ઈરાન યુદ્ધની અસર; હળદરના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 3500 ઘટ્યા, મરાઠવાડાના ખેડૂતો ચિંતિત!

ઈરાન યુદ્ધને કારણે મહારાષ્ટ્રના મરાઠવાડામાં ઉગાડવામાં આવતી પ્રખ્યાત હળદરની નિકાસ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. આના કારણે સ્થાનિક બજારમાં ભારે ઘટાડો થયો છે. થોડા દિવસોમાં જ હળદરનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 16,500થી ઘટીને રૂ. 13,000 પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂ. 3,500નું નુકસાન થયું છે.

Marathwada-Haldi3
thehindubusinessline.com

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, શિવસેનાના નેતા અને વિધાનસભાના સભ્ય હેમંત પાટીલે મંગળવારે જણાવ્યું હતું કે, મરાઠવાડાની હળદર મુખ્યત્વે ગલ્ફ અને આફ્રિકન દેશોમાં નિકાસ કરવામાં આવે છે. ગયા મહિને શરૂ થયેલા US-ઇઝરાયલ-ઈરાન યુદ્ધે નિકાસ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. નિકાસ બંધ થવાથી સ્થાનિક બજારમાં ઉત્પાદન સડી ગયું છે, જેના કારણે ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે.

Marathwada-Haldi
financialexpress.com

દેશની હળદર નિકાસમાં મરાઠવાડા પ્રદેશનો હિસ્સો લગભગ અડધો છે. અહીં ઉત્પાદિત હળદર ગુણવત્તામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. હિંગોલી જિલ્લામાં જ આશરે 200,000 એકર જમીન પર હળદરની ખેતી થાય છે. હિંગોલીની વાસમત હળદરને 2024માં GI ટેગ મળ્યો હતો. આ હળદર તેની વિશિષ્ટ સુગંધ, રંગ અને સ્વાદ માટે જાણીતી છે. તેનો ઉપયોગ આયુર્વેદ, દવા, ખોરાક અને સૌંદર્ય પ્રસાધનોમાં વ્યાપકપણે થાય છે.

નિકાસ બંધ થવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હળદરના વેપારી પ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, જો યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત નહીં થાય તો ભાવ વધુ ઘટી શકે છે. ખેડૂતો પહેલેથી જ મોંઘવારી અને અન્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, અને હળદર જેવા રોકડિયા પાકને આ ફટકો તેમના માટે મોટું નુકસાન સાબિત થઈ રહ્યો છે.

Marathwada-Haldi2
indiatvnews.com

મરાઠવાડાના ખેડૂતો આશા રાખી રહ્યા છે કે સરકાર ઝડપથી રાહત પેકેજ અથવા વૈકલ્પિક બજારોની વ્યવસ્થા કરશે, જેથી તેમની મહેનત વ્યર્થ ન જાય. હાલમાં, ચાલી રહેલું આ યુદ્ધ માત્ર હળદર જ નહીં પરંતુ અન્ય ઘણા કૃષિ ઉત્પાદનોના નિકાસને પણ અસર કરી રહ્યું છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા અનુસાર, 2024-25માં ભારતની હળદરની નિકાસ 341.54 મિલિયન ડૉલર હતી, જેમાં એકલા મહારાષ્ટ્રનો હિસ્સો 155.35 મિલિયન ડૉલરનો હતો. આ ઉત્પાદન બાંગ્લાદેશ, UAE, યુનાઇટેડ સ્ટેટ્સ, મલેશિયા અને મોરોક્કોમાં નિકાસ કરવામાં આવતું હતું.

Hero-Vida-VX2-Plus-KKR1
ndtv.com

મહારાષ્ટ્રના હિંગોલી અને આસપાસના વિસ્તારોમાંથી હળદરનું પ્રોસેસિંગ કરીને તમિલનાડુ અને કેરળ થઈને આખા દેશમાં નિકાસ કરવામાં આવે છે. યુદ્ધ શરૂ થયું ત્યારથી, આ માર્ગો દ્વારા નિકાસ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.

પાટીલે બતાવ્યું હતું કે, હિંગોલી, નાંદેડ, વર્ધા, પરભણી, યવતમાળ અને વાશિમ મરાઠવાડામાં હળદરના મુખ્ય ઉત્પાદક વિસ્તારો છે. આ જિલ્લાઓ મળીને આશરે 25 લાખ ટન પાકનું ઉત્પાદન કરે છે. હિંગોલીના હળદરના વેપારી પ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, ઈરાન યુદ્ધે માત્ર નિકાસ સંપૂર્ણપણે બંધ કરી દીધી નથી, પરંતુ સ્થાનિક બજારમાં ભાવને પણ અસર કરી છે. સોનીએ કહ્યું કે યુદ્ધ પહેલા, હળદર રૂ. 16,500 પ્રતિ ક્વિન્ટલમાં વેચાતી હતી. હવે, ભાવ ઘટીને રૂ. 13,000 થઈ ગયા છે. જો યુદ્ધ ચાલુ રહેશે, તો ભાવ હજુ પણ વધુ ઘટી શકે છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.