- Gujarat
- કોકરોચ જનતા પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી, 1 જૂનથી Gen Z...
કોકરોચ જનતા પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી, 1 જૂનથી Gen Z...
સોશિયલ મીડિયા અને યુવા વર્ગમાં ચર્ચાનો વિષય બનેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ હવે ગુજરાતમાં પણ સક્રિય બની રહી છે. મહારાષ્ટ્રના અને હાલ બોસ્ટનમાં વસવાટ કરતા અભિજીત દીપકે દ્વારા શરૂ કરેલું આ અભિયાન CJI સૂર્યકાંતની યુવાનો અંગેની કોકરોચ ટિપ્પણી બાદ અચાનક સોશિયલ મીડિયામાં ભારે વાયરલ બની ગઈ હતી.
હવે આ પાર્ટીએ ગુજરાતમાં પોતાની સત્તાવાર એન્ટ્રી જાહેર કરી છે અને રાજ્યભરમાં Gen-Z યુવાનોને જોડવા માટે અભિયાન શરૂ કરવાની તૈયારી હાથ ધરી છે. આ પાર્ટી હવે દેશની Gen-Z ક્રાંતિને હવે ગુજરાત વ્યાપી બનાવવા એક્ટિવ થઈ ગઈ છે. ગુજરાતમાં આ પાર્ટીના અભિયાનનું નેતૃત્વ મનીષ બ્રહ્મભટ્ટ સંભાળશે.
કોકરોચ જનતા પાર્ટી દ્વારા હવે ગુજરાતમાં Gen-Z ક્રાંતિને સક્રિય કરવા આયોજનો શરૂ કરવામાં આવ્યાં છે. આગામી 1 જૂનથી રાજ્યમાં શહેર, ગામ, મહોલ્લા અને કૉલેજોમાં આ પાર્ટી દ્વારા અભિયાન શરૂ થશે. હું કોકરોચ છું અને હું ક્રાંતિકારી છું જેવા નારા સાથે અભિયાન શરૂ થશે.અન્યાય,અત્યાચાર અને શોષણ સામે આ પાર્ટી ગુજરાતમાં મેદાનમાં ઉતરી છે.
આગામી 1 જૂનથી રાજ્યભરમાં આ પાર્ટી દ્વારા અભિયાન ચાલુ કરાશે. રાજ્યના યુવાનોને આ પાર્ટી પોતાના અભિયાનમાં જોડશે. આ પાર્ટીએ 6 મુદ્દા જાહેર કર્યા છે. જેમાં મેરિટ આધારિત પ્રજા ટિકિટની માંગ, સમાન શિક્ષણ અને રોજગાર કાયદો, ખોટી FIR સામે કડક કાયદો, અન્યાય સામે 6 મહિનામાં ન્યાયની ગેરંટી, જનતા રેડ જેવી વ્યવસ્થા, ખોટી FIR કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહીનો સમાવેશ થાય છે.
CJP સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર યુવાનો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. ખાસ કરીને Gen-Z વર્ગમાં પાર્ટીના મીમ્સ, સૂત્રો અને અભિયાનને લઈને મોટી ચર્ચા ચાલી રહી છે. હવે ગુજરાતમાં આ ચળવળ કેટલો પ્રભાવ પાડે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

