RGVએ કરુણાનિધિની પાછળ ઉભેલા બાળકનો ફોટો શેર કરી કહ્યું, 'પાછળ ઉભેલા લોકો ખતરનાક હોય છે'

તમિલનાડુના રાજકારણમાં એક યુવા વિચારોનો પ્રવેશ થઇ ચુક્યો છે. બે વર્ષ પહેલા જ પોતાની પાર્ટી બનાવનાર સુપરસ્ટાર વિજયે તમિલનાડુની ચૂંટણીમાં જબરદસ્ત જીત મેળવી હતી. સોમવારે ચૂંટણી પરિણામો જાહેર થયા ત્યારથી, દરેક જગ્યાએ વિજય ચર્ચાનો વિષય બન્યો છે. હવે, પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શક રામ ગોપાલ વર્મા, જેને RGV તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે એક જૂનો ફોટો શેર કર્યો છે, જેમાં વિજય ટીનએજમાં દેખાય રહ્યા છે.

10

આ ફોટામાં વિજયની હાજરી કરતાં વધુ રસપ્રદ વાત એ છે કે, તે કોની પાછળ ઉભો છે, સ્વર્ગસ્થ M. કરુણાનિધિ, તમિલનાડુના ભૂતપૂર્વ CM, જેને કલૈગનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. RGVએ ફોટો શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સે તેનું વિશ્લેષણ કરવાનું શરૂ કરી દીધું, જેના કારણે ખૂબ જ રસપ્રદ ટિપ્પણીઓ થઈ રહી છે.

સોમવારે 2026ની તમિલનાડુની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા, જેમાં તમિલ સુપરસ્ટાર વિજયની પાર્ટી, TVK (તમિલનાડુ વેટ્ટી કઝગમ), 108 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. TVK બહુમતીથી માત્ર 10 બેઠકો પાછળ રહી ગયું, અને વિજયનું CM બનવાનું નક્કી છે. વિજયની શાનદાર જીતથી તમિલનાડુમાં શાસક પક્ષ DMK (દ્રવિડ મુનેત્ર કઝગમ)ને સૌથી મોટો ફટકો પડ્યો છે. પાછલી ચૂંટણીઓમાં, DMK133 બેઠકો જીતી હતી. જોકે, આ વખતે, તેની 74 બેઠકો ઘટી ગઈ છે અને ફક્ત 59 રહી ગઈ.

11

રામ ગોપાલ વર્મા દ્વારા શેર કરાયેલ જૂનો ફોટો આ પરિણામ પર એક કટાક્ષ છે. ફોટામાં DMKના સ્થાપક M. કરુણાનિધિ દર્શાવવામાં આવ્યા છે, જેમણે 5 વખત તમિલનાડુના CM તરીકે સેવા આપી હતી. કરુણાનિધિ એક મિલકતના ઉદ્ઘાટનમાં રિબન કાપતા જોવા મળે છે. વિજયના પિતા, પ્રખ્યાત તમિલ ફિલ્મ નિર્માતા S.A. ચંદ્રશેખર, તેમની જમણી બાજુ ઉભેલા દેખાય છે. યુવા વિજય પોતે કરુણાનિધિની પાછળ ઉભા છે.

કરુણાનિધિના મૃત્યુ પછી, તેમના પુત્ર, M.K. સ્ટાલિને DMKની બાગડોર સંભાળી. સ્ટાલિને આ ચૂંટણી સુધી તમિલનાડુના CM તરીકે સેવા આપી હતી, અને હવે તેમણે પદ છોડવું પડશે. કરુણાનિધિ તમિલનાડુના રાજકારણમાં એક મોટા આઇકોન છે. તેમણે સ્થાપેલી DMKથી અલગ થયા પછી MGRએ પોતાની પાર્ટી, AIADMK બનાવી. લગભગ 60 વર્ષથી, આ બંને પાર્ટીઓ તમિલનાડુમાં વારાફરતી સત્તા સાંભળી રહી હતી.

13

સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કરતા વર્માએ લખ્યું, 'કલૈગનારે ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હશે કે તેમની પાછળ ઉભો રહેલો છોકરો જ તેમની પાર્ટીને સાફ કરી નાખશે.' ફોટો શેર કરતાની સાથે જ, સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ પણ આ ચર્ચાનો ભાગ બન્યા.

12

એક યુઝરે લખ્યું, 'તે છોકરાએ પાર્ટીનો નાશ કર્યો નથી, જનતાએ કર્યો.' બીજાએ ટિપ્પણી કરી, 'હંમેશા પાછળ ઉભેલા લોકો જ સૌથી વધુ ખતરનાક સાબિત થાય છે!' જ્યારે ઘણા યુઝર્સની ટિપ્પણીઓનો સાર એ હતો કે, 'આ ફક્ત એક આંચકો છે, સફાઇ નહીં.'

તમિલનાડુના રાજકારણમાં વિજયનો યુગ શરૂ થઈ ગયો છે. તેમણે હવે સરકાર બનાવવી પડશે, મંત્રીઓની નિમણૂક કરવી પડશે અને જનતાને આપેલા વચનો પૂરા કરવા પડશે, જેના કારણે તેમને ચૂંટણીમાં જીત મળી છે. રાજકારણમાં પોતાનું પહેલું  સ્ટેપ આગળ વધ્યા પછી, વિજય તમિલનાડુમાં કેવી રીતે આગળ વધશે તે જોવાનું બાકી છે.

About The Author

Related Posts

Top News

લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

ઓફિસ કલ્ચર અંગેની એક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં લંચ બ્રેક અંગેના નિયમની બનાવવામાં આવ્યો...
Lifestyle 
લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

થોડા દિવસો પહેલા જ NCERTને 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' વિષય પરના પ્રકરણ અંગે ઘણા સવાલોનો સામનો કરવો પડ્યો હતો....
National 
મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

આ ભારતીય અભિનેતાએ એક ફિલ્મ માટે લીધા ₹300 કરોડ...

90ના દાયકામાં જ્યારે સુપરસ્ટાર ચિરંજીવી એક ફિલ્મ માટે ₹1 કરોડની ફી લેનારા પ્રથમ ભારતીય અભિનેતા બન્યા, ત્યારથી જ...
Entertainment 
આ ભારતીય અભિનેતાએ એક ફિલ્મ માટે લીધા ₹300 કરોડ...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 24-06-2026 દિવસ: બુધવાર મેષ: નોકરી-ધંધાના ક્ષેત્રમાં પરિવર્તનશીલ બને, નવી તકો ઉભી થાય, સ્વજનથી ગેરસમજ ન થાય તે જોવું. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.