12GB RAM વાળો ‘Lava Bold 2 5G’ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

15,000 રૂપિયા સુધીના બજેટમાં નવો ફોન શોધી રહેલા ગ્રાહકો માટે Lavaએ એક નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ‘Lava Bold 2 5G’ની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો આ ફોન MediaTek Dimensity પ્રોસેસર સાથે લાવવામાં આવ્યો છે, જેનો AnTuTu સ્કોર 500,000થી વધુ છે. આટલું જ નહીં, આ ફોનમાં 6GB RAM ઉપરાંત, ફોન 6GB વર્ચ્યૂઅલ RAMનો પણ સપોર્ટ મળે છે.

lava
facebook.com/lavamobiles

સુરક્ષા માટે ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. સાથે જ, અ ફોન નો-બ્લોટવેર એક્સપિરિયન્સ ઓફર પ્રદાન કરે છે. Lava બ્રાન્ડના આ લેટેસ્ટ સ્માર્ટફોનની કિંમત શું છે? વેચાણ ક્યારે શરૂ થશે? અને આ ફોનમાં અન્ય કયા-કયા ફીચર્સ આપવામાં આવ્યા છે? ચાલો જાણીએ.

Lava Bold 2 5Gની ભારતમાં કિંમત

આ લેટેસ્ટ Lava મોબાઇલ ફોન 6GB RAM અને 128GB સ્ટોરેજ વેરિયન્ટને 12,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ કિંમતમાં બેંક ઓફર્સનો પણ સમાવેશ થાય છે, એટલે કે બેંક ઓફર્સનો લાભ મેળવ્યા બાદ તમે આ પ્રાઇઝમાં ફોન ખરીદી શકશો.

ઉપલબ્ધતાની વાત કરીએ તો, આ ફોનનું વેચાણ 19 માર્ચે બપોરે 12:00 વાગ્યે શરૂ થશે. તમે આ ફોનને ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન દ્વારા ખરીદી શકશો. આ ફોનને મિડનાઈટ બ્લેક અને ફેધર વ્હાઇટ બે રંગ વિકલ્પોમાં ખરીદી શકશો. સ્પર્ધાની વાત કરીએ તો, આ પ્રાઇઝ રેન્જમાં, લાવાનો નવો ફોન MOTOROLA g57 Power 5G, REDMI Note 14 SE 5G, POCO M7 Plus 5G, Samsung Galaxy F06 5G અને vivo T4x 5Gને સખત ટક્કર આપી શકે છે.

lava2
facebook.com/lavamobiles

Lava Bold 2 5Gના સ્પેસિફિકેશન્સ

ડિસ્પ્લે: આ લેટેસ્ટ સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે 6.67-ઇંચ ફુલ HD+ AMOLED ડિસ્પ્લે મળશે.

ચિપસેટ: આ હેન્ડસેટમાં 2.6 GHz સાથે MediaTek ડાયમેન્સિટી 7060 પ્રોસેસર મળશે.

કેમેરા સેટઅપ: ફોનના પાછળના ભાગમાં 50-મેગાપિક્સલનો AI સોની કેમેરા સેન્સર મળશે.

બેટરી ક્ષમતા: 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000 mAh બેટરી, ફોનને પાવર આપે છે.

ઓપરેટિંગ સિસ્ટમ: લાવા બ્રાન્ડનો આ લેટેસ્ટ ફોન એન્ડ્રોઇડ 15 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.