જો તમને સારી ઊંઘ આવતી ન હોય તો દાંત પણ ચેક કરાવી લેજો!! 

આ હેડલાઇન વાંચીને કદાચ તમને એમ થશે કે ઊંઘ અને દાંતને વળી શું સંબંધ. પરંતુ બન્ને વચ્ચે સીધો સંબંધ છે. ઘણા લોકોના દાંત ઘસાયેલા હોય છે અને તૂટી ગયા હોય છે. તેમને ખબર નથી પડતી કે તેવું શા કારણે બને છે. કારણ કે તેઓ દાંતની ખૂબ કાળજી લેતા હોય છે. રેગ્યુલર બ્રશ કરતા હોય છે છતાં દાંત કેમ ઘસાઇ કે તૂટી જાય છે. તો તેની પાછળનું કારણ છે ઊંઘ. જે લોકોને ઊંઘ સારી નથી આવતી તેમના દાંત ઘસાઇ જવાની પૂરેપૂરી શક્યતા છે. 
કારણ કે ઘણી વખત ઊંઘની સમસ્યાનું મૂળ કારણ હોઈ શકે છે.

02

તો ચાલો આપણે સમજીએ કે શું સમસ્યા હોય છે. મેડિકલ સાયન્સમાં એક શબ્દ છે બ્રક્સિઝ્મ (Bruxism). આ સમસ્યા એટલે ઊંઘ દરમિયાન દાંત પીસવાની આદત. હવે સવાલ એ થાય છે કે કોઇ વ્યક્તિ ઊંઘ દરમિયાન દાંત કેમ પીસે છે. તો તેનો જવાબ છે કે 

જ્યારે રાત્રે આપણે સૂઈએ છીએ ત્યારે આપણી ચેતનામાં ફેરફાર થાય છે. આપણે ચેતનાની એક એવી અવસ્થામાં હોઇએ છીએ જ્યારે આપણી ઇન્દ્રિયો શાંત હોય છે  પણ શરીર અને મગજ સતત કામ કરી રહ્યા હોય છે. તે દરમિયાન ઘણીવાર મગજ સામાન્ય કરતા થોડું વધારે સક્રિય બની જાય છે. જેને  માઇક્રો અરાઉસલ (micro-arousals) કહેવામાં આવે છે.  જ્યારે થોડા સમય માટે મગજ અચાનક જાગે—તો જડબાની પેશીઓ સક્રિય થઈ જાય છે. આ સ્થિતિને સ્લીપ બ્રકિસઝ્મ (Sleep bruxism)કહેવામાં આવે છે. આના પરિણામે દાંત કચકચાવા લાગે, જડબામાં તાણ આવે અને ઊંઘ તૂટતી રહે છે. 

તમે જ્યારે ઊંઘથી ઉઠો ત્યારે  સવારે જડબામાં દુખાવો, દાંત સંવેદનશીલ લાગે, માથાનો દુખાવો રહે, ઊંઘ પૂરી થઈ હોવા છતાં થાક લાગે.  આ માત્ર ઊંઘની સમસ્યા નથી—એ દાંત અને જડબાની સમસ્યાના સંકેત છે.

ઘણાં કેસમાં ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા (Obstructive Sleep Apnea)પણ જવાબદાર હોય છે. આ સમસ્યામાં શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન જઇ શકતું નથી ત્યારે ઊંઘમાં શ્વાસ થોડા સમય માટે અટકે છે. શરીર તરત જ પ્રતિક્રિયા આપે છે—જડબાને હલાવીને હવા જવાના માર્ગને ખોલવાનો પ્રયત્ન કરે છે. આ પ્રક્રિયા વખતે દાંતના પીસાવાની સમસ્યા વધે છે અને ઊંઘ વધુ ખરાબ બને છે.

આવું થવા પાછળ ઘણા કારણો હોઇ શકે છે પરંતુ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે માનસિક તણાવ પણ કારણ હોઇ શકે છે.  ચિંતા, ગુસ્સો, દબાયેલી લાગણીઓ, આ બધું સીધું જ જડબા પર અસર કરે છે. જ્યારે મન શાંત નથી, ત્યારે શરીર રાત્રે તેની અસર બતાવે છે.

03

જો તમને સારી ઊંઘ નથી આવતી, તો માત્ર સ્લિપિંગ પીલ્સ તરફ ન દોડો. ડેન્ટિસ્ટ પાસે જઈને દાંત અને જડબાની તપાસ પણ કરાવી લો. કારણ કે
જો બ્રકિસ્ઝમ સમયસર પકડાઈ જાય તો દાંત બચી શકે અને ઊંઘ પણ સારી આવી શકે. 

તો આ સમસ્યાનો ઉકેલ કઇ રીતે આવે? ચોક્કસ ઉકેલ તો જે ડેન્ટલ એક્સપર્ટે ઊંઘ અંગે પણ અભ્યાસ કર્યો હોય તે જ બતાવી શકે. જોકે, કેટલાક એવા સાધનો છે જે ઉપયોગી હોય છે. આ સાધનોમાં સ્લીપ એપ્લાયન્સેસ કે ડેન્ટલ ગાર્ડ શામેલ છે. તેનાથી દાંત બચવાની સાથે ઊંઘમાં સુધારો પણ આવતો હોય છે.

ક્યારેક શરીર નાના સંકેતો આપે છે—પ્રશ્ન એ છે કે આપણે તેને સમજીએ છીએ કે નહીં. જો સારી ઊંઘ નથી આવતી… તો દાંત ચેક કરાવવાનું ભૂલશો નહીં.

About The Author

Dr. Risshi D. Bhatt Picture

Dr. Risshi Bhatt is a dental surgeon specializing in TMJ disorders and facial pain. He leads the RR Dental and Maxillofacial Clinic, known for its integrated approach to jaw and sleep-related conditions. Passionate about patient education and preventive care, Dr. Bhatt bridges the gap between dentistry and overall wellness.

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.