ફિલ્મ વિવાહ જેવો કિસ્સોઃ 7 ફેરા પહેલા કન્યા પર ઢોળાયું ઉકળતું તેલ, હોસ્પિટલના બર્ન વોર્ડમાં વરરાજાએ કર્યા લગ્ન

બોલિવુડ ફિલ્મ વિવાહનું એ ભાવુક ક્લાઇમેક્સ સીન કદાચ જ કોઇ ભૂલી શક્યું હશે, જેમાં લગ્ન સમારંભ પહેલાં આગની ઘટનામાં કન્યા ગંભીર રીતે દાઝી જાય છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડે છે. આ મુશ્કેલ ક્ષણમાં વરરાજા હોસ્પિટલના વોર્ડમાં જ તેની માંગ ભરીને પોતાની પત્ની તરીકે સ્વીકારે છે. રૂપેરી પડદાની આ કાલ્પનિક કહાની હવે કાનપુરમાં વાસ્તવિકતા બની ગઈ છે. અહીં, વરરાજાએ લગ્ન અગાઉ બનેલી આગની ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલી થનાર પત્નીનો સાથ ન છોડ્યો, પરંતુ હોસ્પિટલના બર્ન વોર્ડને લગ્ન મંડપ બનાવીને તેની સાથે સાત જન્મોના સોગંધ ખાધા.

આ આખી ઘટના કાનપુરના ઘાટમપુર વિસ્તારમાં સ્થિત જગન્નાથપુર ગામમાં બની હતી. સ્થાનિક રહેવાસી જગદીશ સિંહની 23 વર્ષીય પુત્રી ગરિમા સિંહ (ઉર્ફે શ્વેતા)ના લગ્ન કાનપુરના તાત્યા તોપે નગરના રહેવાસી 27 વર્ષીય વિકાસ સિંહ સાથે નક્કી કરવામાં આવ્યા હતા. જાન ગુરુવારે આવવાની હતી અને બુધવાર 13 મેના રોજ દુલ્હનના ઘરે મહેંદીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ઘર સંબંધીઓ અને મહેમાનોથી ભરેલું હતું, ત્યારે અચાનક સિલિન્ડર પાઇપમાંથી ગેસ લીકેજ થયો અને થોડીવારમાં જ ભીષણ આગ ફાટી નીકળી.

marriage
ndtv.in

ચીસાચીસ સાંભળીને લોકો આગ ઓલવવા દોડી આવ્યા; પરંતુ, આ દરમિયાન, ચૂલા પર મૂકવામાં આવેલી ઉકળતા તેલથી ભરેલી કઢાઈ ઢોળાઇ ગઇ. આ દુ:ખદ અકસ્માતમાં દુલ્હન શ્વેતા, તેના પિતા જગદીશ, ફોટોગ્રાફર શિવા અને ઘણી મહિલા સંબંધીઓ સહિત કુલ 12 લોકો ગંભીર રીતે દાઝી ગયા. બધા પીડિતોને તાત્કાલિક ઘાટમપુર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમની ઇજાઓ ગંભીર હોવાથી તેમને કાનપુર રિફર કરવામાં આવ્યા હતા.

અકસ્માતના સમાચાર જેવા જ વરરાજા વિકાસ અને તેના પરિવારને મળ્યા, તેઓ તાત્કાલિક કાનપુરની ઉર્સુલા હોસ્પિટલ ગયા અને ત્યારબાદ જાજમાઉની ખાનગી મિશિકા હોસ્પિટલમાં પહોંચ્યા, જ્યાં શ્વેતાને દાખલ કરવામાં આવી હતી. કન્યાની ગંભીર સ્થિતિ જોઈને કેટલાક સંબંધીઓએ લગ્ન થોડા સમય માટે મુલતવી રાખવાનું સૂચન કર્યું; પરંતુ, વિકાસે તેમ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. વિકાસે દૃઢતાથી કહ્યું કે પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, તેઓ પોતાના વચનનું પાલન કરશે અને દરેક પગલે શ્વેતાની સાથે રહેશે.

marriage2
ndtv.in

વિકાસનો આ અતૂટ પ્રેમ અને સમર્પણ જોઇને બંને પરિવારો ભાવુક થઈ ગયા. ત્યારબાદ હોસ્પિટલ વહીવટીતંત્ર પાસેથી વોર્ડની અંદર જ લગ્ન સમારોહ યોજવા માટે પરવાનગી માંગવામાં આવી. ખૂબ જ સંવેદનશીલતા દર્શાવતા, મિશિકા હોસ્પિટલના MD ડૉ. સુરેન્દ્ર પટેલ અને તેમની ટીમે તાત્કાલિક આ પરવાનગી આપી. શુક્રવારે રાત્રે હોસ્પિટલના બર્ન વોર્ડ લગ્ન મંડપમાં પરિવર્તિત થઇ ગયો. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે બંને પરિવારોના સભ્યો સાથે મળીને વોર્ડને ફૂલોથી સજાવવાનું કામ કર્યું. સફેદ શર્ટ અને કાળું પેન્ટ પહેરીને વરરાજા વિકાસ હોસ્પિટલના પલંગ પાસે પહોંચ્યો જ્યાં તેની દુલ્હન પટ્ટીમાં લપેટાયેલી હતી. વિકાસે ત્યાં જ શ્વેતાની માંગમાં સિંદૂર ભર્યું અને તેને પોતાની જીવનસંગિની તરીકે સ્વીકારી. આ અસાધારણ અને ભાવનાત્મક ક્ષણને જોઈને રૂમમાં હાજર ડૉક્ટરો, નર્સો અને સંબંધીઓની આંખોમાં આંસુ આવી ગયા.

મિશિકા હોસ્પિટલના MD, ડૉ. સુરેન્દ્ર પટેલે કહ્યું કે, હોસ્પિટલ પરિસરમાં લગ્નનો આ ઘટનાક્રમ ખૂબ જ હૃદયસ્પર્શી હતો. કન્યા શ્વેતા હવે ઝડપથી સ્વસ્થ થઇ રહી છે, જોકે તેને સંપૂર્ણ સ્વસ્થ થવામાં અને રજા આપવામાં હજુ 8 થી 10 દિવસ લાગી શકે છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા અન્ય વ્યક્તિઓની સારવાર પણ ચાલુ છે. NDTVના અહેવાલ મુજબ, વરરાજા વિકાસે કહ્યું કે તે ખાનગી નોકરી કરે છે. તેણે નક્કી કર્યું હતું કે તે સંજોગો સામે ન નહીં ઝુકે અને લગ્ન અગાઉ નક્કી કરેલા દિવસે અને શુભ મુહૂર્તમાં જ કરવાનો સંકલ્પ કર્યો છે.

About The Author

Related Posts

Top News

ચાંદખેડા ઢોસાના ખીરાના કેસમાં 3 વર્ષીય મિસ્ટીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો, બાળકીના શરીરમાં...

એપ્રિલ મહિનામાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક દુકાનમાંથી ખીરું લાવ્યા બાદ ડોસા બનાવવામાં આવ્યા હતા. તેને ખાધા બાદ પ્રજાપતિ પરિવારના સભ્યોની...
Gujarat 
ચાંદખેડા ઢોસાના ખીરાના કેસમાં 3 વર્ષીય મિસ્ટીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો, બાળકીના શરીરમાં...

ગુજરાતમાં આજથી વસ્તી ગણતરી ચાલુ, ઘરબેઠા આ રીતે કરી શકો છો સ્વ-જનગણના? CM જોડાયા

રાજ્યમાં 17 મે, રવિવાર એટલે કે આજથી વસ્તી ગણતરીની શરૂઆત થઈ છે. લોકો 31 મે સુધી સેલ્ફ એન્યુમેરેશન (જાતે...
Gujarat 
ગુજરાતમાં આજથી વસ્તી ગણતરી ચાલુ, ઘરબેઠા આ રીતે કરી શકો છો સ્વ-જનગણના? CM જોડાયા

ફિલ્મ વિવાહ જેવો કિસ્સોઃ 7 ફેરા પહેલા કન્યા પર ઢોળાયું ઉકળતું તેલ, હોસ્પિટલના બર્ન વોર્ડમાં વરરાજાએ કર્યા લગ્ન

બોલિવુડ ફિલ્મ ‘વિવાહ’નું એ ભાવુક ક્લાઇમેક્સ સીન કદાચ જ કોઇ ભૂલી શક્યું હશે, જેમાં લગ્ન સમારંભ...
National 
ફિલ્મ વિવાહ જેવો કિસ્સોઃ 7 ફેરા પહેલા કન્યા પર ઢોળાયું ઉકળતું તેલ, હોસ્પિટલના બર્ન વોર્ડમાં વરરાજાએ કર્યા લગ્ન

પ્રતીક યાદવે પુત્રીઓના નામે કરી દીધી તમામ સંપત્તિ! પત્નીનો ઉલ્લેખ પણ નહીં

પ્રતીક યાદવના અવસાન બાદ યાદવ પરિવાર સાથે જોડાયેલી એક મોટી અને ચોંકાવનારી ચર્ચા સામે આવી રહી છે. એવું કહેવામાં આવી...
National 
પ્રતીક યાદવે પુત્રીઓના નામે કરી દીધી તમામ સંપત્તિ! પત્નીનો ઉલ્લેખ પણ નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.