યુવકે લાંચ સામે ઝુંબેશ શરૂ કરી, 'મારો મત વેચાણ માટે નથી...' આખા શહેરમાં ગાડી પર ફર્યો

તમિલનાડુમાં રાજકીય ગરમી વધી ગઈ છે. આ દરમિયાન, વેલ્લોર શહેરના એક વ્યક્તિએ 2026 ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા લાંચ સામે જાગૃતિ ફેલાવવાનું કામ હાથમાં લીધું છે. 'હું મારા મત માટે પૈસા નહીં લઉં, મારો મત વેચાણ માટે નથી.' એવો સંદેશ પોતાની બાઇક પર લઈને તે આખા શહેરમાં ફરે છે, મતદારોને યોગ્ય રીતે મતદાનના મહત્વ વિશે સમજાવે છે.

એક સામાજિક કાર્યકર, નિવેદન કુમાર, ટ્રાફિક ઉલ્લંઘન, હેલ્મેટનો ઉપયોગ અને પ્લાસ્ટિક નાબૂદી જેવા વિવિધ નાગરિક મુદ્દાઓ પર સતત જાગૃતિ ફેલાવી રહ્યા છે. ચૂંટણીઓ નજીક આવતાની સાથે, તેમણે હવે સ્વચ્છ અને ન્યાયી મતદાન પ્રથાઓને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

My-Vote-Not-For-Sale1
bpac.in

આ જાતે વેપાર-ધંધો કરતા યુવક કામ માટે જાય તે સમયે એક બેનર લઈને જાય છે, જેમાં સંદેશા લખેલા હોય છે કે, 'પહેલો ભ્રષ્ટાચાર મત માટે પૈસા લેવાનો અને બીજો મત માટે પૈસા આપવાનો છે.' તેમણે પોતાની ગાડીની આગળના ભાગમાં ઝંડા જેવું બેનર પણ લગાવ્યું છે, જેના પર લખ્યું છે, 'હું મારા મત માટે પૈસા નહીં લઉં, મારો મત વેચાણ માટે નથી.' અને તેઓ લોકોમાં આના વિશે જાગૃતિ લાવવા માટે દરરોજ આખા શહેરમાં ફરે છે.

પોતાની પહેલ અંગે, નિવેદન કુમારે કહ્યું કે, જેમ સરકારી અધિકારીઓ પોતાની ફરજો બજાવવા માટે પૈસા લેતા હોય છે તેને ભ્રષ્ટાચાર માનવામાં આવે છે, તેમ નાગરિકો મતદાનની લોકશાહી જવાબદારી નિભાવવા માટે પૈસા લેતા હોય છે તે પણ લાંચ લેનારા ગણવા જોઈએ. હું લાંચ સામે ઝુંબેશ ચલાવી રહ્યો છું. જેમ સરકારી અધિકારીઓ પોતાની ફરજો બજાવવા માટે લાંચ સ્વીકારે છે, તે ભ્રષ્ટાચાર માનવામાં આવે છે, તેમ નાગરિકો મતદાનની લોકશાહી જવાબદારી નિભાવવા માટે પૈસા સ્વીકારે છે, જેનાથી છેવટે સરકાર બનતી હોય છે, તેને પણ ભ્રષ્ટાચાર માનવામાં આવે છે.

My-Vote-Not-For-Sale
bpac.in

લોકોએ સમજવું જોઈએ કે, આ ભ્રષ્ટાચારનું પહેલું સ્વરૂપ છે. એટલા માટે હું આ જાગૃતિ અભિયાન ચલાવી રહ્યો છું. મારો ઉદ્દેશ્ય દરેક મતદાતાને પ્રતિજ્ઞા કરાવવાનો છે કે, તેમનો મત વેચાણ માટે નથી અને તેમના મત વેચ્યા વિના મતદારો ચૂંટણીમાં મત આપવાની પ્રક્રિયામાં 100 ટકાની ભાગીદારી નોંધાવે તે સુનિશ્ચિત કરવાનો છે. તમિલનાડુમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન કરવામાં આવશે, જેમાં રાજ્યના તમામ 234 મતવિસ્તારોને આવરી લેવામાં આવશે. મત ગણતરી 4 મેના રોજ કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.