3 વર્ષ પહેલા પિતાના મિલ્કશેકમાં ઝેર આપી કાસળ કાઢી નાખ્યું, પ્રેમીએ રહસ્ય ખોલ્યું; પુત્રી જ માસ્ટરમાઈન્ડ હોવાનું બહાર આવ્યું

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે સંબંધો અને વિશ્વાસના પાયા હચમચાવી નાખ્યા છે. અહીં એક પુત્રીએ તેના પ્રેમી સાથે મળીને તેના પિતાની હત્યાનું કાવતરું ઘડ્યું અને તેને અંજામ પણ આપ્યો. આ ભયાનક રહસ્ય 3 વર્ષ સુધી છુપાયેલું રહ્યું, પરંતુ આખરે તે જ પ્રેમીએ તેનો પર્દાફાશ કર્યો જેણે તેમને કાવતરામાં મદદ કરી હતી.

Daughter Kills Father
gnttv.com

આ કિસ્સો ભદ્રાવતી વિસ્તારનો છે, જ્યાં મૃતક, જયંત બલ્લાવાર, હેડ કોન્સ્ટેબલ તરીકે પોસ્ટેડ હતો. તેની પુત્રી આર્યા પણ પોલીસ વિભાગ સાથે સંકળાયેલી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આર્યા તેના પ્રેમી, આશિષ મહેશ શેડમાકે સાથે લાંબા સમયથી સંબંધમાં હતી. જ્યારે તેના પિતાને આ સંબંધની જાણ થઈ, ત્યારે તેમણે તેનો વિરોધ કર્યો. આના કારણે ઘરમાં ઘણીવાર ઝઘડા અને તણાવ થતો હતો.

ધીમે ધીમે, આ સંઘર્ષ એટલો વધી ગયો કે, આર્યા અને તેના પ્રેમીએ જયંત બલ્લાવારને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. યોજના મુજબ, ઝેરની વ્યવસ્થા કરવામાં આવી હતી, આ માટે પ્રેમી આશિષે તેના સબંધીના એક સગીર પુત્રની મદદ લીધી અને ચૈતન્ય, જેને મોન્ટી સચિન ગેડમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો સંપર્ક કર્યો. 24 એપ્રિલ, 2023ના રોજ, ચૈતન્યએ 5,000 રૂપિયાના બદલામાં કાચની બોટલમાં ઝેર પૂરું પાડ્યું.

Daughter Kills Father
aajtak.in

બીજા દિવસે, 25 એપ્રિલ, 2023ના રોજ, આર્યએ મિલ્કશેકમાં ઝેર ભેળવીને તેના પિતાને આપ્યું. ઝેર પીધા પછી, જયંત બલ્લાવાર તેની ફરજ પર ગયો, પરંતુ થોડા સમય પછી તેની તબિયત બગડી ગઈ. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો.

તે સમયે, આ કેસને એક આકસ્મિક મૃત્યુ તરીકે નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, આર્યએ પોલીસને ગેરમાર્ગે દોરનારા નિવેદનો આપ્યા હતા, જેના કારણે કેસ ધીમે ધીમે ઠંડો પડતો ગયો હતો. આરોપી પોતે પોલીસ વિભાગ સાથે સંકળાયેલી હતી, જેના કારણે શરૂઆતની તપાસમાં જોઈએ તેટલી કડકાઈનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

Daughter Kills Father
gnttv.com

પોલીસના જણાવ્યા અનુસાર, બંને 2022થી પ્રેમ સંબંધમાં હતા, અને 2023માં હત્યા કરવામાં આવી હતી. આ પછી, બંને લગભગ બે વર્ષ સાથે રહ્યા, પરંતુ સમય જતાં તેમની વચ્ચે વિવાદો વધતા ગયા. આ વિવાદને કારણે, આશિષે 23 માર્ચે રામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં સમગ્ર મામલો બહાર આવ્યો.

ફરિયાદના આધારે, પોલીસે સંપૂર્ણ તપાસ શરૂ કરી. તપાસમાં બહાર આવેલા તથ્યોના આધારે, પોલીસે આશિષ મહેશ શેડમાકે, આર્ય જયંત બલ્લાવાર, ચૈતન્ય ઉર્ફે મોન્ટી અને એક સગીર સામે કેસ નોંધ્યો. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે અને કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં, પોલીસ સમગ્ર નેટવર્ક અને કાવતરાના અન્ય પાસાઓની તપાસ કરી રહી છે.

Daughter Kills Father
indiatv.in

આ કેસમાં આરોપી અને પીડિતા બંને પોલીસ વિભાગ સાથે સંકળાયેલા છે. તેથી, આ બાબત અંગે વિભાગીય તકેદારી રાખવામાં આવી રહી છે. પુત્રી દ્વારા પોતાના પિતાની હત્યા કરવાનો આ કિસ્સો ચોંકાવનારો છે. હાલમાં, પોલીસ સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને આ કાવતરામાં બીજું કોણ સામેલ હતું તે શોધવાનો પ્રયાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

સુરત SOGએ 1.7 કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે ફ્લિપકાર્ટના ડિલિવરી બોય સહિત ત્રણને દબોચ્યા

સુરત SOGએ સોમવારે 3 શખ્શોને ડિંડોલી વિસ્તારમાંથી 1.07 કરોડની પ્રતિબંધિત   વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે ઝડપી પાડ્યા હતા. આ...
Gujarat  South Gujarat 
સુરત SOGએ 1.7 કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે ફ્લિપકાર્ટના ડિલિવરી બોય સહિત ત્રણને દબોચ્યા

રોડ પર જતી લગ્નની જાનમાં નાચતી મહિલાઓને 'ચુડેલ' કહી; વીડિયો વાયરલ થતા મુસ્લિમ યુવકને પોલીસ ઘરેથી ઉઠાવી લાવી

સમાજ ઘટિત બનાવોમાં પોતાની જાતે જ ન્યાય આપીને જજ બનનારાઓથી ભરેલો છે. તમને તમારી આસપાસ આવા ઘણા લોકો મળી જશે...
National 
રોડ પર જતી લગ્નની જાનમાં નાચતી મહિલાઓને 'ચુડેલ' કહી; વીડિયો વાયરલ થતા મુસ્લિમ યુવકને પોલીસ ઘરેથી ઉઠાવી લાવી

જો તમને સારી ઊંઘ આવતી ન હોય તો દાંત પણ ચેક કરાવી લેજો!! 

આ હેડલાઇન વાંચીને કદાચ તમને એમ થશે કે ઊંઘ અને દાંતને વળી શું સંબંધ. પરંતુ બન્ને વચ્ચે સીધો સંબંધ છે....
Charcha Patra 
જો તમને સારી ઊંઘ આવતી ન હોય તો દાંત પણ ચેક કરાવી લેજો!! 

3 વર્ષ પહેલા પિતાના મિલ્કશેકમાં ઝેર આપી કાસળ કાઢી નાખ્યું, પ્રેમીએ રહસ્ય ખોલ્યું; પુત્રી જ માસ્ટરમાઈન્ડ હોવાનું બહાર આવ્યું

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે સંબંધો અને વિશ્વાસના પાયા હચમચાવી નાખ્યા છે. અહીં એક...
National 
3 વર્ષ પહેલા પિતાના મિલ્કશેકમાં ઝેર આપી કાસળ કાઢી નાખ્યું, પ્રેમીએ રહસ્ય ખોલ્યું; પુત્રી જ માસ્ટરમાઈન્ડ હોવાનું બહાર આવ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.