ટ્રમ્પ સરકારને ઝટકો, NCTCના ડિરેક્ટરનું રાજીનામું, કહ્યું- ઈરાન અમેરિકા માટે ખતરો નહોતો

ઈરાન સામેના યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાના જ વહીવટીતંત્રમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. વિપક્ષી સાંસદોના વિરોધ બાદ હવે ટ્રમ્પની પોતાની ટીમના એક ઉચ્ચ અધિકારી અને નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર (NCTC) ના ડાયરેક્ટર જો કેન્ટ (Joe Kent) એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઈરાન સામેના યુદ્ધના વિરોધમાં ટ્રમ્પ વહીવટીતંત્રમાંથી આ અત્યાર સુધીનું સૌથી મોટું રાજીનામું માનવામાં આવે છે.

07

અંતરાત્માનો અવાજ દબાવી શકું નહીં: જો કેન્ટ

જો કેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાના રાજીનામાની જાહેરાત કરતા લખ્યું કે, ઘણા વિચાર-વિમર્શ બાદ મેં રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. હું મારી અંતરાત્માની વિરુદ્ધ જઈને ઈરાન યુદ્ધનું સમર્થન કરી શકું નહીં. ઈરાન અત્યારે આપણા દેશ માટે કોઈ ખતરો નહોતો. એ સ્પષ્ટ છે કે આપણે આ યુદ્ધ ઈઝરાયેલ અને તેની શક્તિશાળી અમેરિકન લોબીના દબાણમાં આવીને શરૂ કર્યું છે.

06

ટ્રમ્પને લખેલા પત્રમાં ગંભીર ખુલાસા

રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોકલેલા પત્રમાં જો કેન્ટે કેટલીક ચોંકાવનારી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ટ્રમ્પ વહીવટીતંત્રમાં બેઠેલા ઉચ્ચ પ્રોફાઇલ ઈઝરાયેલી અધિકારીઓ અને સમર્થક મીડિયા લોબીએ રાષ્ટ્રપતિને યુદ્ધ માટે ઉશ્કેર્યા છે. કેન્ટના મતે, આ પ્રોપેગેન્ડાએ ટ્રમ્પના 'અમેરિકા ફર્સ્ટ'ના વિઝનને નુકસાન પહોંચાડ્યું છે. તેમણે યાદ અપાવ્યું કે મિડલ ઈસ્ટના યુદ્ધો એક 'ટ્રેપ' (જાળ) સમાન છે, જેમાં અમેરિકાના અનેક દેશભક્તોના જીવ ગયા છે અને રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ થયો છે. હું અમેરિકાની આગામી પેઢીને એવા યુદ્ધમાં મોકલવાનું સમર્થન ન કરી શકું જેનો અમેરિકાને કોઈ ફાયદો નથી. રાષ્ટ્રપતિ પાસે હજુ પણ રસ્તો બદલવાની તક છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રતિક્રિયા

જો કેન્ટના આકરા પ્રહારો સામે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ મૌન રહ્યા નથી. તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, તેમણે રાજીનામું આપી દીધું તે સારું જ છે, કારણ કે તેમને લાગે છે કે ઈરાન અમેરિકા માટે ખતરો નથી.

04

કોણ છે જો કેન્ટ?

  • નિમણૂક: તેમને ગયા વર્ષે જુલાઈમાં NCTC ના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.
  • ભૂતકાળ: તેઓ ભૂતપૂર્વ આર્મી રેન્જર અને સ્પેશિયલ ફોર્સના સભ્ય રહી ચૂક્યા છે અને મિડલ ઈસ્ટમાં 11 યુદ્ધ અભિયાનોમાં સામેલ હતા.
  • વ્યક્તિગત દુખદ ઘટના: 2019માં સીરિયામાં ISIS ના આત્મઘાતી હુમલામાં તેમની પત્નીની હત્યા થઈ હતી. કેન્ટે પોતાના પત્રમાં લખ્યું છે કે, ઈઝરાયેલ દ્વારા રચાયેલા યુદ્ધમાં મારી પત્નીએ જીવ ગુમાવ્યો.

About The Author

Related Posts

Top News

MGએ લોન્ચ કરી Majestor; સેગમેન્ટમાં સૌથી મોટી, જબરદસ્ત ફીચર્સ, પણ કિંમત પણ વધુ છે

મોરિસ ગેરેજ એટલે કે, MG મોટર્સે, ભારતીય બજારમાં તેની નવી ફ્લેગશિપ SUV, Majestorને સત્તાવાર રીતે લોન્ચ કરી...
Tech and Auto 
MGએ લોન્ચ કરી Majestor; સેગમેન્ટમાં સૌથી મોટી, જબરદસ્ત ફીચર્સ, પણ કિંમત પણ વધુ છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 31-05-2026 વાર- રવિવાર મેષ -  પાણીજન્ય રોગમાં ધ્યાન રાખવું,  બચતની ચિંતા છોડી પુષ્કળ ભક્તિમાં આજે હનુમાનજીને મીઠી વસ્તુ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

શું તમારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પૈસા ચૂકવવા પડશે? મેટાએ એક મોટી જાહેરાત કરી છે જેની સીધી અસર...
Tech and Auto 
શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

DK શિવકુમાર કર્ણાટકના નવા CM બનશે. સિદ્ધારમૈયા સરકાર ભંગ થઈ રહી છે, અને તેઓ ગુરુવારે બપોરે લોકભવનમાં CM પદ...
Business 
852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.