અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા ADC બેંકની સામે ભારતીય જનતા પાર્ટી (BJP) અને ખોડલધામ અમદાવાદ લખેલા ખેસવાળી ગાડીમાંથી નજર ચૂકવીને 50 લાખની ઉઠાંતરી કરવાની ઘટના સામે આવી છે. બાઈક સવાર હેલમેટ પહેલા બે ઇસમો રૂપિયાની બેગ લઈ છૂમંતર થઈ ગયા હતા. ઘટનાની જાણ કૃષ્ણનગર પોલીસને થતા કાફલો ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યો હતો.

theft
divyabhaskar.co.in

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ફરિયાદીએ બાપુનગરમાં આંગડિયા પેઢીમાંથી ₹50 લાખ લીધા હતા અને આ રુપિયા લઈને એ લોકો કોઠિયા હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા, એ દરમિયાન રસ્તામાં બનાવ બન્યો હતો. એક બાઈક ચાલકે ગાડીની પાછળ અથડાવી એટલે કારચાલક ગાડી નીચે ઉતર્યો હતો. અને તેની સાથે બોલાચાલી કરી હતી. આ સમયે નજર ચૂકવી બીજા બાઈક ઉપર આવેલા બે અજાણ્યા હેલમેટ પહેરેલા ઇસમોએ ગાડીનો કાચ તોડી અને ગાડીમાં રહેલા રૂપિયા 50 લાખ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

ACP કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે, આજે 27 જૂનના રોજ સવારના સમયે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સ છે એની પાસે જે ADC બેંક આવેલી છે, ત્યાં જે ફરિયાદી છે એ પોતાની ગાડી લઈને જે ગાડીમાં એક થેલામાં ₹50 લાખ હતા. જે બાપુનગર વિસ્તારમાં આંગડિયા પેઢીમાંથી ઉપાડીને એ લોકો જઈ રહ્યા હતા. એ દરમિયાન ત્યાં આગળ બાઈક ચાલકોએ એની જોડે બાઈક, ગાડી સાથે ટક્કર મારીને, ટક્કર માર્યા બાદ એ લોકો જોડે ઝઘડો કર્યો અને ઝઘડો કર્યા બાદ એ લોકોની ગાડીમાંથી ₹50 લાખ લૂંટીને ફરાર થઈ ગયેલા હતા. તે આધારે હાલમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. તેમજ પોલીસની અલગ-અલગ ટીમો તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અલગ-અલગ ટીમો બનાવીને આરોપી પકડવા માટેની તજવીજ ચાલુ છે.

theft
divyabhaskar.co.in

કૃણાલ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં અમારી જોડે જે પણ ડેટા હોય છે એ ડેટાના આધારે આરોપી આઈડેન્ટિફાય કરવા માટે પણ પ્રયત્ન ચાલુ છે. અમારી અલગ-અલગ ટીમો પણ ફિલ્ડમાં લાગેલી છે અને એને ટૂંક જ સમયમાં ડિટેક્ટ કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'

બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટી લાંબા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેન છે. પરંતુ શું તમે જાણો છો કે સુનિલ શેટ્ટીની 15...
Entertainment 
સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'

અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા ADC બેંકની સામે ભારતીય જનતા પાર્ટી (BJP) અને ખોડલધામ અમદાવાદ લખેલા ખેસવાળી ગાડીમાંથી નજર...
Gujarat 
અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા

આયર્લેન્ડ સામે ભૂંડી હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐય્યરે જાણો હારનું ઠીકરું કોના પર ફોડ્યું

શુક્રવારે (26 જૂન) ભારતીય ટીમને આયર્લેન્ડ સામે T20 શ્રેણીની પહેલી મેચમાં 34 રનથી ભૂંડી હારનો સામનો કરવો પડ્યો. નવા કેપ્ટન...
Sports 
આયર્લેન્ડ સામે ભૂંડી હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐય્યરે જાણો હારનું ઠીકરું કોના પર ફોડ્યું

સુમુલ ડેરીની ચૂંટણી કોંગ્રેસ પોતાના ઉમેદવારો અજ્ઞાત જગ્યાએ લઈ જશે, તુષાર ચૌધરી બોલ્યા- ‘જરૂર પડી તો...’

હાલમાં જે રીતે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, તેવી જ રીતે ગુજરાતના રાજકારણીઓ અને રાજકીય પક્ષો સુમુલ ડેરીની...
Gujarat 
સુમુલ ડેરીની ચૂંટણી કોંગ્રેસ પોતાના ઉમેદવારો અજ્ઞાત જગ્યાએ લઈ જશે, તુષાર ચૌધરી બોલ્યા- ‘જરૂર પડી તો...’
Copyright (c) Khabarchhe All Rights Reserved.