:se.census.gov.in ખોલો (મોબાઈલ અને કોમ્પ્યુટર બંનેમાં કામ કરે છે, ડેસ્કટોપ ઉત્તમ રહેશે)

2. રાજ્ય પસંદ કરો

ડ્રોપડાઉનમાંથી પોતાના રાજ્યની પસંદગી કરો. કેપ્ચા ભરો (ઓડિયો વિકલ્પ છે) અને 'Verify & Proceed' ક્લિક કરો.

3. રજિસ્ટ્રેશન

પરિવારના મુખ્ય વ્યકિતનું નામ નોંધાવો. (આ નામ પાછળથી બદલી શકાશે નહીં)

એક મોબાઈલ નંબર આપો (એક ઘર માટે ફક્ત એક નંબરનો ઉપયોગ થઈ શકે છે)

4. વૈકલ્પિક

વૈકલ્પિક Email ID

5. OTP વેરિફિકેશન

મોબાઈલ પર આવેલો 6 આંકડાનો OTP નાખો. ભાષા પસંદ કરો(16 ભાષામાં ઉપલબ્ધ, પાછળથી બદલી શકાશે નહીં)

માહિતી ભરો

સેક્શન A

મકાનની વિગત (લોકેશન મેપ પર માર્ક કરો, મકાનનો પ્રકાર, દીવાલ, છત, ફ્લોર વગેરેની માહિતી.

સેકશન B

પરિવાર સંબંધિત માહિતી (ઘરમાં રહેતા લોકોની સંખ્યા,રૂમ અને મૅરિડ કપલ વગરે)

સેકશન C

યુટિલિટી/ સુવિધા (પાણી, વીજળી, શૌચાલય, સ્નાન, રસોઈ, ઈંધણ વગેરે)

સંપત્તિ સંબંધી સવાલ (TV, ફ્રિજ, કાર, મોબાઈલ, કોમ્પ્યુટર વગેરે)

6. પ્રીરિવ્યૂ અને ફાઇનલ સબમિટ

તમામ જાણકારી ચેક કરો. ફાઈનલ સબમિટ કર્યા બાદ ફેરફાર સંભવ નથી. સફળ સબમિટ થતા SE ID જનરેટ થશે. (સ્કીન પર દેખાશે અને ઈમેઈલ પર પણ આવી શકે છે.)

7. SE ID સેવ કરો

આની પ્રિન્ટ અથવા સ્કીનશોટ લઈને રાખો. કર્મચારી આવે ત્યારે બતાવો.

નોંધઃ સ્વ-ગણના પરિવારનો મુખ્ય વ્યકિત કે કોઈ જવાબદાર સદસ્ય કરી શકે છે. દસ્તાવેજ અપલોડ કરવાની જરુરિયાત નથી.

About The Author

Top News

ચાંદખેડા ઢોસાના ખીરાના કેસમાં 3 વર્ષીય મિસ્ટીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો, બાળકીના શરીરમાં...

એપ્રિલ મહિનામાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક દુકાનમાંથી ખીરું લાવ્યા બાદ ડોસા બનાવવામાં આવ્યા હતા. તેને ખાધા બાદ પ્રજાપતિ પરિવારના સભ્યોની...
Gujarat 
ચાંદખેડા ઢોસાના ખીરાના કેસમાં 3 વર્ષીય મિસ્ટીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો, બાળકીના શરીરમાં...

ગુજરાતમાં આજથી વસ્તી ગણતરી ચાલુ, ઘરબેઠા આ રીતે કરી શકો છો સ્વ-જનગણના? CM જોડાયા

રાજ્યમાં 17 મે, રવિવાર એટલે કે આજથી વસ્તી ગણતરીની શરૂઆત થઈ છે. લોકો 31 મે સુધી સેલ્ફ એન્યુમેરેશન (જાતે...
Gujarat 
ગુજરાતમાં આજથી વસ્તી ગણતરી ચાલુ, ઘરબેઠા આ રીતે કરી શકો છો સ્વ-જનગણના? CM જોડાયા

ફિલ્મ વિવાહ જેવો કિસ્સોઃ 7 ફેરા પહેલા કન્યા પર ઢોળાયું ઉકળતું તેલ, હોસ્પિટલના બર્ન વોર્ડમાં વરરાજાએ કર્યા લગ્ન

બોલિવુડ ફિલ્મ ‘વિવાહ’નું એ ભાવુક ક્લાઇમેક્સ સીન કદાચ જ કોઇ ભૂલી શક્યું હશે, જેમાં લગ્ન સમારંભ...
National 
ફિલ્મ વિવાહ જેવો કિસ્સોઃ 7 ફેરા પહેલા કન્યા પર ઢોળાયું ઉકળતું તેલ, હોસ્પિટલના બર્ન વોર્ડમાં વરરાજાએ કર્યા લગ્ન

પ્રતીક યાદવે પુત્રીઓના નામે કરી દીધી તમામ સંપત્તિ! પત્નીનો ઉલ્લેખ પણ નહીં

પ્રતીક યાદવના અવસાન બાદ યાદવ પરિવાર સાથે જોડાયેલી એક મોટી અને ચોંકાવનારી ચર્ચા સામે આવી રહી છે. એવું કહેવામાં આવી...
National 
પ્રતીક યાદવે પુત્રીઓના નામે કરી દીધી તમામ સંપત્તિ! પત્નીનો ઉલ્લેખ પણ નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.