વ્યક્તિ ગુટખા થૂંકવા પાટા નજીક ગયો... ત્યાં આવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, સ્ટેશન પર જ...

બિહારની રાજધાની પટનાથી હાવડા જતી વંદે ભારત એક્સપ્રેસની ટક્કરથી એક વ્યક્તિ ઘાયલ થયો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તે વ્યક્તિ પ્લેટફોર્મ પરથી પાટા પર ઉતર્યો હતો અને ગુટખા થૂંકી રહ્યો હતો. આ દરમિયાન, બીજી બાજુથી વંદે ભારત એક્સપ્રેસ ખૂબ જ ઝડપથી આવી રહી હતી. ટ્રેન સતત હોર્ન વગાડતી હોવા છતાં, તેનું ધ્યાન ન ગયું અને તેને ટ્રેનની જોરદાર ટક્કર લાગી ગઈ.

Man-Colliding-Vande-Bharat-Express3
lokmatnews.in

આ ઘટના બાઢ રેલ્વે સ્ટેશન પર બની હતી. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્લેટફોર્મ પર એક વ્યક્તિ ગુટખા ચાવતો દેખાય છે, અને પછી તેને થૂંકવા માટે પાટા પર ગયો. તે જ સમયે, એક ટ્રેન પાટા પર આવી. ટ્રેનનું હોર્ન સતત વાગતું હોવા છતાં, તે વ્યક્તિએ કોઈ ધ્યાન આપ્યું નહીં. તે જેવો પાટા પાસે પહોંચ્યો તેની સાથે જ ખુબ ઝડપથી પસાર થતી ટ્રેને ટક્કર મારી દીધી. આ ઘટના પ્લેટફોર્મ નંબર 2 પર સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી.

ટક્કર એટલી ગંભીર હતી કે, તે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. આ આખી ઘટના એટલી ઝડપથી બની કે ત્યાં બેઠેલા લોકોને કંઈ ખબર જ ન પડી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને, ત્યાં બેઠેલા લોકો અને રેલ્વે પોલીસે તાત્કાલિક તેને બાઢની સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ, તેની હાલત ગંભીર હોવાથી તેને પટના રિફર કરવામાં આવ્યો. જોકે, રસ્તામાં જ તેનું મોત નીપજ્યું. આ ઘટનાથી પરિવાર અને આસપાસના લોકોમાં શોક ફેલાઈ ગયો હતો.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે, જેના કારણે લોકો તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો તેને બેદરકારીનું પરિણામ ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો રેલ્વે સલામતીના નિયમોનું પાલન કરવાની વિનંતી કરી રહ્યા છે.

રેલ્વે સ્ટેશન અધિકારીએ જણાવ્યું કે, આ મામલાની તપાસ ચાલી રહી છે. તેમણે લોકોને રેલ્વે ટ્રેક પર બિનજરૂરી રીતે આવન જાવન ટાળવું જોઈએ અને સલામતીના નિયમોનું પાલન કરવાની વિનંતી કરી. તેમણે ઉમેર્યું કે પ્લેટફોર્મ પરથી ઉતરીને ટ્રેક પર જવું અત્યંત જોખમી હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે હાઇ-સ્પીડ ટ્રેનો પસાર થઈ રહી હોય. જો તમે દરરોજ ટ્રેનમાં મુસાફરી કરો છો, તો આ સાવધાની તમારા જીવનને બચાવી શકે છે.

Man-Colliding-Vande-Bharat-Express
etvbharat.com

એક નાની અમથી બેદરકારી પણ કેવી રીતે જીવલેણ સાબિત થઈ શકે છે. લોકો નિયમોની અવગણના કરીને પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. હાલમાં, પોલીસે મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

મુરાદાબાદમાં બનેલી એક ભયાનક ઘટનાએ સંબંધો, વિશ્વાસ અને પરિવારની વ્યાખ્યાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. 6 વર્ષ અગાઉ જે...
National 
ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

ગુજરાતના સાંસદોની ગ્રાન્ટ વાપરવામાં પણ કંજુસાઈ, 384 કરોડમાંથી માત્ર 82 કરોડ જ ખર્ચ્યા, સૌથી વધુ મનસુખ વસાવાએ ખર્ચ્યા

ગુજરાતમાંથી રાજ્યસભાની જેમ લોકસભાના સાંસદો પણ તેમને મળેલી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં કંજુસાઈ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 18...
Gujarat 
ગુજરાતના સાંસદોની ગ્રાન્ટ વાપરવામાં પણ કંજુસાઈ, 384 કરોડમાંથી માત્ર 82 કરોડ જ ખર્ચ્યા, સૌથી વધુ મનસુખ વસાવાએ ખર્ચ્યા

90 વર્ષના સાસુને પીઠ પર ઉઠાવી 1500 રૂપિયા લેવા માટે 9 કિલોમીટર ચાલીને બેંક પહોંચી વહુ

90 વર્ષની સાસુના વજનથી વાંકી વળી ગયેલી એક મહિલા, ધોમધખતા તડકામાં જંગલના રસ્તાઓ, ઉબડ ખાબડ રસ્તાઓ અને નદી...
National 
90 વર્ષના સાસુને પીઠ પર ઉઠાવી 1500 રૂપિયા લેવા માટે 9 કિલોમીટર ચાલીને બેંક પહોંચી વહુ

કોકરોચ જનતા પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી, 1 જૂનથી Gen Z...

સોશિયલ મીડિયા અને યુવા વર્ગમાં ચર્ચાનો વિષય બનેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ હવે ગુજરાતમાં પણ સક્રિય બની રહી છે. મહારાષ્ટ્રના અને...
Gujarat 
કોકરોચ જનતા પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી, 1 જૂનથી Gen Z...
Copyright (c) Khabarchhe All Rights Reserved.