જે ચાવાળાને ત્યાં અખિલેશે ચા પીધી ત્યાં દરોડા પડ્યા કે એલ્યુમિનિયમના વાસણ ન ચાલે પછી અખિલેશે...

ઉત્તર પ્રદેશના ફતેહપુરનો એક નાનો ચા વેચનાર આર્યન યાદવ હાલમાં ચર્ચામાં છે. થોડા મહિનાઓ અગાઉ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે તેની દુકાનની મુલાકાત લીધી હતી અને ચા પીધી હતી, ત્યારબાદથી આર્યનનો દાવો છે કે તેની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેનું કહેવું છે કે પહેલા બધું સામાન્ય હતું, પરંતુ હવે તેને સતત હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન અખિલેશ યાદવે તેની સાથે મુલાકાત કરી અને તેને ચા બનાવવા માટે નવા પિત્તળના વાસણો આપ્યા છે.

aryan-yadav
x.com/yadavakhilesh

આ મદદથી ઉત્સાહિત થઈને આર્યને કહ્યું કે, ‘તેની ચાનો સ્વાદ પ્રદેશમાં ક્યાંય નહીં મળે. તેણે અધિકારીઓને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો કે તેઓ તેના જેવી જ મહેનત અને સ્વાદવાળી ચા બનાવીને બતાવે. આર્યનના મતે, 20 ફેબ્રુઆરી, 2026ના રોજ અખિલેશ યાદવે તેની દુકાન પર આવ્યા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. તેનું કહેવું છે કે વર્ષો સુધી દુકાન ચલાવવા છતા તેને ક્યારેય કોઈ ફરિયાદ મળી નહોતી, પરંતુ હવે તને વહીવટી અધિકારીઓથી લઈને સ્થાનિક રહેવાસીઓ સુધી બધા દ્વારા હેરાન કરવામાં આવી રહ્યો છે.

આર્યને આરોપ લગાવ્યો કે 15 એપ્રિલે ફૂડ ઇન્સ્પેક્ટર ધીરજ દીક્ષિતે તેની દુકાન પર દરોડો પાડ્યો હતો અને લાઇસન્સ તપાસ્યું હતું. ત્યારબાદ તેણે એલ્યુમિનિયમના વાસણોમાં ચા બનાવવામાં આવતી હોવાના આધારે કાર્યવાહી કરવાની વાત કહી હતી.

આર્યનનો દાવો છે કે તે જ અધિકારી અગાઉ ઘણી વખત તેની ચા પી ચૂક્યો છે અને તેની પ્રશંસા કરી હતી, પરંતુ હવે અચાનક તે જ ચા તેને ખરાબ લાગી છે. તેના મતે, તેની પાસે બધા જરૂરી લાઇસન્સ છે, છતા તેને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે.

aryan-yadav
x.com/yadavakhilesh

આર્યને એવો પણ આરોપ લગાવ્યો કે તેની દુકાન પર હુમલો કરીને તોડફોડ કરવામાં આવી હતી, અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. તેણે સુલ્તાનપુર ઘોષ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ તેણે આરોપ લગાવ્યો હતો કે પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી નથી. આર્યનના મતે, હુમલામાં સામેલ લોકો સ્થાનિક જિલ્લા પંચાયતના સભ્ય સાથે સંકળાયેલા છે.

About The Author

Related Posts

Top News

અમેરિકામાં પિતાએ પોતાના 7 બાળકોને ગોળી મારી દીધી

અમેરિકાના લુઇસિયાનામાં થયેલા સામૂહિક ગોળીબારથી ખળભળાટ મચી ગયો છે. એક વ્યક્તિએ 8 બાળકોને ગોળી મારીને મારી નાખ્યા. જેમાંથી 7 તેના...
World 
અમેરિકામાં પિતાએ પોતાના 7 બાળકોને ગોળી મારી દીધી

જે ચાવાળાને ત્યાં અખિલેશે ચા પીધી ત્યાં દરોડા પડ્યા કે એલ્યુમિનિયમના વાસણ ન ચાલે પછી અખિલેશે...

ઉત્તર પ્રદેશના ફતેહપુરનો એક નાનો ચા વેચનાર આર્યન યાદવ હાલમાં ચર્ચામાં છે. થોડા મહિનાઓ અગાઉ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે...
National 
જે ચાવાળાને ત્યાં અખિલેશે ચા પીધી ત્યાં દરોડા પડ્યા કે એલ્યુમિનિયમના વાસણ ન ચાલે પછી અખિલેશે...

શું કોંગ્રેસ અને  AAPનું અંદર-અંદર સેટિંગ છે?

ગુજરાતમાં કોંગ્રેસ મરવાના વાંકે જીવી રહી છે અને આમ આદમી પાર્ટી ખૂબ જ ઝડપથી આગળ આવી રહી છે. આ તો...
Politics 
શું કોંગ્રેસ અને  AAPનું અંદર-અંદર સેટિંગ છે?

પત્નીને પિયરમાંથી મળેલી સંપત્તિ પર પતિનો અધિકાર નથી

  આંધ્ર પ્રદેશની હાઇકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતા કહ્યું છેકે, જો કોઇ હિંદુ મહિલાને તેના માતિ-પિતા અથવા પોતાના પિયર પક્ષ તરફથી...
National 
પત્નીને પિયરમાંથી મળેલી સંપત્તિ પર પતિનો અધિકાર નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.