કોણ છે કોંગ્રેસને દગો આપનારા 3 મુસ્લિમ ધારાસભ્યો, જેમણે ભાજપને વોટ આપીને બધાને ચોંકાવી દીધા?

તાજેતરમાં જ સંપન્ન થયેલી રાજ્યસભા ચૂંટણીમાં, ઘણા વિપક્ષી ધારાસભ્યોએ ભાજપની તરફેણમાં ક્રોસ મતદાન કરીને પોતાના જ પાર્ટીની  આશાઓ પર પાણી ફેરવી દીધું. હરિયાણા, બિહાર અને ઓડિશામાં ઘણા કોંગ્રેસના ધારાસભ્યોએ પાર્ટી લાઇનથી દૂર હટીને ભાજપની તરફેણમાં મતદાન કર્યું. તેમાં, સૌથી વધુ ચર્ચા કોંગ્રેસના ત્રણ મુસ્લિમ ધારાસભ્યોની થઈ રહી છે જેમણે ભાજપના ઉમેદવારને મતદાન કર્યું. જેથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. હરિયાણાના બે મુસ્લિમ ધારાસભ્યોએ ભાજપના નેતા અને એક અપક્ષ ઉમેદવારને મત આપ્યો, ત્યારે ઓડિશાના એક મુસ્લિમ ધારાસભ્યએ ભાજપને મત આપ્યો, જેનાથી વિપક્ષનો ગેમ પ્લાન ખરાબ થઈ ગયો.

હરિયાણામાં લગભગ 9 કોંગ્રેસના ધારાસભ્યોએ પાર્ટી લાઇનથી હટીને ભાજપના નેતા અને અપક્ષ ઉમેદવાર સતીશ નંદલની તરફેણમાં મતદાન કર્યું. જ્યારે 5 ધારાસભ્યોએ  ક્રોસ મતદાન કર્યું અને 4 અન્ય ધારાસભ્યોના મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા. સતીશ નંદલને મત આપનારા 5 કોંગ્રેસના ધારાસભ્યોમાં બે મુસ્લિમ ધારાસભ્યો હતા. ચાલો કોંગ્રેસ પાર્ટીના આ મુસ્લિમ ધારાસભ્યો વિશે વધુ જાણીએ.

Mohammed-Ilyas1
timelinedaily.com

મોહમ્મદ ઇલ્યાસ વિશે જાણો

ધારાસભ્ય મોહમ્મદ ઇલ્યાસ એવા ધારાસભ્યોમાં સામેલ છે જેમણે ક્રોસ મતદાન કર્યું હતું અને કોંગ્રેસે સ્પષ્ટતા માંગતી નોટિસ જાહેર કરી છે. મોહમ્મદ ઇલ્યાસ મેવાતના મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશ પુન્હાના મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. કોંગ્રેસમાં જોડાવા અગાઉ ઇલ્યાસ ઇન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના સભ્ય હતા. પુન્હાનાથી તેમણે ત્રીજી વખત જીતીને વિધાનસભા પહોંચવામાં સફળતા મેળવી.

2024ની વિધાનસભા ચૂંટણીમાં મોહમ્મદ ઇલ્યાસે 31,916 મતોના માર્જિનથી જીત મેળવી હતી. તેમને કુલ 85,300 મત મળ્યા. આ મતવિસ્તારમાંથી તેમની સતત બીજી જીત હતી. તેઓ અગાઉ પણ આ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા હતા; 2019ની વિધાનસભા ચૂંટણીમાં ઇલ્યાસે 816 મતોના માર્જિનથી જીત મેળવી હતી. 2014ની ચૂંટણીમાં ઇલ્યાસે INLD ટિકિટ પર ચૂંટણી લડી હતી પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે 2009માં INLD ટિકિટ પર આ મતવિસ્તારમાંથી પહેલી વાર જીત મેળવી હતી.

SC1
facebook.com/SupremeCourtOfIndia

મોહમ્મદ ઇસરાયલ કોણ છે?

મોહમ્મદ ઇસરાયલ પલવલ જિલ્લાના હથિન વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમણે 2024ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર જીત મેળવી હતી. તેઓ હથીનના વતની છે. તેમનો પરિવાર લાંબા સમયથી કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. તેમના પિતા પણ અગાઉ હથીનથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે.

2019માં તેમના પિતાના અવસાન બાદ, તેમણે કોંગ્રેસની ટિકિટ પર આ બેઠક પરથી ચૂંટણી લડી હતી પરંતુ લગભગ 2,900 મતોના માર્જિનથી હારી ગયા હતા. 2024માં, કોંગ્રેસે તેમને બીજી તક આપી, અને તેઓ પહેલી વાર આ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેમણે ભાજપના મનોજ રાવતને 32,000 મતોના માર્જિનથી હરાવ્યા હતા. તેમણે દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયાથી તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું છે.

Sofia
indiatoday.in

સોફિયા ફિરદોસ કોણ છે?

23 ઓગસ્ટ, 1991ના રોજ જન્મેલી સોફિયા ફિરદોસ ઓડિશાના બારાબતી-કટક વિધાનસભાથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમને ઓડિશાના પ્રથમ મુસ્લિમ મહિલા ધારાસભ્ય બનવાનું ગૌરવ પ્રાપ્ત છે. સોફિયા ફિરદોસના પિતા પણ આ મતવિસ્તારમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. સોફિયાનો પરિવાર પણ કોંગ્રેસી છે. સોફિયાએ કટકની સેન્ટ જોસેફ ગર્લ્સ હાઇ સ્કૂલ અને રેવેનશૉ જુનિયર કોલેજમાંથી પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું.

ત્યારબાદ તેમણે ભુવનેશ્વરના KIITમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક ડિગ્રી મેળવી અને બાદમાં 2022માં IIM બેંગ્લોરમાંથી એક્ઝિક્યૂટિવ જનરલ મેનેજમેન્ટ પ્રોગ્રામ પૂર્ણ કર્યો. સોફિયા ફિરદોસે 2015માં ઉદ્યોગપતિ શેખ મેરાઝુલ હક સાથે લગ્ન કર્યા. ભાજપ સમર્થિત ઉમેદવારની તરફેણમાં મતદાન કરવા બદલ કોંગ્રેસે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.