‘અંગ્રેજી સ્ટાઇલમાં...’, પ્રેમિકાએ પલંગ સાથે બાંધીને સંબંધ બનાવ્યા, પછી કેરોસીન નાખીને જીવતો સળગાવ્યો

કર્ણાટકના બેંગ્લુરુમાં બ્યાવરાહલ્લી પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા અંજનાનગરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. 21 એપ્રિલના રોજ બપોરે 2:00 વાગ્યે, એક યુવાનને તેની પ્રેમિકાએ જીવતો સળગાવી દીધો હતો. પીડિતની ઓળખ કિરણ તરીકે થઈ છે. તે મહિલાના ઘરે કોઈ નહોતું ત્યારે ત્યાં ગયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી મહિલાએ કિરણને કથિત રીતે કહ્યું હતું કે, તે તેને અંગ્રેજી સ્ટાઈલમાં પ્રપોઝ કરશે. ત્યારબાદ તેણે તેના હાથ-પગ દોરડાથી બાંધી દીધા હતા. પોલીસને શંકા છે કે હત્યા કરતા પહેલા મહિલાએ પીડિત સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ તેણે તેના પર કેરોસીન છાંટીને આગ લગાવી દીધી હતી. ગંભીર રીતે દાઝી જવાથી કિરણનો ઘટનાસ્થળે જ જીવ જતો રહ્યો હતો. પીડિત અને આરોપી બંને એક જ કંપનીમાં કામ કરતા હતા અને તેમની મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી હતી.

તપાસકર્તાઓનું માનવું છે કે કિરણના આવે તે પહેલાં મહિલાએ કેરોસીન તૈયાર રાખ્યું હતું. કથિત રીતે તેણે સમગ્ર ઘટના તેના મોબાઇલ ફોન પર રેકોર્ડ પણ કરી હતી. આરોપી મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ACP અશોક અને ઇન્સ્પેક્ટર ભાસ્કર સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. બ્યાવરાહલ્લી પોલીસે કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.

murder1
hindustantimes.com

ઉત્તર-પશ્ચિમ ડેપ્યુટી પોલીસ કમિશનર ડી.એલ. નાગેશે જણાવ્યું હતું કે, ‘રામચંદ્રૈયાની 27 વર્ષની પુત્રી પ્રેમા અંજનાનગરના પાઇપલાઇન રોડ પર રહેતી હતી. મૃતક, 27 વર્ષીય કિરણ, પ્રેમા સાથે રાજાજીનગરમાં બશ્યમ સર્કલ નજીક એક VI સ્ટોરમાં કામ કરતો હતો. કિરણને નેલમંગલા નજીક નવા VI કનેક્શનનું કામ મળ્યું હોવાથી કિરણ પ્રેમાને પોતાની સાથે લઈ જવા આવ્યો હતો. જ્યારે તે બ્યાદરાહલ્લીના ગડ્ડે ખાન વિસ્તારમાં પ્રેમાના ઘર પાસે પહોંચ્યો, ત્યારે પ્રેમાએ તેને અંદર બોલાવ્યો અને કહ્યું કે, ‘હું આજે અંગ્રેજી સ્ટાઈલમાં પ્રપોઝ કરીશ.

એવું બહાર આવ્યું કે કિરણ તેની ભૂતપૂર્વ પ્રેમિકાના સંપર્કમાં હતો અને પ્રેમાને અવગણવા લાગ્યો હતો. તેણે તેની સાથે પાર્ટી પણ કરી હતી અને ફોટા પણ પાડ્યા હતા, જેના કારણે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ, કિરણે પ્રેમાના નંબર બ્લોક કરી દીધા. બાદમાં પ્રેમાએ કિરણને બીજા નંબર પરથી ફોન કર્યો અને તેણે નક્કી કરેલી તારીખે સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ. ત્યારબાદ માત્ર બે દિવસમાં, તેણે હત્યાની યોજના બનાવી અને તેણે અંજામ આપ્યો. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે તેણે એકલા જ આ બધુ કામ કર્યું હતું કે કોઈ બીજું તેમાં સામેલ હતું.

murder2
tribuneindia.com

પ્રેમાએ 14 ફેબ્રુઆરીએ કિરણને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો, અને કિરણે સ્વીકારી લીધો હતો. પ્રેમાએ કિરણને 4 લાખ રૂપિયાની બાઇક અને મોબાઇલ ફોન ભેટમાં આપવાનું આયોજન કર્યું હતું. આ છતા કિરણે તાજેતરમાં જ તેનાથી દૂરી બનાવવાનું શરૂ કર્યું હતું, જેના કારણે પ્રેમા ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. પછી તેણે કિરણને મારી નાખવાનું અને પછી આત્મહત્યા કરવાનું નક્કી કર્યું. યોજનાના ભાગ રૂપે તેણે પેટ્રોલ અને કેરોસીન પહેલેથી જ ખરીદી લીધું હતું. કિરણને બાંધવા માટે તેણે ઓનલાઈન હેંડકફ પણ મંગાવી હતી.

બંને પહેલા બાઇક જોવા ગયા હતા. લગ્ન અંગે તેમની વચ્ચે ફરીથી ઝઘડો થયો. આ દરમિયાન, પ્રેમાએ કથિત રીતે કિરણ પર કેરોસીન છાંટીને તેને આગ લગાવી દીધી. કિરણ મહિલાના ઘરમાં સળગીને મરી ગયો. પોલીસ પૂછપરછ દરમિયાન વધુ ચોંકાવનારા ખુલાસા થયા. કિરણની હત્યા કર્યા બાદ, પ્રેમાએ આત્મહત્યા કરવાની પણ યોજના બનાવી હતી તેવું બહાર આવ્યું. પ્રેમાના રૂમમાંથી ઝેરની બોટલ અને કેટલીક ગોળીઓ મળી આવી હતી. જોકે, આગ એટલી તીવ્ર હતી અને પ્રેમા આંશિક રીતે નગ્ન હતી, તે ગભરાઈ ગઈ અને ભાગી ગઈ. એક પાડોશીએ તેની મદદ કરી.

About The Author

Related Posts

Top News

સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

​સુરત: ફરિયાદીની પુત્રીની દાંતની સારવારમાં સ્મીમેર હોસ્પિટલના દાંત વિભાગના તબીબોએ બેદરકારી દાખવીને જમણી બાજુને બદલે ડાબી બાજુની દાઢ કાઢી નાંખી...
Gujarat 
સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે દિલ્હી રમખાણો કેસમાં ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામને જામીન ન આપવાના પોતાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ ...
National 
સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

NEET-UG 2026 પેપર લીક કેસની તપાસમાં એક બહુ મોટી સફળતા મળી છે. આ દેશવ્યાપી પરીક્ષા લીક નેટવર્કની તપાસના તાર હવે...
Education 
NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં એક લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. પરંપરાગત વિધિઓ અને દેખાડાથી દૂર રહીને નવદંપતીઓએ લગ્ન પહેલાં ...
National 
અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.