MBA, BTech અને CA કરનારાની હવે કેટલી છે વેલ્યૂ? માર્કેટમાં મળતી નોકરીમાં મોટી વાત બહાર આવી

ભારતીય પરિવારો પાસે તેમના બાળકો માટે એક નિશ્ચિત સૂત્ર છે, 'ખુબ અભ્યાસ કરો. સન્માનિત ડિગ્રી મેળવો. પછી, તેના દ્વારા સારી નોકરી મેળવવા માટે તેનો ઉપયોગ કરો. બસ પછી જીવન એકદમ સેટ છે.' આ સૂત્ર માટે માતાપિતા પોતાનું બધું જ દાંવ પર મૂકી દેતા હોય છે, કારકિર્દી, સપના અને બચત. ત્યાં સુધી કે ઘણા તો તેના કારણે દેવામાં પણ ડૂબી જાય છે, જેથી તેમના બાળકો એન્જિનિયરિંગ અથવા MBA જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકે.

Degrees-Losing-Value1
prabhatkhabar.com

આવા ત્યાગ પાછળ માતાપિતાનો પોતાનો એક સ્વાર્થ હોય છે. આ વ્યાવસાયિક અભ્યાસક્રમો દ્વારા પાછળથી મળતું વળતર, એટલે કે એક સારી નોકરી. જો કે, તાજેતરના ડેટા દર્શાવે છે કે, આ અભ્યાસક્રમો હવે ઘણા વિદ્યાર્થીઓ માટે એટલા બધા અસરકારક રહ્યા નથી. ડિગ્રીઓ નકામી તો નથી જતી, પરંતુ સારું એવું કરેલું રોકાણના બદલામાં પ્લેસમેન્ટ અને પેકેજોના સંદર્ભમાં અપેક્ષિત વળતર નથી મળી રહ્યું.

ફાઇનાન્સ ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક 2026ના અહેવાલ મુજબ, એન્જિનિયરિંગ, MBA અને CA જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં ભારે રોકાણ કરતા પરિવારો રોકાણ પર ઇચ્છિત વળતર (ROI) નથી મેળવી રહ્યા. રિપોર્ટમાં જણાવાયું છે કે, ઘણા પરિવારો આ ડિગ્રીઓ માટે 30થી 40 લાખ રૂપિયા ખર્ચ કરે છે, પરંતુ કોર્ષ પૂર્ણ કર્યા પછી, વિદ્યાર્થીઓ વાર્ષિક 4 થી 6 લાખ રૂપિયાનું પ્રારંભિક પ્લેસમેન્ટ મેળવવા માટે પણ સંઘર્ષ કરે છે.

Degrees-Losing-Value2
navbharattimes.indiatimes.com

વધુ મોંઘુ થતું ઉચ્ચ શિક્ષણ, ધીમી પગાર વૃદ્ધિ અને કૌશલ્ય સમૂહોમાં વધતો જતો તફાવત, ઘણી લોકપ્રિય ડિગ્રીઓનું મૂલ્ય ઘટાડી રહ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, મુંબઈની એક મધ્યમ શ્રેણીની ખાનગી કોલેજમાંથી ચાર વર્ષના બેચલર ઓફ ટેકનોલોજી (B.Tec) કોર્સનો ખર્ચ આશરે 17.30 લાખ રૂપિયા છે. તેમાં ઉપરના ભણવાનો ખર્ચ ઉમેરીએ તો રોકાણ આશરે 34 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. આ દરમિયાન, એક સોફ્ટવેર ડેવલપર સરેરાશ વાર્ષિક 4.74 લાખ રૂપિયાના પગાર સાથે નોકરી શરૂ કરે છે. ફુગાવો અને અન્ય દૈનિક ખર્ચ ઉમેરીએ તો ભણવામાં કરેલો ખર્ચ વસૂલવામાં 20 વર્ષથી વધુ સમય લાગી જાય છે.

રિપોર્ટ મુજબ, 2021-22માં દેશમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) પ્રોગ્રામ ઓફર કરતી AICTE (ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન) દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓની સંખ્યા 3,095 હતી. 2025-26માં આ સંખ્યા વધીને 3,465 થઈ ગઈ. પરંતુ, જેવી રીતે સંસ્થાઓની સંખ્યા વધી છે, તેટલી સંખ્યામાં  ગુણવત્તાયુક્ત નોકરીઓનું સર્જન નથી થઇ રહ્યું. 2024માં, ટોચની 9 બિઝનેસ સ્કૂલોમાંથી 7માં પ્લેસમેન્ટ પગારમાં ઘટાડો થયો. IIM ઇન્દોરમાં, પ્લેસમેન્ટ પગારમાં વાર્ષિક ધોરણે આશરે 15 ટકાનો ઘટાડો થયો.

Degrees-Losing-Value
abplive.com

આ રિપોર્ટમાં 'અનસ્ટોપ ટેલેન્ટ રિપોર્ટ' 2025નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મુજબ, 46 ટકા બિઝનેસ સ્કૂલ સ્નાતકો અને 83 ટકા એન્જિનિયરિંગ સ્નાતકોને તેમના અભ્યાસક્રમો પૂર્ણ કર્યા પછી તરત જ ઇન્ટર્નશિપ કે નોકરી મળતી નથી. રિપોર્ટમાં એ પણ સૂચવવામાં આવ્યું છે કે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CAs) ક્ષેત્રમાં પણ તીવ્ર સ્પર્ધા વધી છે. 2019માં, 6,00,000 વિદ્યાર્થીઓએ CA પરીક્ષા આપી હતી. 2025માં આ આંકડો વધીને 12 લાખ થઇ ગયો. આના કારણે સ્પર્ધામાં ખુબ મોટા પ્રમાણમાં વધારો થયો છે. અર્ધ-લાયકાત ધરાવતા ઉમેદવારો ફક્ત 3,00,000થી 4,00,000 રૂપિયા સુધીની જ એન્ટ્રી-લેવલ નોકરીઓ મેળવી શકે છે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.