મીટિંગમાં 'VIP' વાંદરો આવ્યો... DM ઉભા થઇ ગયા અને પોતાની ખુરશી બતાવી કહ્યું, 'અહીં બેસો'

બાગપતમાં કિસાન દિવસની મીટિંગ દરમિયાન, એક વાંદરો અચાનક મીટિંગમાં પહોંચી ગયો હતો. ત્યારે એક ક્ષણનો પણ ખચકાટ કર્યા વિના, જિલ્લા મેજિસ્ટ્રેટ અસ્મિતા લાલ પોતાની ખુરશી છોડીને ઉભા થઇ ગયા અને વાંદરાને બેસવાનો ઈશારો કર્યો. આ અસામાન્ય દૃશ્ય ત્યાં હાજર કોઈએ કેમેરામાં કેદ કરી લીધું, અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બાગપતના વિકાસ ભવન ખાતે યોજાયેલી કિસાન દિવસની મીટિંગ એ માટે ચર્ચાનો વિષય બની ગઈ કે જ્યારે એક અનોખા વિશેષ મહેમાન ચાલુ સભામાં અચાનક જ આવી ગયા. ખેડૂતોની સમસ્યાઓ સાંભળવા માટે આયોજિત કરવામાં આવેલી આ મીટિંગમાં વાંદરાના પ્રવેશથી આખું વાતાવરણ બદલાઈ ગયું અને ગંભીર વાતાવરણમાં દરેકના મોઢા પર હાસ્ય આવી ગયું હતું. આ ઘટનાનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

11

હકીકતમાં, કિસાન સમાધાન દિવસની મીટિંગમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અસ્મિતા લાલ અને પોલીસ અધિક્ષક સૂરજ રાય હાજર હતા. ખેડૂતો અધિકારીઓ સમક્ષ તેમની સમસ્યાઓ રજૂ કરી રહ્યા હતા, અને મીટિંગ સામાન્ય રીતે ચાલી રહી હતી. ત્યારે જ અચાનક, 'મટરુ' નામનો વાંદરો ત્યાં આવી પહોંચ્યો.

વાંદરો પહેલા ખેડૂતો વચ્ચે ટેબલો પર ફરતો રહ્યો અને પછી સીધો જિલ્લા મેજિસ્ટ્રેટ અસ્મિતા લાલ પાસે આવી ગયો. સામાન્ય રીતે, આવી પરિસ્થિતિમાં લોકો ગભરાઈ જતા હતા, પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટે સંપૂર્ણ શાંતિ અને સંયમ બતાવ્યો. તેઓ તરત જ ખુરશી છોડીને ઉભા થઇ ગયા અને સ્માઈલ કરીને વાંદરાને ઈશારો કરીને કહ્યું, 'અહીં બેસો.'

12

આ દ્રશ્યે હાજર લોકો માટે આશ્ચર્ય અને મનોરંજન બંનેનું કારણ બની ગયું. કોઈએ આખી ઘટના પોતાના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેના પર લોકોની વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મટરુ કોઈ નવો મુલાકાતી નથી. તે ઘણીવાર કલેક્ટર કચેરી પરિસરમાં જોવા મળે છે અને ત્યાંના કર્મચારીઓ અને અધિકારીઓમાં જાણીતો છે. તે પહેલા પણ ઘણી વખત ત્યાં જોવા મળ્યો છે.

અહીં તમને બતાવી દઈએ કે, મટરુ એક વખત ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન પણ જિલ્લા મેજિસ્ટ્રેટની પાસે પહોંચી ગયો હતો અને તે સમયે, તે DMનો પલ્લુ પકડીને ખેડૂતોની વચ્ચે બેઠો હતો, જેના કારણે તે પહેલાથી જ ચર્ચામાં આવી ગયો હતો. આ વખતે પણ તેની હાજરીએ મીટિંગને યાદગાર બનાવી દીધી અને આ ઘટના હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2026 વાર- શનિવાર મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'
Copyright (c) Khabarchhe All Rights Reserved.