ઈરાને ખામેનેઇને નિધનના 50 દિવસ બાદ પણ શા માટે દફનાવાયા નથી? નિષ્ણાતે જણાવ્યું આ કારણ

ઈરાનની સાંસ્કૃતિક અને રાજકીય પરંપરાઓથી તદ્દન વિપરીત દેશના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઇને હજુ સુધી દફનાવવામાં આવ્યા નથી. અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં 86 વર્ષીય ખામેનેઇનો જીવ જતો રહ્યો હતો. આ ઘટનાને લગભગ 50 દિવસ વીતી ગયા હોવા છતા ઈરાની સરકારે તેમના દફન માટેનું સ્થાન પણ નક્કી કર્યું નથી. આ સૂચવે છે કે મોજતબા ખામેનેઇની આગેવાની હેઠળની સરકાર હાલમાં અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઉભા કરાયેલા જોખમોનો સામનો કરવાના પ્રયાસોમાં વ્યસ્ત છે. જો કે, એક સુરક્ષા નિષ્ણાતનો દાવો છે કે ખામેનેઇના અંતિમ સંસ્કારમાં થયેલો આ વિલંબ યુદ્ધની વ્યસ્તતાને કારણે નહીં, પરંતુ ભયને કારણે થયો છે.

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, ફાઉન્ડેશન ફોર ધ ડિફેન્સ ઓફ ડેમોક્રેસીસના બેહનમ તાલેબ્લૂએ જણાવ્યું હતું કે મોજતબા ખામેનેઇનું વહીવટીતંત્ર ભયના ઓથાર હેઠળ છે અને અમેરિકા સાથે અસ્થિર યુદ્ધવિરામ હોવા છતા હાલમાં અંતિમ સંસ્કાર સમારોહનું આયોજન કરવાની સ્થિતિમાં નથી. 1989માં આયાતુલ્લા અલી ખામેનેઇના પૂર્વવર્તી આયાતુલ્લા રુહોલ્લાહ ખોમેનીના અંતિમ સંસ્કારમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. જોકે, અલી ખામેનેઇની માટે એવા અંતિમ સંસ્કારનું આયોજન કરી શકાયું નથી કારણ કે ઇઝરાયલે ઘણા અઠવાડિયા સુધી ઈરાન પર બોમ્બમારો ચાલુ રાખ્યો હતો. બેહનમ તાલેબ્લૂએ કહ્યું કે, સરળ શબ્દોમાં કહીએ તો શાસન એટલું ડરી ગયું છે અને એટલું નબળું છે કે તે જોખમ નહીં લઇ શકે.

ali-khamenei
x.com/yadavakhilesh

ઈરાનના ભવ્ય ઔપચારિક અંતિમ સંસ્કારથી બચવા પાછળ ઘણા કારણો છે. નિષ્ણાતના મતે દેશ ઇઝરાયલ તરફથી સંભવિત હવાઈ હુમલા અને રાષ્ટ્રવાદી વિરોધ પ્રદર્શનોની શક્યતા અંગે ચિંતિત છે. આ કોયડાનો બીજું એક પાસું નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઇ છે, જેઓ સતત ગેરહાજરીને લઇને ચર્ચામાં છે. આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોતને ઘણા અઠવાડિયા વીતી ગયા છે, છતા મોજતબા જાહેરમાં દેખાયા નથી. જો મોજતબાના પિતાને દફનાવવાનો નિર્ણય લેવામાં આવે છે, તો તેને પોતાની ગેરહાજરીને લઇને પણ સ્પષ્ટીકરણ આપવું પડશે.

  ali-khamenei
aa.com.tr

તાલેબ્લૂએ કહ્યું કે, આ વાત ઘણું કહી જાય છે કે 1989માં શાસન સ્થાપિત કરનાર વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે મોટી ભીડ ઉમટી પડી હતી અને પછી એક પેઢી બાદ તેમના ઉત્તરાધિકારીના અંતિમ સંસ્કાર હજુ સુધી થઇ શક્યા નથી. ઇસ્લામિક રિપબ્લિક રસ્તાઓ પર પોતાનો દબદબો બતાવવા માચે મોટી-મોટી વાતો કરે છે, પરંતુ 50 દિવસનું ઇન્ટરનેટ બંધ બધું જ સ્પષ્ટ કરી દે છે. શાસનને સત્ય સામે આવવાના પરિણામોનો ભય છે. અહેવાલો અનુસાર, શાસન હાલમાં પૂર્વોત્તર શહેર મશહદમાં દફનાવવા માટે સ્થળ શોધી રહ્યું છે. આ ખામેનેઇનું વતન છે અને ઈરાનની તુર્કમેનિસ્તાન સાથેની સરહદ પર આવેલું છે, જે ઇઝરાયલથી ખૂબ દૂર છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2026 વાર- શનિવાર મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'
Copyright (c) Khabarchhe All Rights Reserved.