- Education
- 'સાહેબ, આ ટોયલેટ સીટ લો અને મારી દીકરીનું નામ લખી લો!' લાચાર પિતાનો અનોખો વિરોધ
'સાહેબ, આ ટોયલેટ સીટ લો અને મારી દીકરીનું નામ લખી લો!' લાચાર પિતાનો અનોખો વિરોધ
બસ્તીના કલવારી વિસ્તારમાં એક પિતા પોતાની દીકરીને શિક્ષિત કરવા માટે સાયકલ પર ટોયલેટ સીટ બાંધીને 'ઝિનકુ લાલ ત્રિવેણી રામ ચૌધરી ઇન્ટર કોલેજ' પહોંચ્યા હતા. તેણે શાળા મેનેજમેન્ટને વિનંતી કરી કે, ‘જો ખરેખર ટોયલેટ સુવિધાનો અભાવ પ્રવેશ ન આપવાનું કારણ હોય, તો તે પોતે ટોયલેટ સીટ લઈ આવ્યો છે, બસ તેની દીકરીનું નામ લખી લેવામાં આવે. હેરાનીની વાત એ છે કે, આ સંસ્થાને 195 માં 'કો-એડ' (સમાન શિક્ષણ) તરીકે સત્તાવાર સરકારી માન્યતા મળી હતી. જ્યારે સરકારી રેકોર્ડ દર્શાવે છે કે છોકરાઓ અને છોકરીઓ અહીં સાથે અભ્યાસ કરી શકે, ત્યારે વાસ્તવિકતા એ છે કે છેલ્લા સાત દાયકાથી, છોકરીઓનો પ્રવેશ લગભગ અશક્ય બની ગયો છે.
સત્ય એ છે કે શાળાના પરિસરમાં છોકરીઓ માટે શૌચાલય છે, અને તે પણ સારી સ્થિતિમાં છે. તેમ છતા મેનેજમેન્ટ દ્વારા જારી કરાયેલા મૌખિક નિર્દેશોને કારણે નિયમિતપણે વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. આ સીધી રીતે એ સરકારી યોજનાનું અપમાન છે, જે મહિલા સશક્તિકરણની વાત કરે છે. શાળામાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરનારી વિદ્યાર્થિનીઓ જણાવે છે કે, મેનેજમેન્ટની મનસ્વી નીતિઓને કારણે તેમની બહેનપણીઓને તેમનું શિક્ષણ સંપૂર્ણપણે છોડી દેવાની ફરજ પડી છે. ખાનગી શાળાઓ દ્વારા વસૂલવામાં આવતી અતિશય ફી ચૂકવવાની તાકત નહોવાને કારણે ઘણી તેજસ્વી અને લાયક વિદ્યાર્થિનીઓનું ભવિષ્ય હવે અંધકારમાં ડૂબી ગયું છે.
જ્યારે આ બાબતે પૂછવામાં આવતા શાળાના આચાર્ય અજ્ઞારામ ચૌધરીએ સુરક્ષા કારણો ગણાવ્યા. તેમણે જણાવ્યું હતું કે કન્યા શૌચાલય અને સીમા દિવાલ ન હોવાને કારણે વિદ્યાર્થિઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધ છે, જોકે તેમણે સ્વીકાર્યું હતું કે ભૂતકાળમાં મર્યાદિત સંખ્યામાં છોકરીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આચાર્યનો દાવો છે કે 2021 અને 2022 દરમિયાન આશરે 60 થી 70 છોકરીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, પરંતુ ત્યારથી કોઈ પણ વિદ્યાર્થીનીએ પ્રવેશ માંગ્યો નથી. અહીં, શાળાના વર્ગખંડ હાલમાં ફક્ત છોકરાઓ ભણે છે. તો, બીજી તરફ ગ્રામજનો અને વાલીઓ તેમની દીકરીઓને પ્રવેશ અપાવવા માટે વહીવટી કચેરીઓના અવિરત ધક્કા ખાઈ રહ્યા છે. ગ્રામજનોનો આરોપ છે કે કોલેજ મેનેજમેન્ટે નજીકમાં જ પોતાની એક ખાનગી શાળા ખોલી રાખી છે. સરકારી ઇન્ટરમીડિયેટ કોલેજમાં છોકરીઓના પ્રવેશને અટકાવીને, તેમને ખાનગી સંસ્થામાં વધુ પડતી ફી ચૂકવવાની ફરજ પાડવામાં આવી રહી છે. આ ખર્ચ સહન ન કરી શકતા પરિવારો તેમની દીકરીઓને શાળા છોડવા વિવશ થઇ જાય છે. વધુમાં એવો પણ આરોપ છે કે મેનેજમેન્ટ જાણી જોઈને સરકારી શાળામાં છોકરીઓ માટે શૌચાલયનો અભાવ હોવાનું બહાનું બનાવે છે. આ આડમાં તેઓ સક્રિયપણે પોતાની ખાનગી શાળાને ચમકાવવામાં આવી રહી છે. સરકારી જમીન અને સંસાધનોનો ઉપયોગ કરીને તેઓ ગરીબ છોકરીઓને શિક્ષણના તેમના બંધારણીય અધિકારથી અસરકારક રીતે વંચિત રાખી રહ્યા છે.
આ અન્યાય સા સ્થાનિક જાગૃત રહેવાસી પ્રભાકરે મે ઝુંબેશ શરૂ કરી છે. તે છોકરીઓના પ્રવેશને સુશ્ચિત કરવા માટે કોલેજના દરવાજા પર સમુદાયને એકત્ર કરી રહ્યા છે. આ પ્રયાસો છતા શાળા મેનેજમેન્ટ તેની જૂની વાતો પર વળગી રહ્યું છે, અને આજ સુધી, એક પણ નવી વિદ્યાર્થિનીને પ્રવેશ આપવામાં આવ્યો નથી.
બસ્તીના જિલ્લા શાળા નિરીક્ષક (DIOS) સંજય સિંહે આ બાબતને અત્યંત ગંભીર ગણાવી છે. વિભાગે તાત્કાલિક શાળાને નોટિસ ફટકારી છે, જેમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. આ મામલાની તપાસ માટે એક ખાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે અને આરોપો સાબિત થશે, તો કોલેજની માન્યતા રદ કરવાની વાત કહી છે.

