રોડ પર જતી લગ્નની જાનમાં નાચતી મહિલાઓને 'ચુડેલ' કહી; વીડિયો વાયરલ થતા મુસ્લિમ યુવકને પોલીસ ઘરેથી ઉઠાવી લાવી

સમાજ ઘટિત બનાવોમાં પોતાની જાતે જ ન્યાય આપીને જજ બનનારાઓથી ભરેલો છે. તમને તમારી આસપાસ આવા ઘણા લોકો મળી જશે, કે જેઓ કપડાં, લિંગ, જાતિ, ધર્મ, વર્તન અથવા ખાવાની આદતોના આધારે એવી કોઈ પણ બાબતે તમારો ન્યાય કરવામાં અચકાતા નથી. ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં પણ આ પ્રકારનો એક માણસ મળી આવ્યો હતો. રસ્તા પર એક લગ્નની જાન પસાર થઈ રહી હતી, જેમાં લોકો નાચતા હતા. તે જાન પાસેથી એક કાર પસાર થઈ રહી હતી, જેમાં આ માણસ ડ્રાઇવિંગ કરતો હતો. તે રોડ પરની આ લગ્નની જાનમાં છોકરીઓના નાચવાને કારણે નારાજ થઈ ગયો. પોલીસે તે માણસ વિરુદ્ધ FIR દાખલ કરી છે. આરોપીનું નામ હસન ખાન છે. ચાલો તમને બતાવી દઈએ કે, આખા મામલામાં થયું શું હતું.

લગ્નની જાનમાં લગભગ 8-10 લોકો નાચતા હતા. ત્યાંથી હસન ખાન એક કારમાં પસાર થઈ રહ્યો હતો અને તેણે મહિલાઓને નાચતી જોઈ. તેણે પરવાનગી વિના તેમનો વીડિયો બનાવવાનું શરુ કર્યું. તેણે એક વાર નહીં પણ ઘણી વાર તેમનું રેકોર્ડિંગ કર્યું. તેણે તેમને અપશબ્દો પણ બોલ્યા. વીડિયોમાં, તે માણસે કહ્યું, 'આ જુઓ, છોકરીઓ નાચી રહી છે. તેમની પાસે બિલકુલ શિસ્ત નથી. એવી રીતે નાચી રહી છે જાણે 'ચુડેલ' નાચી રહી હોય. તેઓ બધાનું જીવવાનું દુ:ખી કરી નાખે છે.

Bareilly-Hasan-Khan
gnttv.com

હસન ખાનની અભદ્રતા અહીં જ અટકી ન હતી. જ્યારે તે લગ્નની જાન પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે રસ્તાની બાજુમાં કેટલીક મહિલાઓ ચાલી રહી હતી. તેણે હોર્ન વગાડ્યો અને તેમના વિશે અશ્લીલ ટિપ્પણીઓ પણ કરી. તેનું ઇન્સ્ટાગ્રામ આવી અભદ્ર ટિપ્પણીઓથી ભરેલું પડ્યું છે.

બીજા એક વીડિયોમાં, હસને પોલીસ યુનિફોર્મ પહેર્યો છે, તે પણ નકલી. એવી ખબર પડી કે, તે ન તો પોલીસ દળમાં છે કે ન તો અન્ય કોઈ સરકારી વિભાગમાં. તે ફક્ત સોશિયલ મીડિયા પર રુઆબ બતાવવા માટે આ યુનિફોર્મ પહેરે છે. તેને પોતાના નકલી યુનિફોર્મથી કોઈ વાંધો નથી, પરંતુ તે મહિલાઓના નાચવા સામે વાંધો ઉઠાવે છે. તે ઉપરાંત, તેને પરવાનગી વિના વીડિયો બનાવવાની પણ આદત છે. હવે જ્યારે વીડિયો વાયરલ થયો, ત્યારે પોલીસે તેની આ બીમારી માટેની સારવાર પણ કરી દીધી.

પોલીસના જણાવ્યા અનુસાર, તે યુવક ક્યારેક ક્યારેક પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકોમાં હાજરી આપતો હતો, જેના કારણે તેને થોડી ઓળખ મળી હતી. તે ઘણી વખત પોલીસ લોગોવાળું જેકેટ પહેરેલો પણ જોવા મળ્યો હતો.

Bareilly-Hasan-Khan3
thelallantop.com

વીડિયો વાયરલ થયા પછી, હિન્દુ સંગઠનોએ પોલીસને આ બાબતની જાણ કરી. ત્યારપછી આરોપી વિરુદ્ધ ઇઝ્ઝત નગર પોલીસ સ્ટેશનમાં મહિલાઓ સાથે અભદ્ર વર્તન અને સરકારી કર્મચારી હોવાનો ઢોંગ કરવા સહિતની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ તાત્કાલિક આ ઘટનાની નોંધ લીધી અને કાર્યવાહીનો આદેશ આપ્યો.

પોલીસે હસન વિરુદ્ધ FIR દાખલ કરી છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, 20 એપ્રિલના રોજ પોલીસે તેની વિરુદ્ધ IPCની કલમ 79 અને 205 હેઠળ કેસ નોંધ્યો હતો. હસન ખાનને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

પોલીસનું કહેવું છે કે આરોપી યુવકની કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેસની તપાસ ચાલુ છે અને જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટનાએ વિસ્તારમાં વ્યાપક ચર્ચા જગાવી છે, અને લોકો સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

About The Author

Top News

સુરત SOGએ 1.7 કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે ફ્લિપકાર્ટના ડિલિવરી બોય સહિત ત્રણને દબોચ્યા

સુરત SOGએ સોમવારે 3 શખ્શોને ડિંડોલી વિસ્તારમાંથી 1.07 કરોડની પ્રતિબંધિત   વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે ઝડપી પાડ્યા હતા. આ...
Gujarat  South Gujarat 
સુરત SOGએ 1.7 કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે ફ્લિપકાર્ટના ડિલિવરી બોય સહિત ત્રણને દબોચ્યા

રોડ પર જતી લગ્નની જાનમાં નાચતી મહિલાઓને 'ચુડેલ' કહી; વીડિયો વાયરલ થતા મુસ્લિમ યુવકને પોલીસ ઘરેથી ઉઠાવી લાવી

સમાજ ઘટિત બનાવોમાં પોતાની જાતે જ ન્યાય આપીને જજ બનનારાઓથી ભરેલો છે. તમને તમારી આસપાસ આવા ઘણા લોકો મળી જશે...
National 
રોડ પર જતી લગ્નની જાનમાં નાચતી મહિલાઓને 'ચુડેલ' કહી; વીડિયો વાયરલ થતા મુસ્લિમ યુવકને પોલીસ ઘરેથી ઉઠાવી લાવી

જો તમને સારી ઊંઘ આવતી ન હોય તો દાંત પણ ચેક કરાવી લેજો!! 

આ હેડલાઇન વાંચીને કદાચ તમને એમ થશે કે ઊંઘ અને દાંતને વળી શું સંબંધ. પરંતુ બન્ને વચ્ચે સીધો સંબંધ છે....
Charcha Patra 
જો તમને સારી ઊંઘ આવતી ન હોય તો દાંત પણ ચેક કરાવી લેજો!! 

3 વર્ષ પહેલા પિતાના મિલ્કશેકમાં ઝેર આપી કાસળ કાઢી નાખ્યું, પ્રેમીએ રહસ્ય ખોલ્યું; પુત્રી જ માસ્ટરમાઈન્ડ હોવાનું બહાર આવ્યું

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે સંબંધો અને વિશ્વાસના પાયા હચમચાવી નાખ્યા છે. અહીં એક...
National 
3 વર્ષ પહેલા પિતાના મિલ્કશેકમાં ઝેર આપી કાસળ કાઢી નાખ્યું, પ્રેમીએ રહસ્ય ખોલ્યું; પુત્રી જ માસ્ટરમાઈન્ડ હોવાનું બહાર આવ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.