સોશિયલ મીડિયાની આ ચેલેન્જે 9 વર્ષની બાળકીનો જીવ લઈ લીધો, ક્યાંક તમારું બાળક આ ટ્રેન્ડ તો નથી જોઈ રહ્યું ને?

સોશિયલ મીડિયા પર વાયરલ થતી કેટલીક ચેલેન્જ મજાક નહીં, જીવલેણ સાબિત થઈ શકે છે. ટેક્સાસમાં 9 વર્ષની બાળકીના મૃ*ત્યુએ ફરી એકવાર આ જોખમ સામે લાવી દીધો છે. જિજ્ઞાસા અને વીડિયોની નકલે સુખી પરિવારની દુનિયા વેરવિખેર કરી દીધી છે. આ ઘટના દરેક માતા-પિતા માટે એક કડક ચેતવણી છે કે, બાળકોની ઓનલાઈન દુનિયા પર નજર રાખવી હવે પહેલા કરતા વધુ જરૂરી બની ગયું છે.

ટેક્સાસના એક પરિવારની 9 વર્ષની પુત્રી જેકલિન કે. બ્લેકવેલ સોશિયલ મીડિયા ચેલેન્જમાં ભાગ લઈ રહી હતી ત્યારે તેનો જીવ જતો રહ્યો. તેને બ્લેકઆઉટ અથવા ચોકિંગ ચેલેન્જ તરીકે ઓળખાય છે, જેમાં બાળકો શ્વાસ રોકવાનો પ્રયાસ કરે છે, જ્યાં સુધી તેઓ બેભાન ન થઈ થઈ જાય. આ ખતરનાક પ્રયાસ દરમિયાન છોકરીનો જીવ જતો રહ્યો.

Girl1
nypost.com

છોકરીએ સોશિયલ મીડિયા પર આ ચેલેન્જ જોઈ હતી. તેણે તેની દાદીને પણ આ વીડિયો બતાવ્યો હતો, જેમણે તેને ક્યારેય આવું ન કરવાની સલાહ આપી હતી. જોકે, બાળકોની જિજ્ઞાસા ઘણીવાર તેમને જોખમી પગલાં ઉઠાવવા મજબૂર કરે છે.

ઘટનાવાળા દિવસની સવારે છોકરી શાળાએ જતા પહેલા ઘર બહાર રમવા ગઈ હતી. તેના પિતાને અચાનક અજીબ શાંતિનો અનુભવ થયો. જ્યારે તેણે જઈને જોયું, ત્યારે પુત્રી બેભાન અવસ્થામાં મળી. પિતાનું કહેવું છે કે, તે ક્ષણ તેમના જીવનનો સૌથી ભયાનક અનુભવ હતો. તેમણે તરત જ છોકરીને બચાવવાનો પ્રયાસ કર્યો, તેને દોરડા પરથી હટાવી અને CPR પણ આપ્યું. પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હતું. આ દુર્ઘટના તેમના માટે એક એવો આઘાત બની ગઈ છે જેને તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં.

Blackout'-Social-Media-Challenge
nypost.com

બાળકોનું કેવી રીતે ધ્યાન રાખવું?

આજના જમાનામાં બાળકોને મોબાઇલ ફોનથી દૂર રાખવા એ સરળ કાર્ય નથી. જોકે, તેમના પર નજર રાખી શકાય છે. તેઓ ફોન પર શું કરી રહ્યા છે અને તેઓ કેવા પ્રકારની કન્ટેન્ટ જોઈ રહ્યા છે તેનું નિરીક્ષણ કરી શકાય છે.

આવી ઘટનાઓ બતાવે છે કે, બાળકો સાથે ખુલ્લા સંવાદ અને સમયસર દેખરેખ કેટલી જરૂરી છે. બાળકોને ડરાવવાને બદલે, તમારા બાળકો સાથે વાત કરો અને તેમના વર્તનને સમજવાનો પ્રયાસ કરો.

બાળકોની પોતાની ખાનગી જગ્યા હોય છે, પરંતુ જો કોઈ બાળક મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરતું હોય અને તેમના વર્તનમાં ફેરફાર જોવા મળે, તો તમારે તેમનો ફોન તપાસવો જોઈએ.

આ ઘટના માત્ર એક પરિવાર માટે દુર્ઘટના નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણી છે. થોડી તકેદારી રાખવાથી આવી ઘટનાઓને અટકાવી શકાય છે.

About The Author

Related Posts

Top News

આજે આકાશમાં જુઓ દુર્લભ બ્લુ મૂન; ચુકી ગયા તો આવો જ ચંદ્રમા 2028માં દેખાશે

31 મે એ જ્યોતિષીઓ અને આકાશ પ્રેમીઓ માટે એક અદ્ભુત દિવસ બનવાનો છે. આ દિવસે દુર્લભ બ્લુ મૂનની ઘટના બનવાની...
Astro and Religion 
આજે આકાશમાં જુઓ દુર્લભ બ્લુ મૂન; ચુકી ગયા તો આવો જ ચંદ્રમા 2028માં દેખાશે

બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

ગાઝિયાબાદના ખોડા કોલોનીમાં ખેલાયેલા લોહિયાળ ખેલમાં એક નવો વળાંક આવ્યો છે. ઘટનાના મુખ્ય સાક્ષી અને મૃતક સૂર્યાનો મિત્ર વિક્કીએ દાવો...
National 
બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

ગુજરાતનો વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે. આણંદ જિલ્લાના અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ 30મી મેની...
Gujarat 
50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી

તમિલનાડુના પ્રખ્યાત તિરુચેન્દુર સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. TVK નેતા અને તમિલનાડુ...
National 
વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.