રાજકુમાર રાવની ફિલ્મ 'ટોસ્ટર' જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લેજો રિવ્યૂ

બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક, રાજકુમાર રાવ જો કોઈ ડાર્ક કોમેડી લઈને આવે છે તો કોઈ પણ તેની પાસેથી સુંદર અને સારા અભિનયની અપેક્ષા રાખશે. 'ટોસ્ટર' ટ્રેલરના રિલીઝ થયા પછીથી ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે જ્યારે તે આવી જ ગઈ છે, તો ચાલો તેના વિશે વાત કરી લઈએ.

Toaster-Movie
loksatta.com

'ટોસ્ટર'એ રમાકાંત પારેખ (રાજકુમાર રાવ) ની વાર્તા છે, જે એક કંજૂસ અને મખ્ખીચૂસ માણસ છે. રમાકાન્ત એક નંબરનો કંજૂસ માણસ છે, જેમ કે ઘણી વખત જોવા મળે છે તેમ, તે માત્ર કંજૂસ જ નહીં પરંતુ તેની સાથે સાથે લોભિયો પણ છે. રમાકાંત અને તેની પત્ની શિલ્પા (સાન્યા મલ્હોત્રા) એક વૃદ્ધ લોકોની કોલોનીમાં ભાડા પર સાથે રહે છે. આ શાંત, ધીમી ગતિવાળી કોલોનીમાં ભાડું ઓછું છે, તેથી રમાકાંત તે છોડીને જવા નથી માંગતો. અહીં તેના પડોશમાં રહેતી તેની મકાનમાલિક, શ્રીમતી ડિસોઝા (સીમા પાહવા), તેનો નશેડી પુત્ર, ગ્લેન (અભિષેક બેનર્જી) અને માલા આંટી (અર્ચના પૂરણ સિંહ) છે.

Toaster-Movie4
amarujala.com

રમાકાંતની પત્નીના મતે, તેની બીમારી વધુ ખરાબ થઈ રહી છે. તે ટેલિકોમ કંપનીને ફોન કરીને આકસ્મિક રીતે કાપી લીધેલા 6 રૂપિયા પણ રોકડા માંગી લે છે. તેના જીવનનો સૌથી મુશ્કેલ સમય એ છે જ્યારે તેની પત્ની શિલ્પા તેને તેના ગુરુની પુત્રીના લગ્ન માટે 9,000 રૂપિયાનું ટોસ્ટર ખરીદવા માટે મજબૂર કરે છે. તે ખરીદવા માટે તો જાણે કે રમાકાંતનો લગભગ જીવ જ નીકળી ગયો હતો. પરંતુ એક વસ્તુ એવી થઇ કે જેની તેને પણ ખબર નહોતી કે આ ટોસ્ટર તેના જીવનમાં એક જીવતી જાગતી પીડા બની આવી ગયું છે.

Toaster-Movie3
navbharattimes.indiatimes.com

હવે ટોસ્ટર પર કેન્દ્રિત આ ડાર્ક કોમેડી ઘણા રહસ્યમય વળાંકો લે છે. અહીં, તમને હત્યા, રહસ્ય, કોમેડી અને ડરાવી નાખે તેવી અર્ચના પૂરણ સિંહ જોવા મળશે. પરંતુ તે છતાં પણ ફિલ્મમાં હજુ ક્યાંક કંઇક ખૂટતું હોય તેવું લાગે છે. ફિલ્મની શરૂઆત મનોરંજક રીતે થાય છે. પહેલા ભાગમાં, તમને રમાકાંત અને તેની આસપાસના લોકો વિશે જાણવા મળે છે. ઘણા મહત્વપૂર્ણ વળાંકો આવે છે અને આ વળાંકો તમારી રુચિને વધારતા રહે છે. જો કે, બીજા ભાગમાં કઈ નવું નથી દેખાતું. વિવેક દાસચૌધરી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ તમને ફક્ત થોડા સમય માટે જ હસાવવામાં સફળ રહે છે. તેમાં કેટલીક સારી ક્ષણો અને પંચલાઇન્સ છે, પરંતુ આ ફિલ્મમાં તમારા માટે યાદ રાખવા જેવું કંઈ નથી. અક્ષત ઘિલ્ડિયાલ, અનઘ મુખર્જી અને પરવેઝ શેખ દ્વારા લખાયેલી આ વાર્તા શરૂઆતમાં તમારું ધ્યાન ખેંચે છે પણ અંત આવતા સુધીમાં તે વિખેરાઈ જાય છે. ક્લાઈમેક્સ પણ વિચિત્ર અને તમને સંતોષ થાય તેવો નથી.

Toaster-Movie1
ndtv.in

અભિનયની વાત કરીએ તો, ફિલ્મના મુખ્ય અભિનેતા રાજકુમાર રાવે સારો અભિનય આપ્યો છે. તેમની પાસેથી આનાથી ઓછાની અપેક્ષા પણ ન કરી શકાય. જોકે, રાજકુમાર કંઈ નવું રજૂ કરતા નથી. એક ક્ષણ પછી, તમને તેના પાછલા અભિનય અને પાત્રો યાદ આવવા લાગે છે. સાન્યા શિલ્પા તરીકે સારી છે. દુઃખની વાત છે કે, તેને તેની ક્ષમતાના આધારે કંઈ વધારે કરવા માટે આપવામાં આવ્યું નથી. બસ ખાલી તે આ ફિલ્મમાં છે. અર્ચના પૂરણ સિંહ ફિલ્મનું સરપ્રાઈઝ પેકેજ છે. તે વિલક્ષણ માલિની તરીકે સારું કામ કરે છે. ફરાહ ખાન, ઉપેન્દ્ર લિમયે, સીમા પાહવા અને અભિષેક બેનર્જી પણ ઉત્તમ છે. આટલા લાંબા સમય પછી ફરાહને ફિલ્મમાં જોવી તાજગીભરી હતી. એકંદરે, જો તમે 'ટોસ્ટર' જોવા જઈ રહ્યા છો, તો વધારે પડતી અપેક્ષાઓ સાથે ન જતા.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.